ETV Bharat / state

સુરતમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ પાસે પ્લાસ્ટિકની દુકાનમાં લાગી આગ

પાલનપુર પાટિયા ખાતે ગુજરાત હાઉસિંગ બોર્ડ પાસે આવેલી એક પ્લાસ્ટિકની દુકાનમાં અચાનક આગ લાગી હતી. આ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બીજી તરફ બનાવની જાણ થતા ફાયર કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તાત્કાલિક આગ પર કાબુ મેળવી લીધો હતો.

author img

By

Published : Mar 17, 2020, 11:07 AM IST

Updated : Mar 17, 2020, 11:30 AM IST

Fire at plastic shop near Gujarat Housing Board
સુરતમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ પાસે પ્લાસ્ટિકની દુકાનમાં આગ

સુરત : પાલનપુર પાટિયા ખાતે આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડ પાસે રહેતા પ્રકાશભાઈ પી.માળી પોતાના ઘર પાસે રાજસ્થાન પ્લાસ્ટીક સેલ નામની દુકાન ધરાવે છે. તેઓની દુકાનમાં અચાનક આગ લાગી હતી. આગ લાગવાથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

પ્લાસ્ટિકના કારણે ફાયર વિભાગને આગ પર કાબુ મેળવવા ભારે જહેમત ઉઠાવવી પડી

આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા દુકાનમાં રહેલો તમામ સમાન બળીને ખાખ થઈ ગયો હતો. જોકે, આગ ક્યાં કારણોસર લાગી હતી. તે જાણી શકાયું ન હતું, પરંતુ બનાવની જાણ ફાયર વિભાગને થતા ફાયરનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આગ પર પાણીનો મારો ચલાવી કાબુ મેળવી લીધો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી, પરંતુ પ્લાસ્ટિકના કારણે ફાયર વિભાગને આગ પર કાબુ મેળવવા ભારે જહેમત ઉઠાવવી પડી હતી.

Last Updated : Mar 17, 2020, 11:30 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.