ETV Bharat / state

કોરોનાની ચેઇન તોડવા વિવિંગ ઇન્ડસ્ટ્રી દ્વારા 15 દિવસના બંધનું એલાન કરાયું - સુરતના તાજા સમાચાર

સુરત શહેરમાં કાપડ માર્કેટ આઠ દિવસ સુધી બંધ છે જ્યારે અત્યાર સુધી તમામ વિવિંગ યુનિટ ચાલુ હતા. હાલ કોરોનાના સંક્રમણને રોકવા જનહિતમાં 15 દિવસ માટે વિવિંગ યુનિટ સ્વૈચ્છિક બંધ રાખવા નિર્ણય કરાયો છે. આ અંગે શહેરના વિવિધ વિવર્સ સોસાયટીના પ્રમુખ અને વિવર્સ સંગઠનના હોદ્દેદારો દ્વારા બેઠક યોજી નિર્ણય લેવાયો હતો. સુરત શહેરની બહાર આવેલી યુનિટોને 50 ટકા કેપેસિટિ સાથે શરૂ રાખવાનો નિર્ણય કરાયો છે. જેથી ત્યાંના શ્રમિકોને આજીવિકા મળી શકે.. હાલ સુરતમાંથી 50 ટકા શ્રમિકો પોતાના વતન ચાલ્યા ગયા છે.

કોરોનાની ચેઇન તોડવા વિવિંગ ઇન્ડસ્ટ્રી દ્વારા 15 દિવસના બંધનું એલાન કરાયું

author img

By

Published : May 4, 2021, 3:40 PM IST

  • સુરતમાં કોરોનાનો કહેર યથાવત
  • 15 દિવસ માટે વિવિંગ યુનિટ સ્વૈચ્છિક બંધ રાખવા નિર્ણય કરાયો
  • 50 ટકા શ્રમિકો પોતાના વતન ચાલ્યા ગયા

સુરતઃ શહેરમા કાપડ માર્કેટ બાદ હવે વિવિંગ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા લોકો દ્વારા શહેરમાં તમામ યુનિટ સ્વૈચ્છિક બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. આ અંગે ફોગવાના પ્રમુખ અશોક જીરાવાલાએ જણાવ્યું હતું કે, શહેરમાં જે કોરોનાની પરિસ્થિતિ સર્જાઈ છે, ઓક્સિજન અને ઇન્જેક્શનની અછત છે ત્યારે કોરોનાની ચેઇનને તોડવા માટે એક ગુહાર કલેક્ટર અને પોલીસ કમિશનર દ્વારા પણ કરવામાં આવી છે. કાપડ માર્કેટના એસોસિએશન દ્વારા બંધની જાહેરાત કરાઇ હતી. હાલ 50 ટકા વર્કરો વતન ચાલ્યા ગયા છે. જેથી હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી વિવિંગ ઇન્ડસ્ટ્રી દ્વારા સ્વૈચ્છિક 15 દિવસના બંધનું એલાન કરાયું છે.

આ પણ વાંચોઃ ડીસામાં કોરોનાની ચેઈન તોડવા ફરી 10 દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન

15 દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય કરાયો

અશોક જીરાવાલાએ વધુમાં જણાવ્યું હતું કે, બંધની સાથે તેમણે આ પણ વિચાર્યું છે કે હાલ અહીં જે પણ કારીગરો છે તેમને રોજગારી મળી રહે એ માટે બાર મશીનનોની જગ્યાએ છ મશીનો ચલાવીને તેમને રોજગારી આપવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. કોરોના ગાઇડલાઇનનું પાલન થાય એ માટે પણ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. શ્રમિકો સંક્રમિત થાય તે માટેની તમામ તૈયારીઓ સાથે તેમણે સ્વૈચ્છિક બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. જે પણ વિસ્તારમાં કારીગરો છે અને તે પણ સુરત બહારના તમામ લોકોને રોજીરોટી મળે તે માટે યુનિટ શરૂ રાખ્યા છે. સુરત શહેરની અંદર જે તમામ યુનિટ છે તેને 15 દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય કરાયો છે અને જો ચેઇન તૂટશે તો જ કોરોનાને માત આપી શકીએ તેમ તેમણે અંતમાં જણાવ્યું હતું.

કોરોનાની ચેઇન તોડવા વિવિંગ ઇન્ડસ્ટ્રી દ્વારા 15 દિવસના બંધનું એલાન કરાયું

એક જ મકાનમાં 15થી વધુ લોકો રહે છે

સુરત સચીન GIDC વિસ્તારમાં વિવિંગ યુનિટ ચલાવનારા વેપારી ભાગવતભાઈ પાણીગ્રહએ જણાવ્યું હતું કે, હાલ કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખી અમે યુનિટો બંધ રાખવાનો નિર્ણય કર્યો છે, અનેક કારીગરો પોતાના વતન ચાલ્યા ગયા છે, પરિસ્થિતિ એવી નિર્માણ થઇ છે કે અનેક કારીગરો પોતે જ વતન જવા માગે છે કારણ કે ગયા વર્ષે જે પરિસ્થિતિનું નિર્માણ થયું હતું અને લોકો ચાલતા પોતાના વતન ગયા હતા તે પરિસ્થિતિ ફરી ના આવે તેના ભયથી લોકો હાલ વતન જઈ રહ્યા છે. આ સાથે એક જ મકાનમાં 15થી વધુ લોકો રહે છે, સંક્રમણની શક્યતા વધી જતી હોય છે, જેથી મકાન માલિક પણ તેમને હાલ વતન જવા કહી રહ્યા છે.

આ પણ વાંચોઃ સ્વૈચ્છિક લોકડાઉનના પ્રથમ દિવસે સુરેન્દ્રનગરના મોટાભાગના બજારો બંધ રહ્યા

કોરોનાની ચેઇન તોડવા લેવાયો નિર્ણય

અત્રે ઉલ્લેખનીય છે કે સુરત વિવિંગ ઇન્ડસ્ટ્રીમાં આશરે 6 લાખથી વધુ પરપ્રાંતિય શ્રમિકો કાર્યરત છે. જેમાં મોટાભાગે ઓરિસ્સા અને UP, બિહારના કારીગરો છે. તમામને 10થી 20 હજાર રૂપિયા સુધીનો પગાર મળે છે. લાખો શ્રમિકો પોતાના પરિવાર તથા વતનને છોડીને અહીં રોજગારી માટે આવે છે પરંતુ હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી 50 ટકા જેટલા ચાલ્યા ગયા છે અને ઉદ્યોગપતિઓ પણ ઇચ્છે છે કે કોરોનાની ચેઇન તૂટે. આ જ કારણ છે કે 15 દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન રાખવા નિર્ણય કરાયો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.