ETV Bharat / state

સુરતઃ ખોલવડમાં ડિમોલિશનની કામગીરી હાથ ધરાઇ, કલેક્ટરને આવેદન પત્ર પાઠવાયું

author img

By

Published : Dec 4, 2020, 7:16 AM IST

સુરત જિલ્લાના ખોલવડમમાં ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેને લઈને સ્થાનિકો દ્વારા 30 દિવસની મુદ્દતની માગ સાથે સુરત જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

સુરતઃ ખોલવડ ગામમાં ડિમોલિશનની કામગીરીને લઇને કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું

  • ખોલવડ ખાતે ડિમોલિશનની કામગીરી હાથ ધરાઇ
  • સ્થાનિકોએ 30 દિવસની મુદ્દતની કરી માગ
  • સ્થાનિકો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું

સુરતઃ ખોલવડ ખાતે 40 થી 45 ઘરોનું ડિમોલિશન કામગીરી હાથ ધરવામાં આવી છે. જેને લઈને સ્થાનિકો દ્વારા 30 દિવસની મુદ્દત આપવામાં આવે તેવી માગ સાથે સુરત જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આવેદન પાઠવવા આવેલા લોકોમાં નાના બાળકો અને મહિલાઓ પણ જોડાઈ હતી

સ્થાનિકો દ્વારા સુરત કલેક્ટરને આવેદન

સુરતના ખોલવડ ગામમાં ST, SC, OBC તેમજ માયનોરીટી વર્ગના લોકો રહે છે, ત્યાં સરકારી પ્રોજેક્ટ આવતા ત્યાં 40 થી 45 ઘરોનું ડિમોલિશન હાથ ધરવામાં આવનાર છે. જેને લઈને સ્થાનિકોએ રેલી યોજીને સુરત કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું આવ્યું હતું. જેમાં માગ કરવામાં આવી હતી કે, એક તરફ કોરોનાની મહામારી ચાલી રહી છે. તેવામાં આ ડિમોલિશન યોગ્ય નથી અને તેઓને બે મહિનાની મુદ્દત આપવામાં આવે તેમ જ રહેઠાણની અન્ય સુવિધા કરવામાં આવે તેવી આવેદન સાથે માગ કરી હતી.

સોશિયલ ડિસટન્સનો ભંગ

આવેદન આપતા સમયે અહી કોરોનાની ગાઈડ લાઈનનો પણ ભંગ થયો હતો. જેમાં કેટલાક લોકો માસ્ક વગર ફરતા દેખાયા હતા અને સોશિયલ ડિસટન્સનો પણ ભંગ થયો હતો. જેથી પોલીસે પણ અહી સતત સુચના આપી કાર્યવાહી કરવી પડી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.