ETV Bharat / state

મુખ્યપ્રધાન રૂપાણી સુરત મહાનગરપાલિકા અને સુડાના વિવિધ પ્રકલ્પોનું ઈ-લોકાર્પણ કરશે - Surat News

સુરત મહાનગરપાલિકા અને સુરત શહેરી વિકાસ સત્તામંડળના વિકાસ પ્રકલ્પોનું મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે 20 ઓક્ટોબરના રોજ ગાંધીનગર ખાતેથી ઈ-માધ્યમ દ્વારા લોકાર્પણ કરવામાં આવશે.

મુખ્યપ્રધાન રૂપાણી  સુરત મહાનગરપાલિકા અને સુડાના વિવિધ પ્રકલ્પોનું ઈ-લોકાર્પણ કરશે

author img

By

Published : Oct 20, 2020, 12:59 PM IST

  • સુરત મહાનગરપાલિકાના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ
  • વિકાસ કામોનું ગાંધીનગર ખાતેથી ઈ-માધ્યમ દ્વારા લોકાર્પણ
  • લોકાર્પણમાં ધારાસભ્યઓ તથા મનપાની વિવિધ સમિતિઓના ચેરમેનઓ રહેશે ઉપસ્થિત

સુરતઃ મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે 20 ઓક્ટોબરના રોજ સુરત મહાનગરપાલિકા અને સુરત શહેરી વિકાસ સત્તામંડળના રૂપિયા 201.86 કરોડના વિકાસપ્રકલ્પોનું ગાંધીનગર ખાતેથી ઈ-માધ્યમ દ્વારા લોકાર્પણ કરશે. આ કાર્યક્રમમાં સુરત ખાતે મહાપાલિકા સ્મેક સેન્ટરમાં આરોગ્ય રાજયપ્રધાન કિશોર કાનાણી, મેયર જગદીશ પટેલ, ધારાસભ્યઓ તથા મનપાની વિવિધ સમિતિઓના ચેરમેનઓ, પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે.

રોડ વચ્ચે અત્યાધુનિક વૉકવે

સુરત મહાનગરપાલિકાના લોકાર્પિત થનારા વિકાસકામોમાં રૂપિયા 28.05 કરોડના ખર્ચે સહારા દરવાજાથી કુંભારીયા(સારોલી) સુધીના બી.આર.ટી.એસ.કોરિડોરને કડોદરા સુધીનું વિસ્તૃતીકરણ, રાંદેર ઝોન વિસ્તારમાં રૂપિયા 1.16 કરોડના ખર્ચે વરીયાવ-તાડવાડી ખાતે યુ.સી.ડી.સેન્ટર ખાતે હેલ્થ સેન્ટર, રૂપિયા 12 લાખના ખર્ચે ગઝેબો તથા ગાર્ડન, રૂપિયા 14 લાખના ખર્ચે અડાજણ ખાતે નિર્મિત થયેલા શાંતિકુંજ તથા કિલ્લોલ કુંજનું લોકાર્પણ થશે. રૂપિયા 51.88 કરોડના ખર્ચે અઠવા જોનમાં અણુવ્રત દ્વારા જંકશનથી મનાબા પાર્ક સુધીના કેનાલ રોડ પર સંપૂર્ણ પહોળાઈમાં સી.સી.રોડ, ફુટપાથ, સ્ટ્રીટલાઈટ, સ્ટ્રીટ ફર્નિચર, કેનાલ બ્યુટિફિકેશન, રૂપિયા 17.21 કરોડના ખર્ચે વેસુ-ભરથાણા ખાતે ડ્રેનેજ સિસ્ટમ સુવિધાનો વોક વે સમાવેશ થાય છે.

મુખ્યપ્રધાન રૂપાણી સુરત મહાનગરપાલિકા અને સુડાના વિવિધ પ્રકલ્પોનું ઈ-લોકાર્પણ કરશે
સ્માર્ટ આંગણવાડી, કિલ્લોલકુંજનું લોકાર્પણ

આ ઉપરાંત ઉધના ઝોનમાં સમાવિષ્ટ ઉન ગામે રૂપિયા 2.63 કરોડના ખર્ચે નવી પ્રાથમિક શાળાનું કામ, રૂપિયા 1.63 કરોડના ખર્ચે જહાંગીરાબાદ ખાતે મોઝેક ગાર્ડન, રૂપિયા 1.39 કરોડના ખર્ચે બોટનિકલ ગાર્ડનમાં અર્બન હોર્ટીકલ્ચર સેન્ટર અને ટેરેસ ગાર્ડન, લિંબાયતના પરવટ ગામમાં આવેલા જુની વોર્ડ ઓફિસની જગ્યામાં સ્માર્ટ આંગણવાડી, કિલ્લોલ કુંજનું લોકાર્પણ થશે.

1200 આવાસોનું ઈ-લોકાર્પણ

સુડા દ્વારા કુંભારીયા પરવટગામ ખાતે રૂપિયા 97.32 કરોડના ખર્ચે નિર્મિત થયેલા PMAY-MMGY અંતર્ગત મુખ્યપ્રધાનના હસ્તે 1200 આવાસોનું ઈ-લોકાર્પણ દ્વારા સંપન્ન થશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.