સુરત : સુરત નામદાર કોર્ટમાં ક્રાઈમ બ્રાન્ચે 2700 કરોડના બોગસ બિલિંગ કાંડમાં 500થી વધુ પાનાંની ચાર્જશીટ રજૂ કરી હતી.. આ મામલે છેલ્લા બે મહિનાથી રાજ્યભરમાં જીએસટી ના કરોડના બોગસ બિલિંગ કાંડમાં કુલ 17 જેટલાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તો અન્ય 14 જેટલાં આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. જોકે આ મામલે હજી સુધી મુખ્ય સૂત્રધાર આરોપી પોલીસ પકડથી દૂર છે. જોકે આ કાંડ થયા બાદ જીએસટી એ સમગ્ર રાજ્યમાં શરૂ કરેલા બોગસ બિલિંગ ઓપરેશનમાં અત્યાર સુધીમાં 12 હજાર કરોડથી વધુના ટ્રાન્ઝેક્શન પકડાયા છે.
આ પણ વાંચો સુરત ઇકો સેલ પોલીસએ GST કૌભાંડના માસ્ટર આલમ સૈયદની કરી ધરપકડ
470 કરોડની ઇનપુટ ટેક્સ ક્રેડિટ ઉસેટી : પોલીસે સૌપ્રથમ વખત બે આરોપીની ધરપકડ કરી હતી ત્યારબાદ ધીરે ધીરે એક પછી એક આરોપીઓ પકડતા ગયા હતા.સુરત રાજ્ય સહીત ઇકો સેલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે બે મહિના પહેલા જ દેશ સહિત રાજ્યમાં ચાલતા જીએસટીના કરોડો રુપિયાના બોગસ બિલિંગ મામલામાં પેઢીઓમાં રેડ કરવામાં આવી હતી. આ દરોડા રાજ્યના અમદાવાદ વડોદરા, સુરત,જામનગર,ભાવનગર અને રાજકોટ ખાતે કરવામાં આવ્યા હતા. તે દરમિયાન પોલીસને અલગ અલગ નામના ખોટા જીએસટી બિલિંગ મળી આવ્યા હતા. એ સમયે પોલીસે સૌપ્રથમ વખત બે આરોપીની ધરપકડ કરી હતી ત્યારબાદ ધીરે ધીરે એક પછી એક આરોપીઓ પકડતા ગયાં હતાં. એમ કુલ પોલીસે 16 જેટલા આરોપીઓએ 470 કરોડની ઇનપુટ ટેક્સ ક્રેડિટ ઉસેટી લઈ સરકારની તિજોરીને મોટો ફટકો માર્યો હતો.
12,000 કરોડથી વધુનાં બોગસ ટ્રાન્ઝેક્શન : રાજ્યમાં બોગસ બિલિંગ સામેના સર્ચમાં અત્યાર સુધી 12,000 કરોડથી વધુનાં બોગસ ટ્રાન્ઝેક્શન પકડાયાં છે. આ કૌભાંડ પછી સ્ટેટ જીએસટી વિભાગે શરૂ કરેલા ઓપરેશન ક્લિન અભિયાન હેઠળ સમગ્ર રાજ્યમાં બોગસ બિલિંગ સામેના સર્ચમાં અત્યાર સુધી 12,000 કરોડથી વધુનાં બોગસ ટ્રાન્ઝેક્શન પકડાયાં છે. સમગ્ર કાંડમાં 470 કરોડની આઇટીસી ઉસેટવામાં આવી છે. જ્યારે 17 જેટલા આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તથા અન્ય 14 જેટલાં આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે અને આ કેસનો મુખ્ય સૂત્રધાર આરોપી હજી સુધી પોલીસ પકડથી દૂર છે.
આ પણ વાંચો ટેક્સટાઈલના 150 વેપારીઓનું કરી નાખનાર આરોપી ઝડપાયો
ઉસ્માનગની રફીકભાઇ કટાણી પકડાયો : આ જીએસટી મામલે પોલીસે થોડા દિવસ પહેલા જ મુખ્ય સૂત્રધાર આરોપી ઉસ્માનગની રફીકભાઇ કટાણીની ભાવનગરથી ઘરપકડ કરી હતી. આ કેસમાં એક પછી એક વોન્ટેડ આરોપીઓની ધરપકડ કરવામાં આવી રહી છે. હાલ 4 દિવસ પહેલા જ સુરત ઇકો સેલ પોલીસે 2706 કરોડના GST કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર આરોપી ઉસ્માનગની રફીકભાઇ કટાણીની ભાવનગર ખાતેથી પકડી પડ્યો હતો અને ફરીથી હજી એક વોન્ટેડનું નામ બહાર આવ્યું છે. જોકે ઉલ્લેખનીય છે કે આ કેસમાં ઘણા બધા લોકો હોઈ શકે છે.
આઇટીસી ક્રેડિટ પાસ ઓન કરનારા અને મેળવનારા પણ પકડાવા જોઈએ : ક્રેડિટના કેસમાં મહત્ત્વનું એ છે કે લાભ કોણે લીધો છે. સંડોવાયેલા તો ઘણા લોકો હોઇ હોઈ શકે છે. આ બાબતે એડવોકેટ નદીમ ઇસ્માઇલ ચૌધરીએ જણાવ્યું કે, આજરોજ રાજ્ય વ્યાપી જીએસટી બોગસ બિલિંગમાં નામદાર કોર્ટમાં પોલીસે 500થી વધુ પાનાંની ચાર્જશીટ રજૂ કરી છે. એમાં જે આઇટીસી લેવામાં આવી છે તે પરત લાવવાની જવાબદારી જીએસટી વિભાગે કરવાની હોય છે. એ સત્તા જીએસટી પાસે જ છે. ક્રેડિટના કેસમાં મહત્ત્વનું એ છે કે, લાભ કોણે લીધો છે. સંડોવાયેલા તો ઘણા લોકો હોય હોઈ શકે છે. તે શોધવું જરૂરી છે. આવા કેસોમાં આઇટીસી ક્રેડિટ પાસ ઓન કરનારા અને મેળવનારા પણ પકડાવા જોઈએ.