ETV Bharat / state

સિમેન્ટ કોંક્રિટ મિક્સર ટ્રક પલ્ટી જતાં 2 કામદારોના મોત - ગુજરાત ઈકો ટેક્સટાઈલ્સ પાર્ક

સુરતમાં પલસાણા તાલુકાના વડદલા ગામમાં સિમેન્ટ કોંક્રિટ મિક્સર મશીન પલટી જતાં 2 કામદારોના દબાઈ જવાથી મોત થયાં હતા. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. ઈકો ટેક્સટાઈલ્સ પાર્કમાં ફૂટિંગનું કામ કરતી વખતે આ ઘટના બની છે.

સિમેન્ટ કોંક્રિટ મિક્સર ટ્રક પલ્ટી જતાં બે કામદારોના મોત

author img

By

Published : Dec 2, 2020, 8:10 PM IST

  • પલસાણા તાલુકાના વડદલા ગામમાં ટ્રક પલટતા 2ના મોત
  • ઈકો ટેક્સટાઈલ પાર્કમાં આવેલી જગ્યામાં કામ ચાલી રહ્યું હતું
  • કામગીરી દરમિયાન અચાનક જ સિમેન્ટ ભરેલી ટ્રક પલટી
  • ટ્રક પલટતા કામ કરતા 2 મજૂરોના ઘટનાસ્થળે મોત

બારડોલીઃ સુરત જિલ્લાના પલસાણા તાલુકાના વડદલા ગામની સીમમાં ગુજરાત ઈકો ટેક્સટાઈલ્સ પાર્કમાં ફૂટિંગનું કામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન એકાએક માટી ઘસી જતા સિમેન્ટ કોંક્રિટ મિક્સર પલ્ટી ગયું હતું. જેની નીચે 2 મજૂરો દટાઈ જતા બન્નેના મોત થયાં હતા.

સિમેન્ટ કોંક્રિટ મિક્સર ટ્રક પલ્ટી જતાં બે કામદારોના મોત
સિમેન્ટ કોંક્રિટ મિક્સર ટ્રક પલ્ટી જતાં બે કામદારોના મોત

આકસ્મિક રીતે ટ્રક પલટતા 2 મજૂરનો ભોગ લેવાયો

આ અંગે મળતી માહિતી અનુસાર, પલસાણા તાલુકાના વડદલા ગામની સીમમાં ઈકો ટેક્સટાઈલ્સ પાર્કમાં આવેલી PTPL કંપનીના ઈ/20 પ્લોટ વાળી જગ્યામાં સોહન હુરસિંગભાઇ ભુરિયા (ઉ.વ. 25) તથા એક મિસ્ત્રી (ઉ.વ. 28) ફૂટિંગનું કામ કરતા હતા. આ સમયે નીકની માટી ધસી જતાં સીમેન્ટ કોંક્રિટ મિક્સર ટ્રક નંબર- GJ-03-CL-9962 આકસ્મીક રીતે પલટી મારી ગઈ હતી. ટ્રક પલટતા ટ્રક નીચે સોહનભાઈ તથા મિસ્ત્રી કામ કરતા દિનેશ શંકરિયા વસુનિયા (ઉ.વ. 30)નું દબાઈ જવાથી તેમને શરીર ગંભીર ઈજા થઈ હતી.

2 મજૂરો દૂર ખસી જતાં બચી ગયા

અન્ય 2 મજૂરો સ્થળ પરથી દૂર ખસી જતાં તેમનો બચાવ થયો હતો. પોલીસ અને સ્થાનિક લોકોએ દબાઈ ગયેલા બન્ને મજૂરોને મહામેહનતે બહાર કાઢ્યા હતા. જો કે, બન્નેના મૃતદેહ જ હાથ લાગ્યા હતા. આ બનાવ અંગે પલસાણા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.