ETV Bharat / state

ખાતરમાં થયેલા ભાવ વધારાથી ખેડૂતોમાં રોષ - gujarat news

ખાતરના ભાવમાં કરવામાં આવેલા જંગી વધારાને કારણે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. ઇફકો દ્વારા જારી કરાયેલા નવા ભાવ મુજબ રાસાયણિક ખાતરોમાં 300થી 700 રૂપિયાનો ભાવ વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. શેરડીના પોષણક્ષમ ભાવ નહીં મળતા પહેલાથી જ ખેડૂતો નારાજ હતા.

ખાતરમાં થયેલા ભાવ વધારાથી ખેડૂતોમાં રોષ
ખાતરમાં થયેલા ભાવ વધારાથી ખેડૂતોમાં રોષ
author img

By

Published : Apr 8, 2021, 5:14 PM IST

  • એક બોરી પર 300થી 700 રૂપિયાનો ભાવ વધારો
  • પોષણક્ષમ ભાવ નહીં મળતા ખેડૂતો પહેલાથી જ નારાજ હતા
  • ઇફકો દ્વારા કરવામાં આવ્યો ભાવ વધારો

સુરત: શેરડીના ઓછા ભાવથી નારાજ દક્ષિણ ગુજરાતના ખેડૂતોને સરકારે વધુ એક ઝટકો આપ્યો છે. ઇફકો દ્વારા રાસાયણિક ખાતરના ભાવમાં જંગી વધારો કરવામાં આવતા ખેડૂતોની હાલત કફોડી બની છે. DAP ખાતરના ભાવમાં 700 રૂપિયાનો વધારો ઝીંકી દેવાયો છે. આ ઉપરાંત અન્ય ખાતરના ભાવો પણ વધતા ખેડૂત પુત્રોમાં નારાજગી જોવા મળી રહી છે.

ઇફકો દ્વારા કરવામાં આવ્યો ભાવ વધારો
ઇફકો દ્વારા કરવામાં આવ્યો ભાવ વધારો

આ પણ વાંચોઃ નવસારીના હાંસાપોરની આત્મનિર્ભર મહિલાઓ: બચતા સમયમાં વર્મીકંપોસ્ટ ખાતર બનાવીને વર્ષે દોઢ લાખ સુધીની આવક

ખેડૂતોની આવક બમણી કરવાની વાત પોકળ

સરકાર દ્વારા 2022માં ખેડૂતોની આવક બમણી કરવાના બણગાં ફૂંકવામાં આવી રહ્યા છે. જેની સામે વાસ્તવિક સ્થિતિ કંઈક જુદી જ જોવા મળી રહી છે. તાજેતરમાં દક્ષિણ ગુજરાતની સુગર મિલો દ્વારા જાહેર કરવામાં આવેલા શેરડીના ટનદીઠ ભાવ વર્ષ 2012-13ની સિઝન કરતા પણ 200થી 300 રૂપિયા ઓછો જાહેર કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત છેલ્લા પાંચ વર્ષના ભાવની સરખામણીએ ખૂબ ઓછા ભાવ મળતા ખેડૂતોની આવક બમણી કરવાની વાત પોકળ સાબિત થઈ હતી.

એક બોરી પર 300થી 700 રૂપિયાનો ભાવ વધારો
એક બોરી પર 300થી 700 રૂપિયાનો ભાવ વધારો

ખેડૂતોની હાલત કફોડી બની

પાકના પોષણક્ષમ ભાવ નહીં આપી શકનાર સરકારે ખેડૂતોને વધુ એક ઝટકો આપ્યો છે. ઇફકો દ્વારા રાસાયણિક ખાતરના ભાવમાં જંગી વધારો ઝીંકવામાં આવતા ખેડૂતોની હાલત કફોડી થઈ ગઈ છે.

DAPમાં સૌથી વધુ 700 રૂપિયાનો વધારો

DAP ખાતરના ભાવો જે અગાઉ 1200 રૂપિયા હતા તે વધારીને સીધા 1900 રૂપિયા કરી દેવામાં આવ્યા છે. NPK ખાતરના ભાવોમાં પણ જૂના ભાવમાં 615 રૂપિયાનો વધારો કરતાં 1775થી 1800 કરવામાં આવ્યા છે.

ખેડૂતોની હાલત કફોડી બની

આ પણ વાંચોઃ જૂનાગઢમાં ખાતર-બિયારણમાં સરેરાશ 30 ટકાના ભાવ વધારાનો વિરોધ

ભાવ વધારાથી ખેડૂતોમાં નારાજગી

ઈફકોના કરવામાં આવેલા ભાવ વધારા સામે ખેડૂત સંગઠનો તેમજ ખેડૂતોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. DAP, ASP અને NPK ખાતરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. DAP ખાતરના ભાવમાં 700 રૂપિયા તથા ASP ખાતરના ભાવમાં 375 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જ્યારે NPK ખાતરના ભાવમાં 615 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

આ મુજબ થયો ભાવ વધારો

પહેલા DAP ખાતરનો ભાવ 1200 રૂપિયા હતો જે હવે વધીને 1900 રૂપિયા થઈ ગયો છે. તો ASP ખાતર 975ની જગ્યાએ 1350માં મળશે. NKPમાં 1185ની જગ્યાએ 1800 રૂપિયા થયા છે.

ખેડૂતો આંદોલનના મૂડમાં

બારડોલી નગર ખેડૂત સમાજના મંત્રી મુકેશ પટેલે જણાવ્યું હતું કે, એક તરફ શેરડીના ભાવો ઓછા મળ્યા છે તો બીજી તરફ મજૂરી, ડીઝલ, બિયારણ અને હવે રાસાયણિક ખાતરના ભાવમાં થઈ રહેલા ભાવ વધારાએ ખેડૂતોની કમર તોડી નાખી છે. જો ભાવ વધારો નહીં ખેંચાય તો ખેડૂત સમાજ આંદોલન કરશે તેવી પણ ચીમકી તેમણે ઉચ્ચારી હતી. આવું જ ચાલતું રહેશે તો ખેડૂત પાયમાલ થઈ જશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.