- ઓલપાડ તાલુકામાં કોરોનાનું સંક્રમણ ઘટતા કોવિડ કેર હોસ્પિટલમાં થયા બેડ ખાલી
- સાયણ જીવનરક્ષા હોસ્પિટલમાં હાલ માત્ર એક જ દર્દી કોરોનાની સારવાર હેઠળ છે.
- સુરત જિલ્લામાં કોરોનાના વળતાં પાણી
- એપ્રિલ મહિનામાં દર્દીઓ વધતાં હોસ્પિટલને લગાવવા પડ્યા હતાં હાઉસફુલના બોર્ડ
સુરતઃ સમગ્ર સુરત જિલ્લામાં હાલ કોરોનાના વળતા પાણી છે. જિલ્લાની મોટાભાગની હોસ્પિટલોમાં હાલ ગણ્યાગાંઠ્યા દર્દીઓ જ કોરોનાની સારવાર હેઠળ છે. વાત કરીએ ઓલપાડની સ્થિતિની તો ઓલપાડની સાયણ સુગર સંચાલિત જીવન રક્ષા હોસ્પિટલની 40 બેડ કેપિસિટીની કોવિડ હોસ્પિટલ છે. તેમાંં હાલ માત્ર એક જ દર્દી સારવાર હેઠળ છે.
આ પણ વાંચોઃ રાજ્યમાં કોરોનાની વિકટ સ્થિતિ
જ્યારે એપ્રિલ મહિનામાં આ હોસ્પિટલના તમામ બેડ ફૂલ હતાં અને 30 દર્દીઓનું વેઇટિંગ ચાલી રહ્યું હતું. હોસ્પિટલ કોરોના દર્દીઓથી ઉભરાતાં હોસ્પિટલ સંચાલકોને હોસ્પિટલમાં બહાર 'બેડ હાઉસફુલના' બોર્ડ પણ લગાવવાની ફરજ પડી હતી. જીવન રક્ષા હોસ્પિટલમાં અત્યાર સુધી 259 જેટલા દર્દીઓ સારવાર માટે આવ્યાં હતાં, જેમાંથી 196 દર્દીઓ સ્વસ્થ થયાં હતાં જ્યારે 63 દર્દીઓ સારવાર દરમિયાન મોતને ભેટ્યાં હતાં.
આ પણ વાંચોઃ શાળા અને કોલેજમાં શૈક્ષણિક સત્ર વિદ્યાર્થીઓની અનુપસ્થિતિમાં ઓનલાઇન શિક્ષણનો પ્રારંભ