સુરત : આગામી દિવસોમાં ગણેશ ઉત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે,ત્યારે ગણેશ ચતુર્થીના ઉત્સવના દસ દિવસો દરમિયાન શાંતિનું વાતાવરણ જળવાઈ રહે અને વિના વિઘ્ને વિઘ્નહર્તા દેવની ઉજવણી થાય તેમજ મુસ્લિમ સમાજના ઈદે મિલાદના તહેવારને લઈ ઓલપાડ પોલીસે કોમ્યુનિટી હોલમાં ઓલપાડ પીઆઈ વી. કે પટેલ તેમજ મામલતદાર લક્ષમણ ચૌધરીની ઉપસ્થિતમાં બેઠક યોજાઈ હતી. શાંતિ સમિતિ બેઠકમાં સુરત જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ભક્તિબેન પટેલ, ઓલપાડ તાલુકા પંચાયત માજી ઉપપ્રમુખ જશુબેન વસાવા તેમજ પંચાયત સભ્યો તેમજ ગામના ગણેશ આયોજકો, મુસ્લિમ આગેવાનો હાજર રહ્યાં હતાં.
આગામી દિવસો આવી રહેલા તહેવારોને લઈને બન્ને ધર્મના લોકો સાથે બેઠક યોજવામાં આવી હતી. ઓલપાડ તાલુકામાં શાંતિપૂર્ણ માહોલમાં તહેવારની ઉજવણી થાય તે માટે જણાવાયું હતું...વી. કે. પટેલ (પીઆઇ, ઓલપાડ પોલીસ મથક )
ગણેશ વિસર્જન વહેલું સંપન્ન કરવા અનુરોધ : આ બેઠકમાં ઓલપાડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી વિવિધ ગણેશ મંડળના આયોજકો હાજર રહ્યા હતા.આ બેઠકમાં ઓલપાડ પી.આઈ.વી કે પટેલે જણાવ્યું હતું કે, આ ઉત્સવ પ્રસંગે તાલુકામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને ભાઈચારો જળવાઈ રહે તે માટે એકબીજાને સાથસહકાર આપી શાંતિનું વાતાવરણ જાળવવા અપીલ કરી હતી. તેમણે ગણેશ મંડળના સભ્યો તેમજ ગણેશ આયોજકોને દસ દિવસ બાદ ગણેશ વિસર્જનનો ઉત્સવ પણ શાંતિપૂર્ણ માહોલમાં અને જેમ બને તેમ વહેલો સંપન્ન કરવા અનુરોધ કર્યો હતો.
આયોજકોએ પોલીસને ખાત્રી આપી : તેમણે ગણેશ મંડળના આયોજકોને તાલુકામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા અપીલ કરતા આયોજકોએ પોલીસને ખાત્રી આપી હતી. ઓલપાડ ગામના ઇન્ચાજ સરપંચ આનંદ કહારે જણાવ્યું હતું કે પોલીસ એ પ્રજાનો મિત્ર છે, આપણે જાહેરનામાનો ભંગ ન કરીયે. શાંતિપૂર્ણ માહોલમાં આપણે સાથે ભેગા મળી ઉજવણી કરીયે. ઓલપાડ -સાયણ અને કિમ નાગરિક બેંકના ચેરમેન, ઓલપાડ વેપારી મંડળ ઉપપ્રમુખ પરિમલ મોદીએ શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જન યાત્રા કાઢવા માટેની ગણેશોત્સવ આયોજકોને વિનંતી કરી હતી. વિસર્જન યાત્રા વખતે વાતાવરણને ડહોળવાનો પ્રયત્ન ન કરીએ. પોલીસ પ્રશાસનને સહકાર આપવા માટેનું આહવાન કયુ હતું.
ભાઇચારો જાળવવા અનુરોધ : આ શાંતિ સમિતિ બેઠકની અંદર ઓલપાડ ગામના પૂર્વ સરપંચ બાલુ કહાર સાયણ ફાંટાથી લઈ લાલવા તળાવ સુધી અને આંધી ગામથી લાલવા તળાવ સુધી રસ્તાને રીપેરીંગ કરવા માગણી કરી હતી. આમ કરવાથી વિસર્જન યાત્રામાં તકલીફ ન પડે અને ઉપસ્થિત અધિકારીને માર્ગ મકાન ખાતાને રજૂઆત કરવાને વિશે વાતચીત કરી હતી.ઓ લપાડ ભાજપ લઘુમતી મોરચા પ્રમુખ પરવેઝ મલેક હિંદુ મુસ્લિમ સમાજ આગેવાનો સાથે મળી તહેવાર ઉજવણી કરીયે અને આવો ભાઇચારો કાયમ જળવાઈ રહે તે માટે અનુરોધ કર્યો હતો.
- Ganesh Chaturthi 2023: ન્યૂઝ પેપર અને ટીસ્યુ પેપરથી બનેલી ગણેશજીની ઇકો ફ્રેન્ડલી પ્રતિમા બની આકર્ષણનું કેન્દ્ર
- Ganesh Chaturthi 2023 : કાશીના દ્રશ્યો સર્જાયા સુરતમાં, ગણતરીના કલાકો માટે લાખો રૂપિયાનો ખર્ચ, જાણો કેમ છે ખાસ
- Ganesh Utsav 2023 : ગણપતિની અવનવી ઈકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવી મહિલાઓ બની આત્મનિર્ભર