ETV Bharat / state

Surat Crime : પોલીસને મળેલા વિડીયોએ આરોપીનું પગેરું આપ્યું, યુવકનો મૃતદેહ કાર સાથે 12 કિમી ઘસડાયો હતો

સુરતના તાતીથૈયા ગામ પાસે 18 જાન્યુઆરીએ કારે બાઇકને ટક્કર (Bike Accident in Tantithiya in Surat ) મારી હતી જેમાં દંપતિ અડફેટે આવ્યાં હતાં. આ ઘટનામાં યુવકનો મૃતદેહ ચાર દિવસ બાદ કોસમડા પાસે મળી આવ્યો છે. યુવકનો મૃતદેહ કાર સાથે 12 કિમી ઘસડાયો હતો (Dead Body of Missing Youth Found 12 km Away ) હતો. પોલીસને મળેલા વિડીયોએ આરોપીનું પગેરું આપ્યું છે.

Surat Crime : પોલીસને મળેલા વિડીયોએ આરોપીનું પગેરું આપ્યું, યુવકનો મૃતદેહ કાર સાથે 12 કિમી ઘસડાયો હતો
Dead Body of Missing Youth Found : પોલીસને મળેલા વિડીયોએ આરોપીનું પગેરું આપ્યું, યુવકનો મૃતદેહ કાર સાથે 12 કિમી ઘસડાયો હતો
author img

By

Published : Jan 24, 2023, 3:12 PM IST

Updated : Jan 24, 2023, 9:13 PM IST

અકસ્માત સર્જનાર આરોપીનો પત્તો લાગ્યો નથી પણ ટૂંક સમયમાં ઝડપી લેવાશે

સુરત સુરત જિલ્લાના પલસાણા તાલુકાના તાતીથૈયા ગામ પાસે ગત 18મીના રોજ થયેલા હિટ એન્ડ રનની ઘટના બાદ મોટરસાઇકલ ચાલક ગુમ થઈ જવાની અજીબોગરીબ ઘટના બની હતી. આ ઘટનામાં યુવક ગુમ હતો. મૃતક યુવક સાગર પાટીલનો મૃતદેહ ઘટના સ્થળથી 12 કિમી દૂર કામરેજ તાલુકાના કોસમાડા ગામ નજીક વલથાણ સુરત કેનાલ રોડ પરથી ચાર દિવસ બાદ મળી આવ્યો હતો.

એક યુવકે કારનો વીડિયો મોકલતા પોલીસે તપાસ શરૂ કરી : ઘટના અંગે તપાસ કરી રહેલી પોલીસને એક યુવકે કારનો વીડિયો મોકલતા પોલીસે તપાસ શરૂ કરી હતી. જો કે કાર માલિકના ઘરે પહોંચેલી પોલીસને અકસ્માત સર્જનાર આરોપીનો પત્તો લાગ્યો ન હતો.

આ પણ વાંચો Hit and run Accident in Surat : સુરતમાં બાઈક ચાલકે અડફેટે લેતા મહિલા થઇ ઇજાગ્રસ્ત

અકસ્માતની ઘટના : કડોદરા પોલીસ મથક વિસ્તારના તાતીથૈયા નજીક ગત 18મીના રોજ થયેલા અકસ્માતમાં અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો હતો. સુરતનું દંપતિ મોટર સાઇકલ પર જઈ રહ્યું હતું ત્યારે તાતીથૈયા ગામ નજીક પાછળથી એક કારે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ મોટર સાઇકલ ચાલક સ્થળ પરથી ગાયબ થઈ ગયો હતો. આ અંગે ગુમ જાણવા જોગ ફરિયાદ નોંધાવ્યા બાદ તેનો મૃતદેહ કોસમાડા ગામની સીમમાં વલથાણથી સુરત જતાં કૅનાલ રોડ પરથી ક્ષતવિક્ષત હાલતમાં મળ્યો હતો . કાર સાથે મૃતદેહ 10થી 12 કિમી સુધી ઘસડાયો હતો.

અકસ્માત સર્જનાર ફરાર : થોડા દિવસ પહેલા દિલ્હીમાં એક યુવતી સાથે બનેલી ઘટના જેવી જ ઘટના સામે આવતા પોલીસ પણ વિચારમાં પડી ગઈ હતી. સમગ્ર ઘટના અંગે કાર ચાલકની શોધખોળ કરી રહેલી પોલીસને એક યુવકે કારનો વીડિયો મોકલતા કારના નંબરના આધારે તેનું એડ્રેસ શોધી કાઢ્યું હતું જો કે અકસ્માત સર્જનાર પોલીસને હાથ લાગ્યો ન હતો.

