- બીજા વર્ષે ભગવાન જગન્નાથની Rath Yatra મંદિર પરિસરમાં જ નીકળી
- સવારથી જ ભક્તોનો ઘસારો Iskcon Mandir ખાતે જોવા મળ્યો
- મંદિર 8:45 સુધી દર્શનાથે શરુ રાખવામાં આવ્યું
સુરત : અષાઢી બીજ એટલે હરિભક્તો માટે સૌથી મહત્ત્વનો દિવસ છે. જેની રાહ એક વર્ષ સુધી હરિભક્તો જોતા હોય છે. પરંતુ સુરતમાં આ વખતે ભગવાન જગન્નાથ (Loard Jagannath)ની રથયાત્રા (Rath Yatra) પોલીસના કડક નિયમોના કારણે નીકળી શકી નથી. કોરોના સમયમાં ગયા વર્ષે પણ આ રથયાત્રા મોકૂફ રાખવામાં આવી હતી. આ વર્ષે કોરોનાની કડક ગાઇડ લાઇનને કારણે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી પણ માત્ર મંદિરના પરિસરમાં જ તમામ રથને ફેરવવામાં આવ્યા હતા.
સુરતમાં છ અલગ-અલગ સ્થળેથી રથયાત્રાઓ નીકળે
સુરતમાં દર વર્ષે અષાઢી બીજના દિવસે છ રથયાત્રા (Rath Yatra)ઓ અલગ-અલગ સ્થળેથી નીકળે છે. સુરતમાં છ સ્થળમાં ઇસ્કોન મંદિર (Iskcon Mandir), વરાછા ઇસ્કોન, અમરોલીના લંકાવિજય મંદિર, સચિન જગન્નાથ મંદિર, પાંડેસરાના જગન્નાથ અને મહિધરપુરાના ગોળીયા બાવા મંદિરની રથયાત્રા છેલ્લા કેટલાક વર્ષોથી કાઢવામાં આવે છે. જેમાં લાખોની સંખ્યામાં ભક્તો ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં જોડાય છે. પરંતુ કોરોનાના કારણે બીજા વર્ષે પણ ભગવાનની રથયાત્રા નગરચર્ચા માટે નીકળી શકી નથી.
રથયાત્રામાં રથ ખેંચવા માટે ફક્ત 60 વ્યક્તિઓને જ પરવાનગી અપાઇ
પોલીસની કડક ગાઈડલાઈનને પગલે આ વર્ષે પણ મંદિરના પરિસરમાં જ રથયાત્રા (Rath Yatra) કાઢવાનો આયોજકોએ નિર્ણય લીધો છે. ભાવિ ભક્તો સાથે મંદિર ટ્રસ્ટ દ્વારા પોલીસ પાસે 200 લોકોની પરવાનગી માંગવામાં આવી હતી. રથ ખેંચવા માટે 100થી વધુ લોકોની જરૂરિયાત હોય છે. પરંતુ પોલીસ દ્વારા જેમાં રથયાત્રામાં રથ ખેંચવા માટે ફક્ત 60 વ્યક્તિઓને પરવાનગી આપવામાં આવી હતી.
વેક્સિનેશન થયું હોય તેવા 200 લોકોની લિસ્ટ અપાઇ
ઇસ્કોન મંદિર (Iskcon Mandir) ટ્રસ્ટ દ્વારા વેક્સિનેશન થઈ ગયું હોવાથી એવા 200 લોકોની લિસ્ટ આપવામાં આવી હતી. તેમ છતાં RTPCR ટેસ્ટ ફરજીયાત રાખવામાં આવ્યો હતો. જોકે, રથયાત્રાના આયોજકોને તે મંજૂર ન હોવાથી આખરે મંદિર પરિસરમાં જ રથયાત્રા કાઢવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
જગન્નાથજીના દર્શન કરવા માટે ભાવિ ભક્તો મંદિર આવી પહોંચ્યા
ભગવાન જગન્નાથજીના દર્શન કરવા માટે ભાવિ ભક્તો મંદિર આવી પહોંચ્યા હતા. મંદિરમાં મર્યાદિત સંખ્યામાં ભક્તો પરિસર રથયાત્રામાં જોડાયા હતા. વિધિવત પૂજા અર્ચના પછી ભગવાનની રથયાત્રા પરિસરમાં કાઢવામાં આવી હતી. જે હરિભક્તો ઘરે છે તેમની માટે લાઈવ પ્રસારણનું આયોજન કરાયું હતું. મંદિરમાં પણ પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. મંદિર પરિસરમાં કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરીને ભક્તો દર્શન કરી શકે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે.
