સુરત શહેરના સચિન વિસ્તારમાંથી આયાત કરાયેલા કન્ટેનરમાં DRIની (directorate of revenue intelligence) ટીમે દરોડા પાડ્યા (DRI raid in surat) હતા. તે દરમિયાન ટીમે દાણચોરીનું 3 કિલો સોનું કબજે કર્યું હતું. ટીમે અહીંથી 122 કેરેટ હીરા અને એક બ્રાન્ડેડ ઘડિયાળ પણ જપ્ત કર્યા હતા. દેશ વિદેશમાંથી માલ મગાવી કન્ટેનરમાં છૂપાવી કસ્ટમથી બચાવા માટે બહાર (seized Smuggled gold from surat) લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
કન્ટેનરમાં છૂપાવવામાં આવ્યો હતો સામાન DRIના (directorate of revenue intelligence) અધિકારીઓને માહિતી મળી હતી કે, એક જવેલરી યુનિટ સ્ટેન્લેસ સ્ટિલ બ્રેસલેટ તરીકે ખોટી જાહેરાતો કરી લોકોને છેતરી રહ્યા છે. સાથે ભારતમાં હીરા, સોના અને બ્રાન્ડેડ ઘડિયાળ જેવી સામગ્રીની દાણચોરી કરવાનો પ્રયાસ કરવામાં (Smuggling in india) આવી રહ્યો છે. આ લોકોએ દેશવિદેશથી માલ મગાવી કન્ટેનરમાં છૂપાવી કસ્ટમથી બચાવા માટે બહાર લાવવાનો પ્રયાસ કર્યો હતો.
કુલ 1.75 કરોડનો મુદ્દામાલ જપ્ત DRIના (directorate of revenue intelligence) અધિકારીઓને આ દરોડા (DRI raid in surat) દરમિયાન એક કિલો સોનાના ત્રણ બિસ્કીટ, 122 કેરેટ વજનના હીરાના ત્રણ પેકેટ અને બ્રાન્ડેડ કંપનીના ત્રણ ઘડિયાળ જેવી સામગ્રીઓ મળી આવી હતી. આ સાથે જ DRIએ કુલ 1.75 કરોડ રૂપિયાનો માલ જપ્ત કર્યો છે. આ પહેલા પણ DRIએ સુરત એકમ દ્વારા સેઝમાંથી 200 કરોડથી વધુનું સોના-હીરા અને બ્રાન્ડેડ ઘડિયાળોની સામગ્રીઓની દાણચોરી ઝડપી હતી.