- સુરત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા એક એક્ઝિબિશનનું આયોજન
- બે વર્ષથી આર્ટિસ્ટની એક પણ પેઈન્ટિંગનું વેચાણ થયું ન હતું
- દોઢ વર્ષથી એક પણ પેઇન્ટિંગનું વેચાણ થયું નથી
સુરત : બે વર્ષ પછી કોઇ આર્ટિસ્ટ (artist)ની પેઈન્ટિંગ વેચાય તેનો આનંદ માત્ર આર્ટિસ્ટ જ સમજી શકે છે. સુરતના એક આર્ટિસ્ટની તસ્વીરની માત્ર 30 મિનિટમાં ખરીદી થઈ ગઈ છે. છેલ્લા બે વર્ષથી આર્ટિસ્ટ (artist)નીએક પણ પેઈન્ટિંગનું વેચાણ થયો ન હતું. રૂચિને આજીવિકાનું સાધન બની ચૂકેલી એક પેઇન્ટિંગના વેચાણ માટે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. આવા આર્ટિસ્ટને પ્લેટફોર્મ આપવા માટે સુરત ચેમ્બર ઓફ કોમર્સ(Surat Chamber Of Commerce) દ્વારા એક એક્ઝિબિશન (Exhibition)નું આયોજન કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો : કચ્છ જિલ્લામાં સોના-ચાંદી મંડળે લેટેસ્ટ ડિઝાઈનો માટે એક્ઝિબિશન યોજ્યું
બે વર્ષથી આર્ટ ક્ષેત્રથી સંકળાયેલા કલાકારોની સ્થિતિ કફોડી
કોરોનાના કારણે છેલ્લા બે વર્ષથી આર્ટ ક્ષેત્રથી સંકળાયેલા કલાકારોની સ્થિતિ ખૂબ જ કફોડી બની ગઇ હતી. કોરોનાના કારણે પોતાની આવક ગુમાવનારા કલાકારોને ફરીથી પગભર કરવા માટે આજથી ત્રણ દિવસીય ક્રિએટિવ સ્ટુડિયો અને ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા એક્ઝિબિશન(Exhibition) રાખવામાં આવ્યું છે.
પેઇન્ટિંગની સાથે-સાથે તેઓએ કવિતા રજૂ કરી
મૂળ બિહારના રહેવાસી રઘુવીર પ્રતાપસિંહ ફાઈન આર્ટસ કોર્સ કરવા માટે સુરત આવ્યા છે. છેલ્લા દોઢ વર્ષથી તેમની એક પણ પેઇન્ટિંગનું વેચાણ થયું નથી. તેઓ ખેડૂત પરિવારથી આવે છે અને કોરોના કાળમાં એક સામાન્ય પરિવારની પરિસ્થિતિ શું હોય છે તે જાણે છે. આ જ કારણ છે કે, તેમની પેઇન્ટિંગની સાથો સાથ તેઓએ કવિતા રજૂ કરી હતી. કવિતાનું શીર્ષક હતું ગુલ્લ્ક. જેના થકી તેઓ કોરોનામા એક મધ્યમ પરિવારના લોકો માટે બચત કેટલુ મહત્વ રાખે છે તે જણાવ્યું હતું.
આ પણ વાંચો : કચ્છઃ ભુજ હાટ ખાતે એક્ઝિબિશનનું કરાયું આયોજન
30 જ મિનિટમાં પેઈન્ટિંગનું વેચાણ થઈ ગયું
સુરતના અમરોલી વિસ્તારમાં રહેતા અને છેલ્લા દસ વર્ષથી પેન્ટિંગ બનાવનારા આકાશભાઈએ જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષથી તેમની એક પણ પેઇન્ટિંગ કોરોના કાળમાં વેચાઈ નથી. તેમની જ નહિ પરંતુ તમામ આર્ટિસ્ટોને આવી જ પરિસ્થિતિ છે. પરંતુ આજે જ્યારે એક્ઝિબિશન (Exhibition)માં તેઓની પેઈન્ટિંગ રાખવામાં આવી તો માત્ર 30 જ મિનિટમાં તેમની પેઈન્ટિંગનું વેચાણ થઈ ગયું હતું.
આ પણ વાંચો :
- રિયલ એસ્ટેટ ડેવલપર અને ટાઉન પ્લાનર એન.કે પટેલના ફોટોગ્રાફી એક્ઝિબિશનનું ઉદ્ઘાટન
- સુમેર ક્લબ જામનગર ખાતે ફ્લાવર ફોટોગ્રાફી એક્ઝિબિશન યોજાયું
- દમણના નિર્માણ દિવસ નિમિત્તે ફ્લાવર શૉ-હેરિટેજ એક્ઝિબિશન બન્યું આકર્ષણનું કેન્દ્ર
- સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે જેમ્સ એન્ડ જ્વેલરીનું ભવ્ય પ્રદર્શન
- સીટેક્ષ એક્ષ્પો : લોકડાઉન બાદ રાજ્યમાં સૌપ્રથમ ફિઝિકલ એક્ઝિબિશન ચેમ્બર દ્વારા સુરતમાં યોજાશે
- અમદાવાદમાં 3 દિવસીય હાઈ લાઈફ એક્ઝિબિશનનું આયોજન કરાયું