ETV Bharat / state

Surat Crime : માંગરોળમાં પોલીસ પર થયો પથ્થરમારો, પિપોદરા GIDC પોલીસ છાવણીમાં ફેરવાયું - સુરત જિલ્લા પોલીસ

સુરતના માંગરોળમાં પોલીસ અને કામદારો વચ્ચે ઘર્ષણનો મામલો સામે આવ્યો છે. પિપોદરા GIDC માં ગઈકાલે મીલ માલિકે એક કારીગરને માર માર્યાની ઘટના બાદ કામદારોમાં રોષ હતો. ત્યારે આજે કામદારો રસ્તા પર ઉતરી આવ્યા હતા. આ સ્થિતિને કાબૂમાં કરવા પોલીસ કાફલો સ્થળે પહોંચ્યો હતો. પરંતુ બાદમાં મામલો બિચકતા પોલીસ અને કામદારો વચ્ચે ગંભીર ઘર્ષણ થયું હતું.

Surat Crime
Surat Crime
author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 13, 2024, 5:52 PM IST

માંગરોળમાં પોલીસ પર થયો પથ્થરમારો

સુરત : માંગરોળની પિપોદરા GIDC માં ગઈકાલે મીલ માલિકે એક કારીગરને માર માર્યો હતો, જેને લઈ સપ્તાહમાં પાળી બદલાય ત્યારે એક દિવસ રજા આપવાની માંગ સાથે કારીગરો રસ્તા પર ઉતર્યા હતા. મામલો વધુ ઉગ્ર બનતા જિલ્લા પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે ખડકાયો હતો. પરંતુ કામદારોએ પથ્થરમારો શરૂ કરી દેતાં અફરાતફરી સર્જાઇ હતી. કેટલીક પોલીસ ગાડીના કાચ તૂટ્યા હતા. પોલીસે ટોળાને કાબૂ કરવા ટિયરગેસના 6 શેલ છોડી સમગ્ર વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધર્યું હતું.

શું હતો મામલો ? આ અંગે મળતી માહિતી અનુસાર માંગરોળના પિપોદરા GIDC ની વિશ્વકર્મા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ગઈકાલે મિલ માલિકે કારીગરને માર માર્યો હતો. કામદાર ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. કામદારને માર મારવાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. ઘટનાને પગલે તમામ કામદારો રોષે ભરાયા અને આજરોજ રસ્તા પર ઉતરી આવ્યા હતા. કામદારો સપ્તાહમાં પાળી બદલાય ત્યારે એક દિવસ રજા આપવાની માંગ કરી રહ્યા હતા.

કામદારો-પોલીસ વચ્ચે ઘર્ષણ
કામદારો-પોલીસ વચ્ચે ઘર્ષણ

હાલ સમગ્ર પરિસ્થિતિ પર કાબુમાં છે. પોલીસ દ્વારા તોફાન મચાવનાર તત્વોને એક પછી એક પકડવામાં આવી રહ્યા છે. ખોટી અફવાઓથી દૂર રહેવા લોકોને અપીલ કરવામાં આવી રહી છે. -- હિતેશ જોયસર (સુરત ગ્રામ્ય પોલીસ વડા)

કામદારો-પોલીસ વચ્ચે ઘર્ષણ : કામદારોએ કંપની બંધ કરાવતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. તાત્કાલિક જિલ્લા પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. જોકે વાતાવરણ ગરમાયું હતું તથા પોલીસ અને કામદારો વચ્ચે ઘર્ષણ શરૂ થઈ ગયું હતું. રોષે ભરાયેલા કામદારોએ પથ્થરમારો શરૂ કરી દેતા કેટલીક પોલીસ ગાડીના કાચ તૂટ્યા હતા. અફરાતફરી સર્જાતા પોલીસે ટોળાને કાબૂ કરવા ટિયરગેસના 6 શેલ છોડી શક્તિનો પ્રયોગ કર્યો હતો.

પોલીસ કાર્યવાહી
પોલીસ કાર્યવાહી

પોલીસ કાર્યવાહી : હાલ પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. જ્યારે સુરત જિલ્લા પોલીસ સાથે સાથે હાલ માંગરોળ તાલુકા પ્રાંત અને મામલતદારની ટીમ પણ સ્થળ પર પહોંચી છે અને મામલો થાળે પાડવાનો પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે. મીલ માલિકે એક કારીગરને માર માર્યાની ઘટનામાં ભોગ બનનારની ફરિયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

  1. Surat Crime : સુરતમાં સરેઆમ હત્યાનો બનાવ, પંતગબજારમાં હત્યારાએ યુવકને ચપ્પુ ઘોપ્યું
  2. Surat News: સ્ટોન ક્વોરીમાં થતા બ્લાસ્ટિંગના વિરોધમાં અરેઠ ગામે સજ્જડ બંધ પાળ્યો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.