દક્ષિણ ગુજરાત વીજ કંપનીના રેઢિયાળ ખાતાના કારણે ડિંડોલીના વિપુલ પટેલ નામના વીજ ગ્રાહકે શરમજનક પરિસ્થિતિમાં મુકાવું પડ્યું છે. વિપુલ પટેલ વીજ કંપનીના બિલ અને નાણા ભરતા મળેલી રસીદમાં પોતાના નામને બદલે અભદ્ર ભાષામાં રસીદ મળી હતી. બિલ અને રસીદ પર આવા શબ્દો લખેલા હોવાથી અધિકારીઓ પણ ચોંકી ઉઠયા હતા. જો કે અધિકારીઓના ધ્યાને આવતા તેમને તાત્કાલિક સોફ્ટવેરમાં સુધારો કરાવી આવા અભદ્ર શબ્દોને બદલે વીજ ગ્રાહકનું નામ કરી દીધું હતું.
વીજ ગ્રાહક પાસે ડીંડોલી ડીવિઝનમાં આવેલી દક્ષિણ ગુજરાત વીજ કંપની હેઠળની આકાર એજન્સીની રસીદ છે. વાયરલ રસીદ બાદ દક્ષિણ ગુજરાત વીજ કંપનીના ઉચ્ચ અધિકારીઓએ તપાસના આદેશ આપ્યા છે. એજન્સીના આ પ્રકારના વર્તન અને વાણીને લઈ દક્ષિણ ગુજરાત વીજ કંપની સામે સવાલો ઉઠ્યા છે.