ETV Bharat / state

કોસંબા પોલીસે અપહરણના આરોપીને ગણતરીની કલાકોમાં ઝડપી પાડ્યો - ચાર વર્ષના બાળકનું અપહરણ

કીમ ચાર રસ્તા ખાતે રોયલ રેસીડેન્સી ખાતે વહેલી સવારે ચપ્પુ સાથે ધસી આવેલા બે યુવાનોએ ચાર વર્ષના બાળકનું અપહરણ કર્યું હતું.

અપહરણના આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડતી કોસંબા પોલીસ

author img

By

Published : May 27, 2020, 1:51 PM IST

સુરતઃ કીમ ચાર રસ્તા ખાતે રોયલ રેસીડેન્સી ખાતે વહેલી સવારે ચપ્પુ સાથે ધસી આવેલા બે યુવાનોએ ચાર વર્ષના બાળકનું અપહરણ કર્યું હતું. આ બાળકની માતા સાથે મારુ અફેર ચાલે છે એ અમને સોંપી દો નહીં તો આ બાળકને જાનથી મારી નાખીશું' તેવું જણાવી અપહરણ કરી જતા ફરિયાદ દાખલ કરાઈ હતી.

કોસંબા પોલીસે અપહરણના આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો..

પોલીસે અપહરણ કરનાર બંને યુવાનોને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા અને અપહરણ કરાયેલા બાળકનો હેમખેમ છુટકારો કરાવ્યો હતો.

કીમ ચાર રસ્તા ખાતેના રોયલ રેસીડેન્સી ખાતે રહેતા અબ્દુલ હક અબ્દુલ રહીમ મલેકનો ભાણેજ જમાઇ ઈરફાન ખલીલ પઠાણ તેના ચાર વર્ષના પુત્ર મોહમ્મદ અલીને અબ્દુલ હકને ત્યાં રહેવા મૂકી ગયો હતો,ત્યારે તારીખ 25મીના મળસ્કે ઈમ્તિયાઝ ચૌહાણ તેમજ તેનો મિત્ર ફૈઝલ ચપ્પુ સાથે કારમાં ધસી આવી અબ્દુલ હક તથા તેની પત્નીને ઇમ્તિયાઝે જણાવેલુ કે, તમારે ત્યાં જે બાળક છે. મોહમ્મદ અલી એને અમને સોંપી દો' એની માતા મારુકા સાથે મારું અફેર ચાલે છે, ત્યારે અબ્દુલ હકકે જણાવેલુ કે, ઇરફાન ખલીલ પઠાણનો આ પુત્ર છે અને તે અમારે ત્યાં મૂકી ગયેલુ છે, તમે ફોન કરીને ઇરફાનને બોલાવી લાવો પછી બાળકને લઈ જાઓ ત્યારે અમને ચપ્પુ બતાવી ને જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી કારમાં અપહરણ કરી ફરાર થઈ ગયા હતા.

બનાવ અંગે કોસંબા પોલીસમાં અબ્દુલ હક અબ્દુલ રહીમ મલકે ફરિયાદ નોંધાવતા હરકતમાં આવેલી કોસંબા પોલીસે વોચ ગોઠવીને ગણતરીના કલાકોમાં અપહરણકર્તાઓને પકડી પાડી તેમની પાસેથી ચાર વર્ષના બાળકને હેમ ખેમ મુક્ત કરાવ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.