સુરતઃ કોરોનાનો કાળા કહેર વચ્ચે પણ લોકડાઉન પણ લાંચિયા બાબુઓ ACB દ્વારા ઝડપાઇ રહ્યા છે. ત્યારે સરકારી અધિકારી હોય કે, કર્મચારી હોય પરંતુ કામ કરવા માટે લોકો પાસેથી લાંચ લેવામાં સહેજ પણ શરમ રાખતા નથી અને બેફામ લાંચની માંગણી કરીને સ્વીકારે છે, ત્યારે સુરતમાં વર્ગ-3 તલાટી લાંચ માંગતા રંગે હાથ ઝડપાઇ ગયા હતા.
જમીન બિન ખેતીની કરવા માટે ગ્રામ પંચાયત કચેરીમાંથી જમીન પર કોઈ લેણા નથી તે અંગેનું NOC કઢાવવામાં આવે છે. સુરતામાં આ NOC આપવા બાબતે અવેજ પેટર પલોદ કોઠવા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી મોહમદ આયુબ યુસુફ મિર્ઝાએ રૂપિયા 50 હજારની લાંચની માંગણી કરી હતી.
જો કે, ફરિયાદીએ લાંચ ન આપી ACBનો સંપર્ક કર્યો હતો અને છટકું ગોઠવ્યું હતું પરંતુ આરોપીએ લાંચ સ્વીકારી ન હોતી. પરંતુ આરોપીએ લાંચની માંગણી કરી હોવાનું તપાસમાં જાણવા મળ્યું હતું. જેથી આરોપીની અટકાયત કરવામાં આવી હતી.