ETV Bharat / state

સુરતમાં BJP દ્વારા નિઃ શુલ્ક રેમડેસીવીર ઈન્જેક્શનનું વિતરણ કરાયું - President c. R. Patil

સમગ્ર રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યુ છે, ત્યારે સુરતની કોવિડ હોસ્પિટલમાં દાખલ દર્દીઓ માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા નિઃ શુલ્ક રેમડેસીવીર ઈન્જેક્શનનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. સવારથી જ ભાજપ કાર્યાલયની બહાર લોકોની લાંબી લાઈન જોવા મળી હતી. સમગ્ર રાજ્યમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે, જે કારણે કોરોનાની સારવારમાં વપરાતા રેમેડેસીવીર ઇન્જેક્શનની અછત સર્જાઇ છે, છ છ કલાક લાઇનમાં ઉભા રહેવા છતા લોકોને ઇન્જેક્શન મળતા નથી. જે વચ્ચે સી. આર. પાટીલે સુરત શહેરમાં ભાજપ 5,000 રેમડેસીવીર ઇન્જેક્શન મફત આપશે તેવી જાહેરાત કરી હતી. જે બાદ રાજકારણમાં ગરમાવો આવ્યો હતો. આ સાથે કોંગ્રેસ અને આપે પાટીલ અને ભાજપની આકરી ટીકા કરી અનેક આક્ષેપો કર્યા હતા.

સુરતમાં BJP દ્વારા નિઃ શુલ્ક રેમડેસીવીર ઈન્જેક્શનનું વિતરણ કરાયું

author img

By

Published : Apr 11, 2021, 4:38 PM IST

  • રેમડેસીવીર ઈન્જેક્શન સર્જાઇ રહી છે અચ્છત
  • સુરતની કોવિડ હોસ્પિટલ બહાર લોકોની લાંબી લાઇનો
  • ભારતીય જનતા પાર્ટી દ્વારા નિઃ શુલ્ક ઈન્જેક્શનનું વિતરણ

સુરતઃ હાલ રાજ્યમાં કોરોના સંક્રમણ વધવાને કારણે રેડમેસીવીર ઇન્જેક્શનની અછત સર્જાઇ છે. જે વચ્ચે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે 5,000 રેડમેસીવીર વિનામૂલ્યે આપવામાં આવશે તેવી જાહેરાત કરતા પાટીલે જણાવ્યું હતું કે, જે દર્દીઓને ઇન્જેક્શનોની જરૂરિયાત હોય તેમને ભારતીય જનતા પાર્ટીનો સંપર્ક કરી વિનામૂલ્યે ઇન્જેક્શન મેળવી શકશે. જે બાદ આ સમગ્ર વિવાદ સર્જાયો હતો.

રેમડેસીવીર ઈન્જેક્શનની સર્જાઇ રહી છે અછત

સુરત શહેરમાં સતત વધી રહેલા કોરોના પોઝિટિવ કેસ વચ્ચે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ નવી સિવિલ હોસ્પિટલ ખાતે કોવિડ હોસ્પિટલ પર પહોંચ્યા હતા. રેમડેસીવીર ઈન્જેક્શનની અછત વચ્ચે ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે જાહેરાત કરી. સુરતમાં ભાજપ 5,000 રેમડેસીવીર ઇન્જેક્શન વિનામૂલ્યે આપશે. જેને જરૂર હોય તેણે ભાજપનો સંપર્ક કરવાની કરી અપીલ કરી છે. સુરત શહેર અને જિલ્લાના તમામ કાર્યકર્તાઓ કોરોનાથી સંક્રમિત દર્દીઓની ચિંતા કરી અને મારી સમક્ષ રજૂઆત કરતાં આ ઇન્જેક્શનની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. રવિવારના રોજ 400 જેટલા ઇન્જેક્શન જરૂરિયાત મંદ લોકોને આપવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ લાઇસન્સ વિના રેમડેસીવીર રાખવા એ દવાઓનું બ્લેક માર્કેટિંગ, ગુનો નોંધાવો જોઈએ : કોંગ્રેસ ધારાસભ્ય

ધારાસભ્ય દર્શનાબેન જરદોશ જણાવ્યું

ધારાસભ્ય દર્શનાબેન જરદોશ દ્વારા ઇન્જેક્શન વૉર્ડ બાબતે જણાવવામાં આવ્યું કે , સુરત શહેર ભાજપ દ્વારા ભાજપ કાર્યાલય ખાતેથી જરૂરિયાત મંદ લોકોને નિઃ શુલ્ક ઇન્જેક્શન આપવામાં આવી રહ્યા છે, ત્યારે હાલની પરિસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા 1000 રેમડેસીવીર ઈન્જેકશન આપવામાં આવ્યા હતા.