ગત વર્ષે કોરોનાના કારણેે રથયાત્રા મંદિર પરિસરમાં ફેરવાઇ
અષાઢી બીજના રોજ સુરતમાં ભવ્ય રથયાત્રા નીકળે છે. લાખો લોકો આ રથયાત્રા (Rath Yatra)માં જોડાયા છે અને સમગ્ર સુરત જય જગન્નાથના નાદ સાથે ગુંજી ઉઠે છે. પરંતુ ગત વર્ષે કોરોનાની મહામારીને લઈને રથયાત્રા મંદિર પરિસરમાં જ ફેરવવામાં આવી હતી. આ દરમિયાન આ વર્ષે એટલે કે, વર્ષ 2021માં તમામ તૈયારીઓ પણ ઇસ્કોન મંદિર (Iskcon Mandir) દ્વારા કરી દેવામાં આવી હતી. પરંતુ કડક નિયંત્રણોને કારણે મંદિર દ્વારા રથયાત્રા મોકૂફ રાખવામાં આવી હતી.
ઇસ્કોન મંદિર દ્વારા રથયાત્રા મંદિર પરિસરમાં જ કઢાઇ
આ વર્ષે સુરતમાં ઇસ્કોન મંદિર દ્વારા રથયાત્રા મંદિર પરિસરમાં જ કાઢવામાં આવી રહી છે. સવારથી જ ભક્તો ઇસ્કોન મંદિર ખાતે પહોંચી રહ્યા છે. રથયાત્રાને લઈને ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઇસ્કોન મંદિરમાં ભગવાન જગન્નાથ (Loard Jagannath), બહેન સુભદ્રા અને ભાઈ બલરામનો રથ મંદિર પરિસરમાં ફેરવવામાં આવી રહ્યો છે.
મંદિરમાં ભક્તોનું વહેલી સવારથી ઘોડાપુર ઉમટી પડ્યું
રથયાત્રાને લઈને ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બીજી તરફ મંદિરમાં ભક્તોનું વહેલી સવારથી ઘોડાપુર ઉમટી પડ્યું છે. મંદિર પરિસર જય જગન્નાથના નાદ સાથે ગુંજી ઉઠ્યું છે. મંદિરમાં ભક્તોની ભીડ જોતા અહીં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો.
પ્રસાદી સ્વરૂપે 150 કિલો જેટલી લાપસી મંદિર દ્વારા બનાવાઇ
ઇસ્કોન મંદિર દ્વારા રથયાત્રાના દર્શન તમામ લોકો કરી શકે અને ભીડ વધુ ન થાય તેના માટે સમયાંતરે લોકોને અંદર પ્રવેશીને રથયાત્રા રાતે 8:45 સુધી મંદિર પરિસરમાં ફેરવવાનું આયોજન કર્યું છે. જેથી કરીને તમામ ભક્તો કે જે ઈસ્કોન મંદિર ખાતે પહોંચી રહ્યા છે. તે તમામને દર્શનનો લાભ મળે. આવનારા તમામ ભક્તોને પ્રસાદી સ્વરૂપે 150 કિલો જેટલી લાપસી મંદિર દ્વારા બનાવવામાં આવી હતી.
મંદિર 8:45 સુધી દર્શનાથે શરૂ રાખવામાં આવ્યું
ઇસ્કોન મંદિર (Iskcon Mandir)ના સરોજ પ્રભુએ જણાવ્યું હતુ કે, રથયાત્રા (Rath Yatra) મંદિર પરિસરમાં ફેરવામાં આવી રહી છે. ભક્તોને અપીલ છે કે, તેઓ અહીં દર્શેને આવે પરંતુ માસ્ક અને સોશિયલ ડિસટન્સનું પાલન અવશ્ય કરે. અહીં જે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે તેમાં સહયોગ આપે. તેમજ દરેક ભક્ત દર્શન કરી શકે તે માટે મંદિર 8:45 સુધી દર્શનાથે શરૂ રાખવામાં આવ્યું છે.
આ પણ વાંચો -
- સરકારના નિયમ પ્રમાણે ફક્ત 2 જ ગાડીઓ રથયાત્રામાં જોડેશે
- jagannath rath yatra 2021 : ગૃહપ્રધાન અમિત શાહે કરી ભગવાન જગન્નાથની મંગળા આરતી
- આજે અષાઢી બીજ, શું છે રથયાત્રાનુ મહત્વ
- ભગવાન જગન્નાથની144 મી રથયાત્રા, કોટ વિસ્તરમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
- અમદાવાદમાં જગન્નાથ રથયાત્રા પહેલા મેઘો થયો મહેરબાન
- Patan Jagannath Rathyatra: ભગવાન જગન્નાથનો મહાઅભિષેક કરવામાં આવ્યો