સુરત : સુરતના આંગણે ચેન્નાઈ સુપરકિંગ્સ ટીમ (CSK Team in Surat) આગામી 7 થી 24 તારીખ સુધી શહેરના લાલભાઈ સ્ટેડિયમ પર પ્રેક્ટિસ (CSK Practice at Lalbai Stadium) કરવા જઈ રહી છે. જેને લઇને લાલભાઈ સ્ટેડિયમ દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરી દેવામાં આવી છે. ત્યારે આજે ચેનાઈ સુપર કિંગના કેટલા ખિલાડીઓ સુરત એરપોર્ટ પર પહોંચ્યા હતા. પોલીસ અને CRPF દ્વારા ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. ટીમને જોવા માટે લોકોની ભીડ પણ જોવા મળી હતી.
આ પણ વાંચોઃ IPL 2022 Auction: વડોદરાના ચાઇનામેન બોલરની IPLમાં પસંદગી, પુત્ર ક્રિકેટર બને તે માટે પરિવારે કેનેડા છોડ્યું
CSK ના બોલિંગ કોચ તરીકે જાણીતા લક્ષ્મીપતિ બાલાજી જોવા માળીયા
IPL ચેનાઈ સુપર કિંગ ટીમના કેટલા ખિલાડીઓ સુરત એરપોર્ટ પર (CSK Team Players in Surat) પહોંચ્યા હતા. વીડિયોમાં સ્પષ્ટ પણે જોઈ શકાય છે કે કઇ રીતે તમામ ખિલાડીઓ એરપોર્ટ બહાર આવી રહ્યા છે. જેમાં CSKના બોલિંગ કોચ તરીકે જાણીતા લક્ષ્મીપતિ બાલાજી જોવા મળ્યા હતા. તેમની સાથે કેટલાક લોકો સેલ્ફી લેવા માટે પ્રયાસો કર્યા હતા. પણ તેમને ના કહ્યું હતું. અને હોટલ જવા માટે રવાના થઇ ગયા હતા.
આ પણ વાંચોઃ TATA IPL 2022: સુરતના આગણે ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમની પ્રેક્ટિસ કરશે
આજે સવારે કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની સુરતના આંગણે
સુરતના આંગણે ચેનાઈ સુપર કિંગ ની ટીમના કેપ્ટન કૂલ મહેન્દ્રસિંહ ધોની (MS Dhoni in Surat) સવારે આવી પોહ્ચ્યા હતા. તે પણ એરપોર્ટથી સીધા હોટલ પર જઈ પોતાના મિત્રોને દૂરથી હાથ બતાવ્યો હતો અને બાયો બબલમાં જતા રહ્યા હતા.