સુરત: અપરાધિક ઘટનાને અંજામ આપી નાસી જનાર આરોપીઓની ધરપકડ કરવા માટે સુરત પોલીસ કમિશનર અજય તોમર દ્વારા ખાસ સુચના આપવામાં આવી છે. આ સૂચનાના આધારે આશરે 15 જેટલા વોન્ટેડ આરોપીઓને શોધવા માટે સુરત ક્રાઈમ બ્રાન્ચ સહીતા અન્ય પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ એલર્ટ થયા છે. વોન્ટેડ લિસ્ટમાં સામેલ આવા જ એક હત્યાના ગુનામાં શામેલ આરોપીની 28 વર્ષ બાદ ધરપકડ કરવામાં આવી છે. સુરત ક્રાઈમ બ્રાન્ચને માહિતી મળી હતી કે સુરતના પાંડેસરા પોલીસ મથકમાં નોંધાયેલા હત્યાના ગુનામાં સંડોવાયેલો અને છેલ્લા 28 વર્ષથી વોન્ટેડ આરોપી હાલ કેરળ રાજ્યમાં મિસ્ત્રી કામ કરે છે. પોલીસે કેરળ રાજ્યના અદૂરગામ ખાતેથી આરોપી કૃષ્ણ રઘુનાથ પ્રધાનને ઝડપી પાડ્યો હતો.
મૃતદેહ નહેરમાં નાખી ફરાર: આ અંગે સુરત ક્રાઈમ બ્રાન્ચના પોલિસ ઇન્સ્પેક્ટર લલિત વાઘડિયાએ જણાવ્યું હતું કે, વર્ષ 1995 માં સુરત શહેરના પાંડેસરા સ્થિત સિદ્ધાર્થનગરમાં આરોપી અને તેના સાગરીતો કારખાનામાં મજુરી કામ કરતા હતા અને તેમના મિત્ર શિવરામ ઉદય નાયક તેઓની સાથે ગદારી કરતો હોવાનો વહેમ રાખી ગત તારીખ 4 માર્ચ 1995 ના રોજ રાત્રીના નવેક વાગ્યાના અરસામાં શિવરામ નાયકને ઘરેથી વાત કરવાના બહાને બહાર લઇ જઈ તલવાર અને ચાકુથી તેની હત્યા કરી નાખી હતી. એટલું જ નહીં આરોપીઓ હત્યા બાદ મૃતદેહને ગૌતમ નગર સ્થિત નહેરમાં નાખી ફરાર થઇ ગયા હતા. પોલીસ ત્યારથી જે તેમની શોધ ખોળ કરી રહી હતી.
આ પણ વાંચો Ahmedabad Firing : રખિયાલમાં ફાયરિંગ કરનાર ઝડપાયા, 9 રાઉન્ડ ફાયરિંગ કર્યાનો થયો ખુલાસો
વહેમ રાખીને કરી હતી હત્યા: પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે વર્ષ 1995ની સાલમાં આરોપી અને તેના સાગરીતો સુરત શહેરના પાંડેસરા સ્થિત સિદ્ધાર્થનગરમાં રહી કારખાનામાં મજુરી કામ કરતા હતા. જે દરમિયાન તેના મનમાં શંકા ઉપજી હતી કે સાથે રહેતો મિત્ર શિવરામ ઉદય નાયક તેનીની સાથે ગદ્દારી કરી રહ્યો છે. જેનો વહેમ રાખીને 4 માર્ચ 1995ના રોજ રાત્રીના નવ વાગ્યાના અરસામાં આરોપી શિવરામ નાયકને વાત કરવાના બહાને ઘરની બહાર લઇ આવ્યો હતો.
આ પણ વાંચો Surat Crime : કંપનીની સિસ્ટમ હેક કરી ઓર્ડરની એન્ટ્રી ઉભી કરનાર ભેજાબાજોની ધરપકડ
છેલ્લા 28 વર્ષથી વોન્ટેડ: પી.આઈ વાઘડીયાએ વધુમાં જણાવ્યું હતું કે,સુરતના પાંડેસરા વિસ્તારમાં આરોપી સામે હત્યાનો ગુનો નોંધાયો હતો અને આ ગુનામાં તે છેલ્લા 28 વર્ષથી વોન્ટેડ હતો.આરોપીએ હત્યાના ગુનાને અંજામ આપ્યો હતો ત્યારે તેની ઉમર 23 વર્ષ હતી અને પકડાયો ત્યારે તેની ઉમર 52 વર્ષ છે. આરોપી મૂળ ઓરિસ્સાના ગંજામ જિલ્લાનો વતની છે.પરંતુ વર્ષો પહેલા તેના મૂળ ગામથી પરિવાર સહીત કોઈ અન્ય જગ્યા ઉપર સ્થળાંતરીત થઇ ગયો હતો અને હાલમાં તે કેરળમાં મિસ્ત્રીકામ કરતો હતો.