ETV Bharat / state

Education loan for study abroad: વાલીઓ સંબંધીઓ પાસેથી ઉછીના પૈસા લઈને બાળકોને વિદેશ મોકલી રહ્યા છે - borrowing money from relatives

ઘણા વિદ્યાર્થીઓ ઈચ્છે છે કે તેઓ વિદેશમાં ઉચ્ચ અભ્યાસ મેળવી શકે. અને તેમના સ્વપ્નને સાકાર કરવા માટે રાજ્ય સરકાર તેમને લોન પણ આપે છે પરંતુ આ લોન મેળવવા માટે વિદ્યાર્થી અને વાલીઓના નાકે દમ આવી જાય છે. વિઝા અને વિદેશમાં એડમિશન તો સહેલાઈથી મળી જાય છે, પરંતુ સરકારી લોન મળવામાં 6 થી 7 મહિનાના નીકળી જતા હોય છે. વિદેશ અભ્યાસ લોનમાં લેટ લતીફી ને લઇને ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણી સરકારને પત્ર લખી ચૂક્યા છે.

Education loan for study abroad
Education loan for study abroad
author img

By

Published : Jan 18, 2023, 6:26 PM IST

સુરત: ગુજરાતી વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ વિદેશમાં મેળવી શકે આ માટે ગુજરાત સરકાર દ્વારા આર્થિક સહાય કરવા માટે વિદેશ અભ્યાસ લોન સહાય શરૂ કરવામાં આવેલી છે. આ યોજના હેઠળ ગુજરાત સરકારે જે વિદ્યાર્થીઓ વિદેશમાં અભ્યાસ કરવા ઈચ્છતા હોય તેમને સામાન્ય વ્યાજમાં જ લોન આપવામાં આવે છે. ગુજરાત સરકાર દ્વારા વિદેશ અભ્યાસ લોન સહાય શરૂ કરવાનો મુખ્ય હેતુ છે કે ગુજરાતના વિદ્યાર્થીઓ વિદેશમાં અભ્યાસ કરવા ઈચ્છતા હોય તો તેમને સાધારણ અને ઓછા વ્યાજના દરે ગુજરાત સરકાર તેમને આર્થિક રીતે મદદ કરી શકે. પરંતુ આ મદદ મેળવવા માટે ગુજરાતના વિદ્યાર્થીઓ અને વાલીઓના પરસેવા નીકળી જાય છે. સરકારી બાબુઓ વિદ્યાર્થીઓની અરજીના નિકાલ માટે સમય લેતા હોય છે અને આ સમય કેટલાક મહિના સુધી લાંબો ખેંચાઈ જાય છે ,જેની ફરિયાદ પોતે ભાજપના ધારાસભ્ય કિશોર કાનાણીએ પોતાના જ સરકારને કરી છે.

શું છે વિદેશ અભ્યાસ લોન સહાય?: ગુજરાત સરકાર દ્વારા વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે મહત્તમ રૂપિયા 15 લાખની વિદેશ અભ્યાસ લોન આપવામાં આવે છે. ધોરણ 12 પછી ડિપ્લોમા સ્નાતક અને સમકક્ષ અભ્યાસક્રમો માટે આ લોન આપવામાં આવતી હોય છે. ખાસ કરીને સ્નાતક અને ત્યાર પછી અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમ માટે પણ લોન આપવામાં આવતી હોય છે. માત્ર વાર્ષિક 4%ના ઓછા વ્યાજે વિદ્યાર્થીઓને લોન આપવામાં આવતી હોય છે.

