સુરત: દીક્ષા દાનેશ્વરી સંયમ તીર્થ મહાવિદેહ ધામના આંગણે ભવ્ય પ્રવજ્યા પર્વોત્સવ ઉજવાયો હતો. જેમાં ચેન્નઈમાં કંપની સેક્રેટરી જેવા ઉચ્ચ પદ પર વિરાજમાન યુવતી સહિત ચાર મુમુક્ષુઓ સુખી સંસાર છોડીને મહાવીરના માર્ગે સમર્પિત બન્યા હતા.

ધામમાં દીક્ષા ગ્રહણ કર્યું: દીક્ષા નગરી સુરતમાં ચેન્નઈની કંપની સેક્રેટરી જેવા ઉચ્ચપદ પર નોકરી કરનાર 24 વર્ષીય મુમુક્ષુ ઇશિકા કુમારી અને તેમની સાથે અન્ય ત્રણ યુવાઓએ દીક્ષા લઈ સંયમનો માર્ગ અપનાવ્યો છે. ઇશિકા કુમારીને સ્વિમિંગના શોખનો ત્યાગ કરી આજે દીક્ષા ગ્રહણ કર્યું છે. મુમુક્ષુ ઇશિકા સાથે સુરતના અન્ય ત્રણ યુવાનોએ પણ દીક્ષા ગ્રહણ કરી છે. પ.પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય રશ્મિરત્નસૂરિશ્વરજી મહારાજાના હસ્તે તેઓ વેસુના મહાવિદેહ ધામમાં દીક્ષા ગ્રહણ કર્યું છે.

આ પણ વાંચો Surat Luxury Buses Issue: મુસાફરોનો કસ કાઢયા બાદ ફરીથી પ્રાયવેટ બસને પ્રવેશ
મોહમાયાનો ત્યાગ: સુરતનાં મુમુક્ષુ ઝિલકુમારી, મુમુક્ષુ અતીતકુમાર અને મુમુક્ષુ વૈભવકુમારની સાથે ચેન્નઈનાં કંપની સેક્રેટરી જેવા ઉચ્ચ પદાધિકારી મુમુક્ષુ ઈશિકાકુમારી મહાવિદેહ ધામમાં સંસારની મોહમાયાનો ત્યાગ કર્યું. દીક્ષા દાનેશ્વરી પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીગુણ રત્નસૂરિશ્વરજી મહારાજાના શિષ્ય શ્રમણી ગણનાયક, આજીવન ગુરૂગુણ ઉપાસક પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય રશ્મિરત્નસૂરિશ્વરજી મહારાજા પાસેથી તમામ મુમુક્ષુઓ દીક્ષા ગ્રહણ કર્યું.

ભવ્ય દીક્ષા સમારોહ: 100 થી વધુ સાધુ સાધ્વીની ભગવંતોની નિશ્રામાં મુમુક્ષુ અતીત, મુમુક્ષુ વૈભવ, મુમુક્ષુ ઇશિકા અને મુમુક્ષુ ઝીલએ હજારોની જનમેદની માં પ્રવજ્યા નો સ્વીકાર કર્યો હતો. આજથી મુમુક્ષોના નવા નામ ની વાત કરવામાં આવે તો મુમુક્ષુ અતીત હવે મુની શ્રી આત્મસારરત્ન વિ., મુમુક્ષુ વૈભવ મુનિ શ્રી ઉપયોગરત્ન વિ., મુકશો ઇશિકા કુમારી સા. શ્રી વીરમ રેખાશ્રીજી, જ્યારે મુમુક્ષુ જીલ સાધ્વીજી શ્રી જ્ઞાની રેખાશ્રીજી તરીકે હવે પૂજનીય બનશે. ભવ્ય દીક્ષા સમારોહમાં હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
સંસારિક મોહ ત્યજીને સંયમના માર્ગે: મુમુક્ષુ ઈશિકાકુમારી સાથે 24 વર્ષીય મુમુક્ષુ અતીત, 24 વર્ષીય મુમુક્ષુ વૈભવ અને 15 વર્ષીય મુમુક્ષુ ઝિલ સંયમના માર્ગે પ્રસ્થાન કર્યું. ઈશિકા સિવાય આ ત્રણેય યુવાનો સુરતના રહેવાસી છે. જો એ સમગ્ર સંસારિક મોહ ત્યજીને સંયમના માર્ગે પ્રસ્થાન કરવાનું નિર્ણય લીધો હતો. સવારે 7 વાગ્યે મુમુક્ષુ રત્નોના મંડપ પ્રવેશ બાદ દીક્ષા પ્રદાન વિધિ પ્રારંભ થયું. ઉલ્લેખનીય છે કે, આ 4 મુમુક્ષુઓનો ભવ્યવર્ષીદાન વરઘોડો 21 ફેબ્રુઆરીએ નીકળ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત પણ રહ્યા હતા.