ETV Bharat / state

મતદાન જાગૃતિનો સંદેશો આપવા ટ્રેનનું સુરતમાં ભવ્ય સ્વાગત કરાયું - Loksabha Election

સુરત: ચૂંટણી પંચે મતદાન જાગૃત્તિ માટે ખાસ તૈયાર કરાયેલી હાવરા એક્સપ્રેસ ટ્રેનનું સુરત રેલ્વે સ્ટેશન ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી ડો.ધવલ પટેલે ભવ્ય સ્વાગત કર્યું હતું.

જાગૃતિનો સંદેશો આપવા ટ્રેનનું સુરતમાં ભવ્ય સ્વાગત
author img

By

Published : Apr 11, 2019, 3:29 PM IST

લોકસભાની સામાન્ય ચૂંટણીમાં મતદારો પોતાના પવિત્ર મતાધિકારનો વધુમાં વધુ ઉપયોગ કરે તેવી આશાથી કેન્દ્રીય ચૂંટણી પંચના ઉપક્રમે મતદાર જાગૃતિના સંદેશ સાથે તૈયાર થયેલી હાવરા એક્સપ્રેસ ટ્રેન સવારે સુરત રેલ્વે સ્ટેશન આવી પહોંચી હતી. જેનું જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર ડો. ધવલ પટેલે ભવ્ય સ્વાગત કરીને ફ્લેગ ઓફ આપી આગળ પ્રસ્થાન કરાવ્યું હતું. હાવરા એક્સપ્રેસ મતદાન જાગૃતિ અંગેના વિવિધ સ્ટીકરો દ્વારા મતાધિકારને લગતા સ્લોગનો સાથે વિવિધ સ્ટેશનો પરથી પસાર થઈ મતદાન જાગૃતિનો સંદેશો ફેલાવી રહી છે.

જાગૃતિનો સંદેશો આપવા ટ્રેનનું સુરતમાં ભવ્ય સ્વાગત

આ પ્રસંગે ડો.ધવલ પટેલે જણાવ્યું હતું કે, લોકશાહીના મહાપર્વમાં દરેક મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને વધુમાં વધુ મતદાન કરે તે હેતુથી ચૂંટણીપંચ દ્વારા ભારતીય રેલવેના સહયોગથી મતદાર જાગૃતિના સંદેશા સાથે હાવરા એક્સપ્રેસ ટ્રેનની શરૂઆત કરવામાં આવી છે. લોકશાહીના પર્વમાં સૌને જોડાવાનો અનુરોધ પણ કર્યો હતો.

આ અવસરે કોલેજ, NSSના વિદ્યાર્થીઓ, સુમન હાઈસ્કુલ, કાંસાનગર કુમાર ગુરૂકુળના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયને પ્લે કાર્ડ, બેનરો દ્વારા મતદાર જાગૃતિનો સંદેશો ફેલાવ્યો હતો. મતદાર જાગૃતિ માટે EVMમશીન,VVPET દ્વારા મોકપોલ કાર્યક્રમ દ્વારા રેલ્વે સ્ટેશન પરના મુસાફરોને મતદાન અંગે જાગૃત કરવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, ૮મી એપ્રિલના રોજ હાવરા એક્સપ્રેસ ટ્રેન પશ્ચિમ બંગાળથી નીકળી ઝારખંડ, ઓડિશા, છત્તીસગઢ, મહારાષ્ટ્ર અને ગુજરાત એમ છ રાજ્યોમાંથી પસાર થઈ સુરત આવી પહોંચી હતી. સુરતથી પ્રસ્થાન કરી વડોદરા થઈ અમદાવાદ જશે. કુલ 2089 કિમીનું અંતર કાપી હાવરા એક્સપ્રેસ ટ્રેન છ રાજ્યોમાંથી પસાર થઈ મતદાન જાગૃત્તિનો સંદેશો લઈ મતદારોને જાગૃત કરી રહી છે.

R_GJ_05_SUR_11MAR_01_TRAIN_VOTING_VIDEO_SCRIPT

Feed by FTP

સુરત : ચૂંટણી પંચ દ્વારા મતદાન જાગૃત્તિ માટે ખાસ તૈયાર કરાયેલી હાવરા એક્ષ્પ્રેસ ટ્રેનનું સુરત રેલ્વે સ્ટેશન ખાતે જિલ્લા ચુંટણી અધિકારી ડો.ધવલ પટેલે ભવ્ય સ્વાગત કર્યું હતું.
 
લોકસભાની સામાન્ય ચુંટણીમાં મતદારો પોતાના પવિત્ર મતાધિકારનો વધુમાં વધુ ઉપયોગ કરે તેવા આશયથી કેન્દ્રીય ચૂંટણી પંચના ઉપક્રમે મતદાર જાગૃતિના સંદેશ સાથે તૈયાર થયેલી હાવરા એક્ષ્પ્રેસ ટ્રેન સવારે  સુરત રેલ્વે સ્ટેશન આવી પહોચી હતી જેનું  જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર ડો. ધવલ પટેલે ભવ્ય સ્વાગત કરીને ફ્લેગ ઓફ આપી આગળ પ્રસ્થાન કરાવ્યું હતું. હાવરા એક્ષપ્રેસ મતદાન જાગૃતિ અંગેના વિવિધ સ્ટીકરો દ્વારા મતાધિકારને લગતા સ્લોગનો સાથે વિવિધ સ્ટેશનો પરથી પસાર થઈ મતદાન જાગૃતિનો સંદેશો ફેલાવી રહી છે. 

આ પ્રસંગે ડો.ધવલ પટેલે જણાવ્યું હતું કે, લોકશાહીના મહાપર્વમાં દરેક મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને વધુમાં વધુ મતદાન કરે તે હેતુથી ચૂંટણીપંચ દ્વારા ભારતીય રેલવેના સહયોગથી મતદાર જાગૃતિના સંદેશા સાથે હાવરા એક્ષ્પ્રેસ ટ્રેન આવી છે. લોકશાહીના પર્વમાં સૌને જોડાવાનો અનુરોધ તેમણે કર્યો હતો. 

આ વેળાએ કોલેજ, એન.એસ.એસ.ના વિદ્યાર્થીઓ, સુમન હાઈસ્કુલ, કાંસાનગર કુમાર ગુરૂકુલના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયને પ્લે કાર્ડ, બેનરો દ્વારા મતદાર જાગૃતિનો સંદેશો ફેલાવ્યો હતો. મતદાર જાગૃતિ માટે ઈ.વી.એમ.મશીન, વી.વી.પેટ દ્વારા મોકપોલ કાર્યક્રમ દ્વારા રેલ્વે સ્ટેશન પરના મુસાફરોને મતદાન અંગે જાગૃત કરવામાં આવ્યા હતા.
  
ઉલ્લેખનીય છે કે, તા.૮મી એપ્રિલના રોજ હાવરા એક્ષ્પ્રેસ ટ્રેન પશ્ચિમ બંગાળથી નીકળી ઝારખંડ, ઓડિશા, છત્તીસગઢ, મહારાષ્ટ્ર અને ગુજરાત એમ છ રાજ્યોમાંથી પસાર થઈ સુરત આવી પહોચી હતી. સુરતથી પ્રસ્થાન કરી વડોદરા થઈ અમદાવાદ જશે. કુલ 2089 કિમીનું અંતર કાપી હાવરા એક્ષ્પ્રેસ ટ્રેન છ રાજ્યોમાંથી પસાર થઈ મતદાન જાગૃત્તિનો સંદેશો લઈ મતદારોને જાગૃત કરી રહી છે.       

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.