રાજનાથ સિંહે જણાવ્યું હતું કે, સ્વતંત્ર ભારત બાદ પ્રાઇવેટ સેકટર સાથે મળી સૌથી સારું પ્રોજેકટ કરવામાં આવ્યું છે. જે અંગે ક્યારે વિચારયું નહીં અને જે લોકોએ વિચાર્યુ તેઓને અનુમતિ નહીં મળી. અમે વિશ્વનું સૌથી મોટુ આર્મ્સ સેક્ટર બને તે માટે વિચાર્યું છે. આર્મ્સ એરો સ્પેસમાં વર્ષ 2025 સુધી 26 બિલિયાન ડોલરનું લક્ષ્ય અને 2 લાખને રોજગાર આપવાનું નિર્ણય કર્યું છે. જેમાં પ્રાઇવેટ સેકટર અને ગવર્મેન્ટ સેકટર મળી કામ કરે છે. ડિફેન્સ લાઈસેન્સને સરળ કરવામાં આવ્યાં હતાં. ડિફેન્સ ક્ષેત્રને FDIમાં સ્થાન આપ્યું છે.
વધુમાં જણાવ્યું હતું કે, બે ડિફેન્સ કોરિડોર સ્થાપિત કરવામાં આવ્યાં છે. 2019-24 વર્ષમાં 5 હજાર કોમ્પોન્ટ ભારતમાં સ્થાપિત કરવાનો લક્ષ્ય છે. મંત્રાલય દ્વારા ડિફેન્સ ઇન્વેસ્ટર્સ સેલની સ્થાપના કરી છે. નેશનલ સિક્યુરિટીમાં પ્રાઇવેટ મદદ મળી શકે તે સાબિત રહ્યું છે. મજબૂત k9 વજ્રમાં ગનથી વધુ આત્મનિર્ભર મજબૂત ભારત નજર આવ્યું છે. ગર્વની વાત એ છે કે, આ ભારતની કંપની બનાવી રહી છે. 50 ટેન્કને સમયથી પહેલા સેનાને સમર્પિત કરી દેવામાં આવ્યા છે. ગર્વની વાત છે કે K9 વજ્રમાં 80 ટકા ભારતમાં નિર્મિત પાર્ટ્સ છે. 12 હજાર લોકોને પ્રત્યક્ષ રીતે રોજગાર આપે છે. ડિફેસન્સમાં ભારતને દુનિયામાં હબ બનાવવા માટે મહેનતની જરૂરિયાત છે. જે પણ સમસ્યા અને વાતો છે તે લઈ તમામ રોડ બ્લોકને દૂર કરીશું. આશા છે દેશ નવો મુકામ હાંસલ કરશે. એક તરફ તાપી નદી અને બીજી તરફ સમૃદ્રનો આશીર્વાદ મળે છે.