સુરત: સુરતમાં ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આયોજિત ઉદ્યોગ એક્સિબિશનના કાર્યક્રમમાં સુબ્રમણ્યમ સ્વામીએ દિલ્હીના શાહીનબાગમાં CAAને લઈને કરવામાં આવી રહેલા પ્રદર્શન અંગે જણાવ્યું હતું કે, દિલ્હીના લોકો પ્રદર્શનથી પરેશાન થઈ રહ્યાં છે. શહેરમાં ટ્રાફિક જામ થઈ રહ્યો છે.
પ્રદર્શનકારીઓને દિલ્હીમાં આવેલા તુગલકાબાદના મેદાનમાં તંબૂ બનાવી બંધ કરી દેવા જોઈએ. આપણો દેશ અતૂટ છે. જે લોકો દેશના ભાગલા પાડવાની વાત કરે તેમની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવવી જોઈએ.