ETV Bharat / state

જાપાનની ટેક્નોલોજી દ્વારા ગુજરાતમાં સૌ પ્રથમ તમામ પ્રકારના એલર્જી ટેસ્ટ થશે - Allergy test

સુરતમાં HCL લેબોરેટરીઝ દ્વારા જાપાનની ટેક્નોલોજી દ્વારા ગુજરાતમાં સૌ પ્રથમ એલર્જી ટેસ્ટ(first allergy test in Gujarat) શરૂ કર્યા છે. તમામ પ્રકારની એલર્જીની યોગ્ય તપાસ થાય તે મુદ્દે લેબોરેટરી ટેસ્ટની શરૂઆત કરવામાં આવી છે. ગુજરાતમાં ખાસ કરીને સુરતમાં આ એક માત્ર લેબોરેટરીઝ છે જે તમામ પ્રકારની એલર્જી ટેસ્ટ કરી શકે છે.

જાપાનની ટેક્નોલોજી દ્વારા ગુજરાતમાં સૌ પ્રથમ  તમામ પ્રકારના એલર્જી ટેસ્ટ થશે

author img

By

Published : May 21, 2022, 3:16 PM IST

સુરતઃ દાયકાઓથી જીવનશૈલીમાં સતત બદલાવ આવી રહ્યો છે. હેલ્થ પ્રત્યે લોકોમાં જાગૃતિ વધી રહી છે જેના પરિણામે અત્યારે થઇ રહેલા રોગોમાં સૌથી મહત્વનો મુદ્દો એલર્જીનો છે. દેશભરમાં સરેરાશ 10-25 ટકાથી વધુ લોકો અલગ-અલગ પ્રકારની એલર્જીથી પીડાઈ રહ્યા છે. આવા સમયે એલર્જીની યોગ્ય તપાસ થાય અને તેનું સચોટ નિદાન કરવામાં આવે તો તેને કાયમી માટે ઉપચાર લાવી શકાય છે. આ મુદ્દે HCL દ્વારા જાપાનની ટેક્નોલોજીની મદદથી સૌ પ્રથમ તમામ પ્રકારની એલર્જીની યોગ્ય તપાસ થાય તે મુદ્દે લેબોરેટરી ટેસ્ટની (Healthcare Reference Laboratories )શરૂઆત કરવામાં આવી છે. ગુજરાતમાં ખાસ કરીને સુરતમાં આ એક માત્ર લેબોરેટરીઝ છે જે તમામ પ્રકારની એલર્જી ટેસ્ટ કરી શકે છે.

એલર્જી ટેસ્ટ થશે

આ પણ વાંચોઃ દેશમાં વેક્સિનથી પ્રથમ મોત - વેક્સિન લીધા બાદ એનાફિલેક્સિસ એલર્જી થતા નિપજ્યું હતું મોત

લગભગ 300 વિવિધ એન્ટિજેન સામે સ્પેસિફિક એન્ટિબોડીઝ એલર્જી - હેલ્થ કેર લેબોરેટરી (HCL) અને ડોક્ટર મોદી એલર્જી અને ચેસ્ટ ક્લિનિક લોન્ચ કરી રહ્યાં છે. એક અત્યાધુનિક માઇક્રોએરે આધારિત મલ્ટીપ્લેક્સ એલર્જી ટેસ્ટ જે અત્યંત સેન્સિટિવ એલર્જીની ટેસ્ટ છે. જાપાન સ્થિત તોષો કંપની દ્વારા એલર્જી એક્સપ્લોર-2 એ ઈન વિટ્રો મલ્ટિપ્લેક્સ એલર્જી ટેસ્ટ છે જે કુલ IGE( ટોટલ IGE) અને લગભગ 300 વિવિધ એન્ટિજેન સામે સ્પેસિફિક એન્ટિબોડીઝ એલર્જીને શોધી, દર્દીના બ્લડના સેમ્પલમાંથી એક જ રનમાં રિપોર્ટ આપે છે.

એલર્જીનું સચોટ નિદાન શક્ય બનશે - દેશભરમાં જાપાનની ટેકનોલોજી ધરાવતી એલર્જી ટેસ્ટીંગમાં(Types of allergies) માત્ર 10 જ મશીનરી છે જેમાં ગુજરાતમાં પ્રથમ વખત સુરત ખાતે ટેસ્ટ થઇ શકશે. એચસીએલ દ્વારા આગામી સમયમાં નવસારી, બારડોલી, વ્યારા, ઓલપાડ તથા અંકલેશ્વરના વિસ્તારોને પણ આવરી લેવાશે તેવું ડો.મોદીએ જણાવ્યું હતું. વધુમાં તેઓએ ઉમેર્યું કે સમગ્ર ગુજરાતમાં ઓનલાઇન માધ્યમ દ્વારા પણ ટેસ્ટીંગ શક્ય બનશે. એચસીએલ અને ડો.મોદી એલર્જી એન્ડ ચેસ્ટ ક્લિનિક દ્વારા ગુજરાતના કોઇ પણ ખુણામાં ઘર બેઠા ટેસ્ટ ઉપરાંત ઓનલાઇન કન્સલટેશન શક્ય બનશે અને કોઈપણ પ્રકારની એલર્જીનું સચોટ નિદાન શક્ય બનશે.

આ પણ વાંચોઃ અમદાવાદની 2 મહિલાઓએ સન શાઈન પ્રમાણે સાબુ તૈયાર કર્યા

એલર્જીના પ્રકાર - સામાન્ય રીતે મુખ્ય ચાર પ્રકારની એલર્જી જોવા મળે છે. નાકની એલર્જીમાં શરદી, ઉધરસ રહે, ફેફસાની એલર્જીમાં કફ, ખાંસી, છાતીનો દુખાવો, ચામડીની એલર્જી જેમાં ખંજવાળ, ફોલ્લા થવા, પેટની એલર્જીમાં ગેસ, અપચો થવો. આ ઉપરાંત આંખ, ખોરાક, દવા, કેમિકલ્સ, અને ઘરેણાની પણ એલર્જી થઇ શકે છે. એલર્જી થવાનું કારણ ધૂળ, પરાગરજ, ફૂગ, પાળેલા પ્રાણી, ખોરાક-ફાસ્ટફૂડ, પ્રદૂષણ, સ્ટ્રેસ, અપૂરતી ઉંઘ અને વારસાગત કારણો જવાબદાર છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.