મૃતક યુવક સાગર પાટીલ અને તેને ઘસડનારી કાર

કારે ટક્કર માર્યા બાદ ચાલક ગાયબ થઈ ગયો હતો : મૂળ મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના શૈતાને ગામના અને હાલ સુરતના લિંબાયત ખાતે આવેલ નલગીરી સર્કલ પાસે પહેલી ગલીમાં શ્યામભાઈના મકાનમાં રહેતા સાગરભાઈ આનંદાભાઈ પાટિલ (ઉ.વર્ષ 24) ગત 18મી જાન્યુઆરીના રોજ રાત્રે દસ વાગ્યાની આસપાસ તેની પત્ની અશ્વિનીબેન પાટિલ સાથે પોતાની મોટર સાઇકિલ પર બારડોલી કડોદરા રોડ પરથી પસાર થતો હતો. તે સમયે તાતીથૈયા ગામની સીમમાં પાછળથી પૂરઝડપે આવી રહેલ એક કારના ચાલકે તેની મોટર સાઇકલને ટક્કર મારી દેતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ કાર ચાલક નાસી છૂટ્યો હતો. જો કે સ્થળ પરથી મોટર સાઇકલ ચાલક પણ ગાયબ હોવાથી પત્ની અશ્વિનીબેને શોધખોળ કરી હતી પરંતુ આજુબાજુ ક્યાય નજરે પડ્યો ન હતો.

આ પણ વાંચો ભયાનક માર્ગ અકસ્માતઃ પિકઅપ પહેલા બાઇક અને પછી ટ્રક સાથે અથડાયું, 8 લોકોના મોત

બાઇક ચાલકની પત્નીએ ગુમ નોંધાવી હતી : આથી અશ્વિનીબેને આ અંગે કડોદરા GIDC પોલીસ મથકમાં પતિ સાગરભાઈ ગુમ થયા હોવાની જાણવાજોગ ફરિયાદ નોંધાવી હતી. યુવકે અશ્વિની સાથે પ્રેમ લગ્ન કર્યા હતાં. આથી નંદુરબારમાં તેની સામે અપહરણનો ગુનો નોંધાયો હતો. આ કેસની નંદુરબાર કોર્ટમાં તારીખ હોઇ ત્યાં હાજરી આપવા ગયો હતો. પત્નીને ચલથાણ મૂકીને ગયો હતો. નંદુરબારથી પરત આવી પત્નીને લઈને મોટરસાઇકલ પર પરત સુરત જઈ રહ્યો હતો ત્યારે આ ઘટના બની હતી.

12 કિમી દૂર કોસમાડાથી ક્ષતવિક્ષત હાલતમાં મળ્યો હતો મૃતદેહ : આ દરમ્યાન કામરેજ તાલુકાનાં કોસમાડા ગામની સીમમાંથી પસાર થતાં વલથાણ સુરત કૅનાલ રોડ પરથી એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. જેના હાથ પર અશ્વિની નામનું ટેટૂ અંગ્રેજીમાં લખ્યું હતું. મૃતદેહ વાહન સાથે ઘસડાયો હોય તેમ ક્ષતવિક્ષત હાલતમાં હતો. આથી પોલીસે તપાસ કરતાં મૃતદેહ અશ્વિની અને તેના પરિવારજનોને બતાવતા તેમણે આ મૃતદેહ સાગરનો જ હોવાનું સ્વીકાર્યું હતું. પોસ્ટમોર્ટમ માટે મૃતદેહને નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

એક યુવકે કારનો વીડિયો મોકલતા ગુનાનો ભેદ ઉકેલાયો : સમગ્ર ઘટના અંગે પોલીસ તપાસ કરી રહી હતી. અનેક સીસીટીવી ફૂટેજ તપાસવા છતાં કારની કોઈ ભાળ મળી શકી ન હતી. દરમ્યાન ઘટનાના બે દિવસ બાદ એક યુવકે કારનો વીડિયો જિલ્લા પોલીસ વડાને મોકલ્યો હતો. જેમાં કારનો નંબર પણ જણાવ્યો હતો. જે નંબરના આધારે જિલ્લા પોલીસ કાર માલિકના ઘરે પહોંચી હતી. પરંતુ આરોપી ફરાર હોવાનું જાણવા મળ્યું હતું.

ટૂંક સમયમાં આરોપી કાર ચાલકની અટક થશે : આ અંગે સુરત જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસરે જણાવ્યું હતું કે,"કડોદરા હિટ એન્ડ રનની ઘટનાનો ગુનો ઉકેલાઇ ગયો છે. એક યુવકે મને કારનો વીડિયો મોકલાવ્યો હતો જેના નંબરના આધારે ગુનો ઉકેલવામાં મદદ મળી છે. પોલીસ ટૂંક સમયમાં જ આરોપી કાર ચાલકની અટક કરશે." તેમણે વધુમાં જણાવ્યું કે, "લોકોની જાગૃતતાથી કોઈ પણ કડી વગરના ગુનાઓ ઉકેલાતા હોય છે જેનું આ ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. કાર ચાલકને સુરત જિલ્લા પોલીસ વતી સન્માન કરવામાં આવશે."

Last Updated : Jan 24, 2023, 9:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.