સુરતઃ કેર યુનાઇટેડ પ્રાઈવેટ લીમીટેડ ટ્રાન્સપોર્ટના નામે ઓફીસ ખોલી વેપારીઓ પાસેથી કાપડના (Textile Traders in Surat) પાર્સલો મેળવી જે તે જગ્યા ન પહોચાડી અન્ય જગ્યા તે પાર્સલ વેચાણ કરી છેતરપિંડી(Fraud Case in Surat) કરતા બે લોકોની ધરપકડ કરાઈ છે. 57 વેપારીઓના સાથે છેતરપીંડી થઇ હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.
લાખો રૂપિયાની છેતરપિંડી
પોલીસ કમિશ્નર અજય કુમાર તોમરે ટેક્સટાઈલ એસોસિએશનના આગેવાનોની એક મીટીંગમાં જણાવ્યું હતું કે, કેર યુનાઇટેડ પ્રાઈવેટ લીમીટેડ ટ્રાન્સપોર્ટ કંપનીએ ઘણા વેપારીઓના પાર્સલ મેળવી જે તે જગ્યા ન મોકલી વેપારીઓ સાથે ઠગાઈ કરી છે. જે મામલે સુરત પોલીસ કમિશનરે સલાબતપુરા અને પુણા પીઆઈને તપાસ કરવાના આદેશ આપ્યા હતા. તપાસના અંતે આ મામલે સલાબતપુરા પોલીસ મથકમાં અને પુણા પોલીસ મથકમાં ગોડાદરા ખાતે રહેતા સંદીપ ગોપાલ શર્મા અને ડીંડોલી તળાવ પાસે રહેતા ચંદ્રકાંત ઉર્ફે બબલુ સિંઘ જગદીશ સિંહ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. જેમાં સલાબતપુરા પોલીસ મથકમાં 47 વેપારીઓ તેમજ પુણા પોલીસ મથકમાં 10 વેપારીઓ મળી કુલ 57 વેપારીઓના આશરે 35થી 40 લાખ રૂપિયાની છેતરપિંડી (Fraud with a Textile Trader in Surat) થઇ હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.
આ પણ વાંચોઃ GST Search Operation in Kanpur: અમદાવાદ GSTના અધિકારીઓનું કાનુપુરમાં સર્ચ ઓપરેશન, 150 કરોડ રોકડ જપ્ત
સુરત ટેક્સટાઈલને લઈને પ્રમુખ સીટી
સુરત પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે, સુરત ટેક્સટાઈલને લઈને પ્રમુખ સીટી છે. અને સમગ્ર દેશમાં સુરતમાંથી વેપાર કરવામાં આવે છે. જેનો કેટલાક લેભાગુ તત્વો ગેરફાયદો ઉઠાવી રહ્યા છે. વેપારીઓને પડતી તકલીફો અંગે મીટીંગ યોજવામાં આવી હતી. જેમાં ઘણા વેપારીઓની આ મામલે ફરિયાદ સામે આવી હતી. જેમાં કેર યુનાઇટેડ પ્રાઈવેટ લીમીટેડ ટ્રાન્સપોર્ટના નામે ઓફીસ ખોલી વેપારીઓ પાસેથી કાપડના પાર્સલો મેળવી જે તે જગ્યા ન પહોચાડી તેમજ તે પાર્સલ બરોબર વેચાણ કરી નાખી છેતરપીંડી કરતા હતા. તેની સામે ગુનો (Crime of Fraud in Surat) નોંધવામાં આવ્યો છે. આ ગુનામાં અન્ય કોણ કોણ શખ્સો સામેલ છે તે મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચોઃ Police Became Bootleggers: ગાંધીના ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂની હેરાફેરી, પોલીસ બન્યો બુટલેગર