વરાછા ખાતે આવેલા મારૂતી ચોક નજીક મારૂતિ ક્લિનિક આવેલું છે અને આ ક્લિનિક ચલાવતા તબીબ આર.ટી.ગોયાની સામે ગંભીર પ્રકારના આક્ષેપ થયા છે. મારૂતિ ક્લિનિકના તબીબ આર.ટી.ગોયાની સ્ટ્સમે આક્ષેપ છે કે, તેણે સારવાર માટે આવેલી મહિલાની શારીરિક છેડતી કરી છે. વરાછા પોલીસ મથકમાં મહિલા દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ મુજબ તેણીને પેટમાં દુખાવો ઉપડ્યો હતો. જેથી મહિલા મારૂતિ ક્લિનિક પર સારવાર કરાવવા માટે આવી હતી. આ દરમિયાન સારવાર કરવાના બહાને તબીબે સ્કેનિંગ મશીનમાં મહિલાની શારીરિક છેડતી કરી હતી.
આ અંગે મહિલાએ પોલીસ મથકમાં ફરિયાદના આધારે વરાછા પોલીસે તબીબ આર.ટી.ગોયાણી સામે છેડતી હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી હતી. પોલીસે તબીબની ધરપકડ કરી આગળની તપાસ શરૂ કરી છે.