ગોલ્ડ જ્વેલરી ખરીદવા માટે વિચાર કરી રહેલા લોકો ગોલ્ડના ભાવ સાંભળી નિરાશ થઇ રહ્યા છે. હાલ જો તમે ગોલ્ડ જ્વેલરી ખરીદી હોય તો તમને 20 ટકાના ભાવ વધારા સાથે ખરીદવી પડશે. આ વખતે ગોલ્ડના ભાવે બજારમાં આગ લગાવી રહ્યા છે. એક તરફ સુરતના ટેકસ્ટાઇલ અને ડાયમંડ ઉદ્યોગમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. બીજી બાજુ સોનાના ભાવમાં વધારો થતાં હવે જ્વેલરી ઉદ્યોગમાં પણ કડાકો જોવા મળી રહ્યો છે. એક બાજુ અમેરિકા અને ચાઇના વચ્ચે ચાલી રહેલા ટ્રેડ વોર અને બીજીબાજુ ફેડરલ બેન્ક દ્વારા વ્યાજ દર ઓછો કરી નાખતા ગોલ્ડના ભાવમાં વધારો થયો છે અને જ્વેલરી ઉદ્યોગ સાથે સંકળાયેલા હતા લોકોએ અનુમાન લગાવ્યું છે કે, આવનાર દિવસોમાં પણ રૂપિયા 2000 સુધી સોનાના ભાવમાં વધી શકે છે.
ગોલ્ડ જ્વેલરીના ભાવમાં 20 ટકાનો વધારો થતા ખરીદી કરવા આવનાર લોકો પણ પોતાની ખરીદી ઓછી કરી નાખી છે. ટૂંક સમયમાં રક્ષાબંધન પર્વ છે અને ભાઈએ બહેનને ગિફ્ટમાં સોનાની જ્વેલરી આપવાનું વિચાર્યું તો ગોલ્ડના ભાવમાં વધારો થતા લાઇટવેટ જ્વેલરી ખરીદવી પડી. બીજી બાજુ લગ્ન માટે ખરીદી કરવા માટે આવેલી યુવતીને પણ ગોલ્ડના ભાવમાં વધારો જોતા તેને પોતાની ખરીદી અટકાવી દીધી છે.