ગત તારીખ 25મી ના રોજ સિટીલાઈટ સ્થિત હીરાપન્ના શોપિંગ સેન્ટરમાં આવેલ બિલ્ડરની ઓફિસમાં બંને લોકો જબરજસ્તી ઘુસી આવ્યા હતાં. જ્યાં બિલ્ડરના મળતા સ્ટાફને ધમકાવવાની સાથે ફોન કરી બિલ્ડર પાસે રૂપિયા દસ લાખની ખંડણી માગી હતી. દસ લાખ રૂપિયા શા માટે આપવા તેવા બિલ્ડર દ્વારા કરાયેલ સવાલના જવાબમાં કાંઠીએ જણાવ્યું હતું કે દસ લાખ રૂપિયા તો આપવા જ પડશે નહીં તો જાનથી મારી નાખીશ. જે મુજબ બિલ્ડરે ઉમરા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે.
વેસુના બિલ્ડરને ધમકી આપી દસ લાખની ખંડણી માંગનાર ધર્મેન્દ્ર પંજાબીના તાર અંડરવર્લ્ડ સાથે જોડાયેલ છે. જ્યારે, કુખ્યાત અનિલ કાંઠી સામે પણ પોલીસ ચોપડે ગુના નોંધાયા છે. અનિલ કાઠી ચાર વખત પાસા સને બે વાર તડીપાર થઈ ચૂક્યો છે. અગાઉ પણ એક યુવક પાસે કરોડોની ખંડણી માગી હતી. જેના કારણે યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
ફરિયાદ બાદ ઉમરા પોલીસે આરોપી ધર્મેન્દ્ર પંજાબી, અનિલ કાંઠી સહિત પાંચથી સાત લોકો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.