આગામી 3 થી 4 દિવસ દરમિયાન સુરત ભરૂચ સહિતના જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડી શકે છે. તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જો સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ફરી કમોસમી વરસાદ પડે તો ડાંગર, શેરડી સહિત શાકભાજીના પાકને મોટુ નુકસાન થાય તેવી ભીતિ સેવાઇ રહી છે.
આ અંગે દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ જયેશ ડેલાદે જણાવ્યું છે કે, અગાઉ કમોસમી વરસાદના કારણે ડાંગરના પાકને મોટું નુકસાન થયું છે, એટલું નહીં પરંતુ, શેરડીના ઊભા પાકને પણ નુકસાન થતાં સુગર મિલો મૂંઝવણમાં મુકાયા છે. બીજી તરફ જે પ્રમાણે આગાહી કરવામાં આવી છે. તેના પગલે સુગર મિલોમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. જો કમોસમી વરસાદ પડે તો ખેડૂત અને સુગર મિલોને થઈ શકે તેવી ભીતિ છે.