ETV Bharat / state

Cybercrime: OTP નથી આપતા તેમ છતાં એકાઉન્ટમાંથી પૈસા નીકળી જાય છે - despite not providing OTP

સાયબર ક્રિમિનલ OTP મેળવ્યા વગર લોકોના બેંકમાંથી પૈસા ઉપાડી રહ્યા છે. ટેક્સ્ટ મેસેજ પર આવેલ લિંક ઉપર લોકો ક્લિક કરે છે અને તેના કારણે OTP આપ્યા વગર લોકો સાયબર ક્રાઇમનો શિકાર થઈ જાય છે. Total Virus.com અને abuseipdb.com વેબસાઈટ પર તમે કોઈપણ એપની લીંક વેરીફાઈ કરી શકો છો.

cybercrime-money-is-withdrawn-from-account-despite-not-providing-otp

author img

By

Published : Jan 21, 2023, 3:16 PM IST

OTP નથી આપતા તેમ છતાં એકાઉન્ટમાંથી પૈસા નીકળી જાય છે

સુરત: OTP વગર ખાતામાંથી નાણાં બારોબાર ઉપડી જતાંહોય તેવા કિસ્સાઓ વધી રહ્યા છે. જેમાં ફરિયાદી OTP નથી આપતા તેમ છતાં OTP આપ્યા વગર બેન્ક એકાઉન્ટમાંથી પૈસા નીકળી જાય છે. આવી ફરિયાદ છેલ્લા ઘણા સમયથી લોકો દ્વારા કરવામાં આવી રહી છે, કારણ કે એક ટેક્સ્ટ મેસેજ પર આવેલ લિંક ઉપર લોકો ક્લિક કરે છે અને તેના કારણે OTP આપ્યા વગર લોકો સાયબર ક્રાઇમનો શિકાર થઈ જાય છે. છેલ્લા ઘણા સમયથી આવા કેસો સુરતમાં વધ્યા છે.

OTP વગર એકાઉન્ટમાંથી પૈસા નીકળી જાય છે: સાયબર ક્રાઈમ વકીલ અને સાઇબર સિક્યોરિટી એક્સપર્ટ સ્નેહલ વકીલએ જણાવ્યું હતું કે, એક ટાઈમ હતો જ્યારે ક્રિમીનલ્સ તમારી પાસે OTP માંગતા હતા. પરંતુ હવે જરૂરી નથી કે તેઓ તમારી પાસે OTP માંગે. ક્યાં તો ફોનમાં મેસેજ આવતો હોય છે અથવા તો કોઈ વ્યક્તિ તમારી સંપર્કમાં આવતો હોય છે અને તે વ્યક્તિ કોઈકને કોઈક રીતે તમારી પાસેથી એક એપ ડાઉનલોડ કરાવતું હોય છે. જ્યારે કોઈ આ એપ ડાઉનલોડ કરે છે, ત્યારે અથવા તો મેસેજ પર આવેલા લિંકને ક્લિક કરો છો તો તમારા ફોનમાં જે સેન્સિટીવ ડેટા છે. દાખલા તરીકે ફોટો કેમેરા ગેલેરી સહિત કોન્ટેક્ટ તમામના એક્સેસ થર્ડ પર્સનને મળી જાય છે. જેના કારણે તેઓને તમારી પાસેથી OTPની જરૂર પડતી નથી અને તેઓ OTP તમારા ફોનમાંથી એક્સેસ કરી શકે છે.

વેબ લિંક દ્વારા ફ્રોડ: સ્નેહલ વકીલએ વધુમાં જણાવ્યું હતું કે, ઘણીવાર એવું થાય છે કે તમે કોઈ હોટલમાં જતા હોય અથવા તો ટોય હોય તેનું મેનુ મેળવવા માટે કોઈ QR કોડ સ્કેન કરવું પડતું હોય છે. જે તમે સ્કેન કરો છો તેની એક લિંક આવતી હોય છે અને તેના દ્વારા પણ તમે કોઈ એપ ડાઉનલોડ કરતા હોય તો તો તે પણ તમારે ફોનને એક્સેસ કરી તમામ વસ્તુઓ કમાન્ડમાં લઈ લેતી હોય છે.

તમારું ઈલેક્ટ્રિસિટી બિલ બાકી છે અને તેઓ તમને મેસેજમાં લિંક આપશે અને જો તમે આ લીંક પર ક્લિક કરશો તો તમે થર્ડ પાર્ટી એપને ડાઉનલોડ કરી લો છો

થર્ડ પાર્ટી એપ તમારા ફોનમાં આવી જાય છે: સાથે તેઓએ કહ્યું હતું કે, Paytm કેવાયસી ફ્રોડ પણ સામે આવી ચૂક્યું છે. કોઈ વ્યક્તિ ફોન કરીને તમને આ પણ કહી શકે કે તમારા ફોનનો અપડેશન કરવાનું છે. 4Gથી 5G કરવા માટે પણ કોઈ લીંક આપી શકે છે અને ત્યાર પછી થર્ડ પાર્ટી એપ તમારા ફોનમાં આવી જાય છે. આ ઉપરાંત ઘણા મેસેજ એવા પણ આવે છે જેમાં જણાવવામાં આવે છે કે તમારું ઈલેક્ટ્રિસિટી બિલ બાકી છે અને તેઓ તમને મેસેજમાં લિંક આપશે અને જો તમે આ લીંક પર ક્લિક કરશો તો તમે થર્ડ પાર્ટી એપને ડાઉનલોડ કરી લો છો.

આ પણ વાંચો મોટા પાયે ચાલી રહી છે sexbots ની રમત, આ રીતે ફસાવે છે લોકોને

કોઈપણ એપની લીંક વેરીફાઈ કરી શકો: આવી એપની ઓળખ માટે બે વેબસાઈટ છે. Total Virus.com અને abuseipdb.com વેબસાઈટ પર તમે કોઈપણ એપની લીંક વેરીફાઈ કરી શકો છો. ભૂલથી કોઈ લીંક પરથી એપ ડાઉનલોડ થઈ ગઈ હોય તો ગભરાવાની જરૂર હોતી નથી. સેન્ટ્રલ સાઇબર ક્રાઇમ કમ્પ્લેન નંબર પર કોલ કરીને તમે તરત જ ફરિયાદ કરી શકો છો અને ત્યાં ઇન્વેસ્ટિગેશન શરૂ થઈ જશે.

આ પણ વાંચો કેન્દ્ર ઇન્ફ્લુએન્સર્સ માટે નવા નિયમો કર્યા જારી, જો તેનું પાલન નહિં કરવામાં આવે તો થશે રુપિયા 50 લાખ સુધીનો દંડ

રોજ 8થી 10 ફરિયાદ: સાયબર ક્રાઈમ વકીલે જણાવ્યું હતું કે, રોજે 8 થી 10 ફરિયાદ લોકો અરજીના માધ્યમથી કરતા હશે. કદાચ ક્રાઈમ આનાથી ઘણા વધારે થતા હશે. મારા હિસાબે આટલા ક્રાઈમમાં રિપોર્ટ થતા હશે. આવી ઘણી ફરિયાદો સામે આવતી હોય છે. માત્ર સુરત જ નહીં દેશના અન્ય શહેરોમાં પણ આવી જ પરિસ્થિતિ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.