સુરત: જિલ્લાના માંગરોળ તાલુકાના નવાપરા ગામે કીમ માંડવી સ્ટેટ હાઇવેને અડીને આવેલા એક એપાર્ટમેન્ટમાં કરૂણ ઘટના સામે આવી હતી.મૂળ બિહારના અને છેલ્લા બે વર્ષથી નવાપરા ગામે રહેતા અને PARLE G બિસ્કિટની કંપનીમાં કામ કરતા મુકેશ ચૌધરી ને સંતાનમાં ત્રણ બાળકો છે. ગત સાંજના સમયે મુકેશ ભાઈની પત્ની ઘરમાં કામ કરી રહ્યા હતા. તેઓનો દોઢ વર્ષના બાળક સમરને ઘરની ગેલેરીમાં રમી રહ્યો હતો. તે દરમિયાન દરમિયાન રમતા રમતા સમર લોખંડના સેફ્ટી ગ્રીલ પર ચડી ગયો હતો.
''હાલ પરિવારોના નિવેદન લેવામાં આવી રહ્યા છે.બાળક રમી રહ્યું હતું તે દરમિયાન ચોથા માળેથી નીચે પડી ગયું હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે''.ત્યારે હાલ તો લાચાર બની પોતાના બાળકને હાથમાં લઈને દોટ મૂકતી માતાના પણ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા"--નલિન ચૌધરી (કોસંબા પોલીસ મથકના ASI)
બાળકની અંતિમ વિધિ: ચોથા માળેથી નીચે પડી ગયો હતો.કંઈ નીચે પડ્યું હોવાનો આભાસ બાળકની માતાને થતા તેઓ ગેલેરીમાં ગયા હતા.ત્યાં જોઈ જતાં તેઓને બાળક દેખાય ન હતો.અને બાળક નીચે પડ્યો હોવાનું નજરે ચડતા જ તેઓએ દોટ મૂકી હતી. માતા બાળક પાસે પહોંચે તે પહેલાં બાળકનું પ્રાણ પંખીડુ ઉડી ગયું હતું.બાળકને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. માતા બાળક પાસે પહોંચે તે પહેલાં જ બાળકનું પ્રાણ પંખીડુ ઉડી ગયું હતું.માતાએ મૃતક બાળકને હાથમાં લઈને સતત ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો. માતાનું રુદન જોઈને આજુબાજુમાં રહેતા લોકોની આંખો પણ ભીની થઇ ગઈ હતી.બાદમાં પરિવારે ભારે હૈયે સાથે બાળકની અંતિમ વિધિ કરી હતી.