- સુરત શહેરમાં નવા રિસ્ટ્રક્ચરિંગ અને રીવ્યું માટે બેઠક યોજાઇ
- ક્રાઇમ રેસ્યો અટકાવવા માટે શહેરમાં કુલ 590 સ્થળોએ CCTV લગાવાયા
- કુલ 590 સ્થળોએ નવા CCTV લગાવામાં આવશે
સુરત: સુરત શહેરમાં રાજ્ય ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજા તથા રાજ્ય ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના અધ્યક્ષતામાં સુરત પોલીસ કમિશનર ભવન ખાતે બેઠક યોજાઇ હતી. બેઠકમાં શહેરના રિસ્ટ્રક્ચરિંગ અંગે ચર્ચા કરવામાં આવી હતી. શહેરમાં વધી રહેલા ક્રાઇમ રેસ્યો અટકાવવા માટે શહેરમાં કુલ 590 સ્થળોએ નવા CCTV લગાવામાં આવશે. જેનું મોનીટરીંગ સુરત શહેર પોલીસ કમિશનર ભવન ખાતેથી કરવામાં આવે છે. એજ રીતે આ બાકીના નવા CCTVનું મોનીટરીંગ પણ સુરત શહેર પોલીસ દ્વારા જ કરવામાં આવશે. આ નવા CCTV લગાવાથી શહેરમાં થઈ રહેલા ક્રાઇમ તથા બીજી બધા ગુનાઓ અટકાવી શકાશે.
આ પણ વાંચો: કુનરીયા ગામમાં 15 દિવસનું આયોજન કરી ગામ કોરોનામુક્ત બને એવી વ્યુહરચના કરવામાં આવી
નવા પાંચ પોલીસ સ્ટેશન નિર્માણ કરાશે: ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજા
સુરત પોલીસ કમિશનર ભવન ખાતે શહેરમાં નવા રિસ્ટ્રક્ચરિંગ અને રીવ્યું માટે બેઠક કરવામાં આવી હતી. ત્યારબાદ સમગ્ર બેઠક અંગે રાજ્ય ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજા દ્વારા જણાવવામાં આવ્યું કે, સુરત શહેરમાં આગામી દિવસોમાં નવા પાંચ પોલીસ સ્ટેશન નિર્માણ કરવામાં આવશે. તેમાં વેસુ પોલીસ સ્ટેશન, સારોલી પોલીસ સ્ટેશન, પાલ પોલીસ સ્ટેશન, ખટોદરા વિસ્તારમાંથી અલથાણ પોલીસ સ્ટેશન અને મોટા વરાછા પાસે ઉત્રાણ પોલીસનું નિર્માણ કરવામાં આવશે.
સુરત શહેર CCTVનું નેટવર્ક 2021-22 માટે કુલ 16 કરોડ મંજુર
સુરત શહેર CCTVનું નેટવર્ક 2021-22 માટે કુલ 16 કરોડ મંજુર કરવામાં આવ્યા છે તથા ત્રણ કરોડ વેહિકલ તથા 1.23 કરોડના રેકવયુટ માટે એટલે કુલ 4.23 કરોડનું પણ જાહેરાત કરવામાં આવી છે. રાજ્યનું પોલીસ તંત્ર સ્માર્ટ બને સજ્જ બને તે માટે પોલીસ કર્મચારીઓને 71 કરોડના ખર્ચે 10,000 જેટલા બોડી કૅમેરા આગળના દિવસોમાં આપવામાં આવશે. જેથી પોલીસ કર્મચારી તથા અરજદારનું એકબીજાનું પરસ્પર સબંધ રેકોર્ડિંગ કરી શકે તે માટે આપવામાં આવશે. તથા સુરત શહેર રાજ્યનું આર્થિક રાજધાની શહેર તરીકે માનવામાં આવે છે. જેથી સુરત શહેરમાં અન્ય રાજયોમાંથી લોકો રોજગારી માટે આવતા હોય છે. શહેરમાં ઉદ્યોગમાં રોજગારીની તકો જળવાઈ રહે તે માટે શહેરમાં શાંતિ અને સલામતી માટે આજે આ પ્રકારના નિર્ણયો લેવામાં આવ્યા છે.