શાન ખાન સોશિયલ મીડિયામાં પોલીસ વિરૂદ્ધ વિવાદિત પોસ્ટ પણ મૂકી ચુક્યો છે. લોકોને ઉશ્કેરવા માટે વીડિયો પણ ફેસબુક પર શાન ખાને મૂક્યો હતો. ફરી એક વખત કોંગ્રેસના નેતાઓ દ્વારા પરવાનગી ન મળવા છતાં CAA વિરોધનો કાર્યક્રમ રાખવામાં આવી શહેરની શાંતી ડહોળવાનો પ્રયાસ કરાયો છે.
CAA અને NCRના વિરોધમાં પ્રદર્શનની ચીમકી આપનાર ત્રણ લોકોની લાલગેટ પોલીસે અટકાયત કરી લીધી છે. યુવા કોંગ્રેસ પ્રદેશના પ્રવક્તા શાન ખાન સહિત દલિત નેતા કિરીટસિંહ વાઘેલા તેમજ રિતેશ સોલંકીની અટકાયત કરાઈ છે. રામપુરા સ્થિત કાઝીપુરા ખાતે આજ રોજ CAA અને NRCના વિરોધમાં વિરોધ પ્રદર્શનની ચીમકી આપી હતી.
ઉપરાંત સોશિયલ મીડિયાના માધ્યમથી ભડકાઉ મેસેજ પણ કરાતા પોલીસે અટકાયત કરી છે. મોટી સંખ્યામાં લોકોને ભેગા થવા સોશિયલ મીડિયાના માધ્યમથી અપીલ કરી હતી. આ સાથે લાલગેટ પોલીસ મથકમાં પ્રદર્શનની અંગેની પરવાનગી પણ માંગવામાં આવી હતી.