પોતાના કર્મચારીઓને દિવાળીમાં દર વર્ષે કાર અને ફ્લેટ ગિફ્ટમાં આપી વિશ્વભરમાં ચર્ચાના વિષય બની ગયેલા સવજી ધોળકિયા આ વખતે દિવાળીએ ગિફ્ટમાં ફ્લેટ કર્મચારીઓને આપશે નહીં. સવજી ધોળકિયાને લોકો ડાયમંડ કિંગ અને દિલદાર બોસ તરીકે ઓળખે છે, કારણ કે, તેઓ પોતાના કર્મચારીઓને દર વર્ષે દિવાળી પર કાર અને ફ્લેટ ગિફ્ટમાં આપતા હતા.
હીરાના સૌથી મોટા ઉદ્યોગપતિ સવજી ધોળકિયા આ વર્ષે હીરા ઉદ્યોગમાં આવેલી મંદીના કારણે કર્મચારીઓને ફ્લેટ કે, કાર નહીં આપે. તેમણે જણાવ્યું હતું કે, વર્ષ 2018 કરતાં પણ ભીષણ મંદીમાંથી હીરા ઉદ્યોગ પસાર થઈ રહ્યું છે. ધોળકીયાએ જણાવ્યું છે કે, હીરા ઉદ્યોગ મંદીની ઝપટમાં છે, તો અમે કેવી રીતે ગિફ્ટનો ખર્ચ ઉઠાવી શકીએ હાલ અમે હીરા કર્મચારીઓની આજીવિકાને લઇ વધુ ચિંતિત છીએ.
ઉલ્લેખનીય છે કે, હરે ક્રિષ્ના ડાયમંડ નામની કંપની ચલાવતા સવજી ધોળકીયાએ વર્ષ 2018માં તેમને દિવાળીમાં બોનસ તરીકે હરિકૃષ્ણ ગ્રુપ તરફથી 600 કર્મચારીઓને કાર અને 900 કર્મચારીઓને એફડી આપી હતી. વર્ષ 2015માં કર્મચારીઓને 491 કાર્ડ અને 200 ફ્લેટ આપ્યા હતા. જ્યારે વર્ષ 2014માં કંપનીના કર્મચારીઓ વચ્ચે ઈન્સેન્ટિવ રૂપે 50 કરોડ રૂપિયા વહેંચયા હતા.