સુરતઃ જિલ્લાના માંડવી તાલુકાના આમલી ડેમમાં સાત લોકો ડૂબી જવાની (Boat Capsized In Amli Dam) ઘટના બની હતી. આ ઘટનાને લઈને સમગ્ર પંથકમાં શોકની લાગણી પ્રસરી ગઇ હતી. ત્યારે સરકારના પૂર્વ પ્રધાન ગણપત વસાવા, પ્રધાન નરેશ પટેલ, પ્રધાન પુરણેશ મોદી તેમજ સાંસદ પ્રભુ વસાવા દ્વારા મૃતકોના પરિવારજનનો સહાય મળે એ માટે મુખ્યપ્રધાનને રજુઆત કરવામાં આવી હતી. ત્યારે આજરોજ મુખ્યપ્રધાન રાહત ફંડ માંથી 7 મૃતકોના પરિવારજનોને 4-4 લાખ રૂપિયા આપવાનો (Four lakh assistance from the CM Relief Fund) નિર્ણય કરવામાં આવ્યો છે
કઈ રીતે બની હતી ઘટના
આ પણ વાંચો: Suicide Case in Surat : સુરતમાં MBBS ડૉક્ટરનું PG-NEETના મેરીટ લિસ્ટમાં નામ ન આવતા કરી આત્મહત્યા
દેવગીરી ગામના 10 જેટલા શ્રમિકો ડુંગર0 (Hill of Devagiri Village) પર ઘાસચારો લેવા નાવડીમાં બેસી આમલીડેમ પસાર કરી રહ્યા હતા. તે દરમિયાન અચાનક ભારે પવન આવતા નાવડી પલટી ગઈ હતી. જેમાં 10 લોકો પાણીમાં ડૂબવા લાગ્યા હતા. જોકે 3 લોકો તરીને બહાર આવી ગયા હતા. જ્યારે સાત જેટલા લોકો પાણીમાં ડૂબી ગયા હતા. જેને લઇને સ્થાનિક ફાયર વિભાગની ટીમે તેમ જ SDRF અને NDRF ટીમે ભારે જહેમત બાદ મૃતદેહોને બહાર કાઢ્યા હતા.
મૃતકોના પરિવારને વળતર ચૂકવવાની માંગ
જોકે, ઉમરપાડા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ઉમરપાડા મામલદાર કચેરી મારફતે રાજ્યના મુખ્યપ્રધાનને આવેદન પત્ર લખી મુખ્યપ્રધાન રાહત ફંડ(CM Relief Fund) અથવા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ (Disaster Management Act) હેઠળ 4 લાખનું મૃતકોના પરિવારોને વળતર ચૂકવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ Boat Capsized In Amli Dam: આમલી ડેમમાં હોડી પલટી ખાઈ જતા આજે વધું 3 મૃતદેહો મળ્યા, હજૂ એક શ્ખની શોધખોળ શરૂ