ETV Bharat / state

Surat News: સુરતમાં ડોકટર ફરજ ન હોવાથી પત્નીએ દર્દીને ઇન્જેક્શન મારી દેતા થયું મોત, પરિવારમાં રોષની લાગણી

સુરતમાં આધેડનું મોત થયું હતું. જેમાં પરિવારએ તબીબી બેદરકારીને કારણે મોત થવાનો આક્ષેપ કર્યો છે. કારણે કે આધેડ જયારે સારવાર લેવા ગયા હતા તે સમયે ડોક્ટર હાજર ન હતા. પરંતુ તેમની પત્ની હાજર હતી. તો તેણે આધેડને સાત થી આઠ ઇન્જેક્શન મારી દીધા હતા. જે બાદ આધેડની હાલત વધારે ખરાબ થઇ હતી. જે બાદ તેને બીજી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાતા ત્યાં ડૉક્ટરએ તેમને મૃત જાહેર કર્યો હતો.

સુરતમાં આધેડનું મોતથી પરિવારે તબીબી બેદરકારીને કારણે મોત થવાનો આક્ષેપ કર્યો છે.

author img

By

Published : Apr 13, 2023, 3:56 PM IST

સુરત: નહીં મામા કરતાં કાણો મામો સારો આ કહેવત બધે લાગું ના કરી શકાય. જો ખોટી જગ્યા પર અમલ કરી દો તો ભારે ભડી જાય છે. કારણે કે સુરતમાં એક ધટના સામે આવી છે. જેમાં આ કહેવતને ઉંધી લઇ લીધી હોય તેવું જોવા મળે છે. ડૉક્ટર હાજર ના હતા તો તેની પત્નીએ દર્દીને આપ્યા સાત થી આઠ ઇન્જેક્શન. જેના કારણે દર્દી સાજો થવાને બદલે વધારે બિમાર પડી ગયો હતો. જે બાદ મને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે નવી સિવિલ હોસ્પિટલમાં લાવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટરે તેમને જોઈ તપાસે મૃત જાહેર કર્યો હતો.

તબીબી બેદરકારીને કારણે મોત: શહેરના ઉધના વિસ્તારમાં આવેલ રોડ નંબર -4 ઉપર રહેતા 45 વર્ષીય ભટુભાઈ નીબાભાઈ પાટીલ જેઓ ઓટોરીક્ષા ચલાવી તેમના પરિવારનો ગુજરાન ચલાવતા હતા.જેઓને ગત તારીખ 10મીના રોજ અચાનક જ છાતીમાં દુખાવો થતાં તેમને તેમના ઘર નજીક આવેલ ખાનગી ક્લીનીકમાં બતાવ્યું હતું. ત્યાં ભટુભાઈને ડૉક્ટર યાદવે સારવાર આપી રજા આપી હતી. પરંતુ તેમના તબિયતમાં સુધાર ન આવતા તેઓ ફરી પાછી તેજ ખાનગી ક્લિનિકમાં બતાવા માટે ગયા હતા.જ્યાં ડૉક્ટર તો ન હતા પરંતુ તેમની જગ્યા ઉપર ડોક્ટરની પત્ની હતી. જેઓ ભટુભાઈને એક સાથે સાત થી આઠ ઇન્જેક્શન મૂકી દીધા હતા.ત્યારબાદ ભટુભાઈ ઘરે આવતા જ અચાનક તેમને ચક્કર આવતા તેઓ ઢળી પડ્યા હતા.જેથી તેમને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે નવી સિવિલ હોસ્પિટલમાં લાવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટરે તેમને જોઈ તપાસે મૃત જાહેર કર્યો હતો.