ધારાસભ્ય હર્ષ સંઘવીએ રેમડેસીવીર ઇન્જેક્શન બાબતે જણાવ્યું

ધારાસભ્ય હર્ષ સંઘવીએ રેમડેસીવીર ઇન્જેક્શન બાબતે જણાવ્યું હતુ કે, ભારતીય જનતા પાર્ટી વાયદા પ્રમાણે લોકોને ઈન્જેક્શન પૂરા પાડી રહી છે. ઓછામાં ઓછી 700 જેટલા ઇન્જેક્શન લોકોને આપવામાં આવી છે અને બીજા ઇનેજક્શન આપવાનું કાર્ય હજી ચાલુ છે.જે લોકોને ઇજેક્શન મળ્યું નથી તે લોકોતો એમજ કહેવાના કે અમે પાંચ દિવસથી ઊભા છીએ બે દિવસથી ઊભા છીએ પણ આમાં
એક પણ વ્યક્તિને વચ્ચેથી લેવામાં આવ્યો નથી એટલે કે, જે લોકો લાઈનમાં ઊભા છે તે લોકોને નંબર હિસાબે ટોકન પ્રમાણે ઈન્જેક્શન આપવામાં આવી રહ્યા છે. માનવતાની દ્રષ્ટ્રિએ લોકો જે ખોટા પ્રશ્નો ઊભા કરે છે તેને તમે જવાબ આપી શકો છો કારણ કે, આજે એક ચેનલના પત્રકાર તરીકે નહીં પણ આપણે સૌ મળીને આ કાર્ય કરવું જોઈએ હું એક MLA તરીકે અહીં નથી ઉભો આપણે સૌ લોકો માનવતાની દ્રષ્ટિએ લોકોની સેવા કરવા માટે અહીં ઊભા છીએ.

સુરત ભાજપ તરફથી 5 હજાર રેમડેસીવીર ઇન્જેક્શનની વ્યવસ્થા કરાઇ

સુરત ભાજપ તરફથી 5 હજાર રેમડેસીવીર ઇન્જેક્શનની વ્યવસ્થા કરવામાં આવતા મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આ બાબતે પ્રતિક્રિયા આપી હતી. સી. આર. પાટીલે સુરત માટે 5 હજાર રેમડેસીવીર ઇન્જેક્શનની વ્યવસ્થા કરી હોવાના પ્રશ્નનો જવાબ આપતા મુખ્યપ્રધાને જણાવ્યું કે, સી.આર. પાટીલે સુરતની ચિંતા કરીને 5 હજાર રેમડેસીવીર ઇન્જેક્શનની વ્યવસ્થા કરી છે. આ વ્યવસ્થા તેમણે કેવી રીતે કરી..? આ પ્રશ્નનો ચોક્કસ જવાબ સી. આર. પાટીલ જ આપી શકશે. સરકાર તરફથી અલગ-અલગ વ્યવસ્થાઓ કરવામાં આવી છે.

નવસારી જિલ્લા ભાજપ દ્વારા બિલ્ડર ભરત સુખડીયાના આર્થિક સહયોગથી નવસારીના જરૂરિયાતમંદ કોરોના દર્દીઓને ભાજપ કાર્યાલય ખાતેથી 1000 રેમડેસીવીર ઇન્જેક્શન નિઃશુલ્ક મળી રહે એવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડીયાએ પોરબંદરમાં પત્રકાર પરિષદ યોજી ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ પર ગંભીર આક્ષેપ કર્યા હતા અને જણાવ્યું હતું કે રેમડેસીવીર ઇન્જેક્શન બાબતે ભાજપ રાજકારણ રમે છે, તેમણે ગેરકાયદેસર રીતે ઇન્જેક્શન મેળવી કાયદાનો ભંગ કર્યો છે. આથી આ માટે સી.આર પાટીલને ભાજપના પ્રમુખ પદેથી હટાવી તેમની ધરપકડ કરવી જોઇએ.

પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે. છેલ્લા ચાર દિવસથી સૌથી વધુ પોઝિટિવ દર્દીઓની સંખ્યા સરકારી ચોપડે નોંધાઈ છે. જ્યારે અનેક દર્દીઓ વિવિધ ખાનગી હોસ્પિટલોમાં સારવાર લઇ રહ્યા છે, ત્યારે પાટણ ખાતે ઉત્તર ગુજરાતનો રેમડેસીવીર ઇન્જેકશનનો ડેપો ફાળવવા પાટણના ધારાસભ્ય ડૉ. કિરીટ પટેલે માંગણી કરી છે. સરકારી કોવિડ હોસ્પિટલમાં પૂર્વી ઇન્જેક્શન અને ઓક્સિજન સપ્લાય પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે.

રાજકોટમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે ત્યારે આજે શુક્રવારે રાજકોટમાં CM વિજય રૂપાણી કલેક્ટર કચેરી ખાતે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં રાજકોટને આવતીકાલે શનીવારે RT-PCR ટેસ્ટ માટે વધુ એક મશીન મોકલવામાં આવશે તેમ જણાવ્યું હતુ.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.