ફોર્મ ભરવાની પ્રક્રિયા: આ યોજનાનો લાભ લેવા માટે વિદ્યાર્થીએ વિદેશ જતા પહેલા વેબસાઈટ પર જઈ ઓનલાઇન ફોર્મ ભરવાનું હોય છે. ફોર્મ ભર્યા બાદ જરૂરી આધારો અપલોડ કરી સબમીટ કરીએ ફોર્મ ની પ્રિન્ટ કાઢી અપલોડ કરેલા આધારો બીડાણ કરી વિદ્યાર્થીને લાગુ પડતી જે તે જિલ્લા કચેરીમાં જમા કરાવવાની હોય છે. અને ત્યારબાદ તેનું ફોર્મ ગાંધીનગર એપ્રુવલ માટે જતું હોય છે પરંતુ આ સમગ્ર પ્રક્રિયામાં ચારથી સાત મહિના સુધીનો સમય ચાલી જાય છે. જેના કારણે વિદ્યાર્થી ખૂબ જ મુશ્કેલીમાં મુકાઈ જાય છે. કારણ કે વિદ્યાર્થીઓ વિદેશ જવા માટે તમામ પ્રક્રિયાઓ હાથ ધરતા હોય છે ,જેમાં વિઝા અને ખાસ કરીને વિદેશમાં કોલેજમાં એડમિશન મેળવવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ તેઓ આ લોન મેળવવા માટે અરજી કરતા હોય છે પરંતુ જ્યાં સુધી લોન ની રકમ મળે ત્યાં સુધી એડમિશન નો સમય પણ નીકળી જતો હોય છે. જે અંગે વિદ્યાર્થીઓએ સુરતના ધારાસભ્ય કુમાર કાનાની ને રજૂઆત પણ કરી હતી. જેના કારણે કુમાર કાનાની એ સરકારમાં આ બાબતે નિકાલ કરવા માટે પત્ર લખ્યો છે.

આ પણ વાંચો kurmar kanani letter to CM: વિદેશ ભણવા જતા વિદ્યાર્થીઓને લોન સરળતાથી મળી રહે તે માટે સરકારને પત્ર

3 મહિના પહેલા લોન માટે એપ્લાય કર્યું: રાજેશભાઈ ઝડફિયાએ પુત્ર વૈદિકના વિદેશ અભ્યાસ માટે ત્રણ મહિના પહેલા અરજી કરી હતી. વૈદિક BCA માસ્ટર કરવા જર્મની ગયા છે.BCA કોલેજ પૂર્ણ કર્યા બાદ એપ્લાય કર્યું હતું. સરકારમાં 3 મહિના પહેલા લોન માટે એપ્લાય કર્યું. સમાજ કલ્યાણ એજ્યુકેશન લોન માટે તેઓએ અરજી કરી હતી. વૈદિકના પિતાએ જણાવ્યું હતું કે, દીકરો વૈદિક જર્મની ગયા ને 3 મહિના થઈ ગયા અને સરકાર ની લોન પાસ થઈ પણ હજી સુધી રૂપિયા ખાતા માં આવ્યા નથી..દીકરા ને વિદેશ મોકલવા સંબંધીઓ પાસે રૂપિયા લીધા છે.

આ પણ વાંચો Rajkot Jasani School: રાજકોટમાં ધોરણ 8માં ભણતી બાળકીના મોત મામલે પરિવારજનોના ગંભીર આક્ષેપ

અરજીઓના નિકાલ માટે ગાંધીનગર મોકલવામાં આવે છે: અત્રે ઉલ્લેખનીય છે કે સુરતમાંથી વિદેશ ઉચ્ચ અભ્યાસ મેળવવા માટે દર વર્ષે ઘણા વિદ્યાર્થીઓ અપ્લાય કરતા હોય છે સરકારી કચેરીમાં અરજીઓના ઢગલા જોવા મળતા હોય છે. એક અનુમાન મુજબ દર મહિને વિદેશ અભ્યાસ કરવા માટે સરકારી કચેરીમાં સૌથી વધુ અરજીઓ આવતી હોય છે અને આ અરજીઓના નિકાલ માટે ગાંધીનગર મોકલવામાં આવે છે અને ત્યાંથી લોન પાસ થાય છે. લોન પાસ થયા પછી પણ વિદ્યાર્થીને લોન ની રકમ મળતી નથી. અને વાલીઓ સંબંધીઓ અને અન્ય રીતે રૂપિયા એકત્રિત કરીને પોતાના બાળકને વિદેશ મોકલે છે. બીજી બાજુ પ્રાઇવેટ બેન્ક થી જો એજ્યુકેશન લોન લેવી હોય તો 10થી 14 ટકા નો વ્યાજ વાલીઓને આપવું પડતું હોય છે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.