આ પણ વાંચો Surat School News : શાળાએ એલસી આપી દેતા દીકરીઓ ચોધાર આંસુએ રડી, ગાંધીનગરમાં પડ્યા પડઘા

બેદરકારીનો આક્ષેપ: આ બાબતે નવી સિવિલ હોસ્પિટલના ટ્રોમાં સેંટરના ફરજ પરના ડૉક્ટર પ્રિયંકાએ જણાવ્યુંકે, આ પેસન્ટને 11 બપોરે 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. જોકે તેમનું હોસ્પિટલ આવતા પેહલા જ ડેથ થઇ ગયું હતું. આ બાબતે મેં તેમના પરિવારને પૂછ્યુંકે, શું થયું હતું તે તેઓએ સમગ્ર બાબતે મને કહી હતી. તેઓ પોતે જ જે તે ખાનગી ક્લીનીકના ડોક્ટર ઉપર બેદરકારીનો આક્ષેપ કર્યો હતો. તે ડૉક્ટર દંપતીના ડીગ્રીને લઈને પણ શંકા વ્યક્ત કરી હતી. તો મોતનું સાચું કારણ જાણવા માટે મૃતક ભટુભાઈની બોડીને પોસ્ટમોર્ટમ રૂમમાં મોકલી આપ્યો હતો. ત્યારબાદ પોલીસને જાણ કરી હતી. જરૂરી સારવાર નઈ આપી જેને કારણે તેમનું મોત નીપજ્યું છે.

મોતનું કારણ: આ બાબતે ઉધના પોલીસ સ્ટેશનના પોલીસ કોસ્ટેબલ જેઠાભાઈ મકવાણાએ જણાવ્યુંકે, આ મામલે અમને નવી સિવિલ પોલીસ ચોકી દ્વારા જાણ કરવામાં આવી હતી. આ ઘટનામાં મૃતક ભટુભાઈ જેઓ 45 વર્ષના હતા.જેઓ ઓટોરીક્ષા ચાલવી પરિવારનું ગુજરાન ચલાવતા હતા.જેઓ ઉધના રોડ નંબર 4 ઉપર આવેલ ખજાનચી પાસે રહે છે. તેમના બે પુત્ર અને તેમની પત્ની છે. તેઓને 10મી તારીખે બપોરના સમય દરમિયાન અચાનક છાતીમાં દુખાવો થતા તેઓ તેમના ઘરની નજીક ખાનગી ક્લિનિકમાં ગયા હતા. જ્યાં તેઓ સારવાર લઈને ઘરે આવ્યા હતા.

ક્લિનિકમાં બતાવા ગયા: તેમની તબિયતમાં સુધારો નઈ આવતા તેઓ 11 તારીખે ફરી પાછી તેજ ખાનગી ક્લિનિકમાં બતાવા માટે ગયા હતા.ત્યાં ડૉક્ટરની જગ્યા ઉપર તેમની પત્ની હતી. તો તેમણે ભટુભાઈને સાત થી આઠ ઈન્જેકશન આપી દવાઓ આપી ઘરે મોકલી આપ્યા હતા. પરંતુ તેઓ ઘરે આવતા જ તેમને ચક્કર આવી તેઓ જમીન ઉપર ઢળી પડ્યા હતા. ત્યારબાદ તેઓને નવી સિવિલ હોસ્પિટલ લઈને આવામાં આવ્યો હતો. પરંતુ અહીં ફરજ પરના ડોક્ટરે તેમને જોઈએ તપાસી મૃત જાહેર કર્યો હતો. ત્યારબાદમૃતકના પરિવારે ખાનગી ક્લિનિકના ડૉક્ટર યાદવ દંપતી જેઓ એ જરૂરી સારવાર નઈ આપી હતી. જેને કારણે તેમનું મોત નીપજ્યું છે તેવો આક્ષેપ કર્યો હતો.

આ પણ વાંચો Surat Hospital News : સુરતમાં નવી સિવિલ હોસ્પિટલના બાથરૂમમાં સ્લેપના પોપડા પડવાથી મચી ભાગદોડ

મૃતકના હૃદયમાં બ્લોક: ડૉક્ટર દંપતી વિરુદ્ધ બેદરકારીની ફરિયાદ પણ નોંધાવી છે. પણ હાલ આ મામલે ડોક્ટરે જણાવ્યું છે કે મૃતકના હૃદયમાં બ્લોક મળ્યા હતા. હ્રદયની ધમની સાંકડી થઈ ગઈ હતી. હૃદયને બ્લડનો પુરવઠો નહીં મળતા મોત થયું હોવાનો પ્રાથમિક રિપોર્ટ આપવામાં આવ્યા છે.જોકે, વિસેરાના સેમ્પલ લઈ તપાસ માટે મોકલાયા છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ મોતનું ચોક્કસ કારણ જાણી શકાશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.