ETV Bharat / state

મિલમાં કામ કરતી વખતે દાઝેલા કામદારનું મૃત્યું

સુરત જિલ્લાના પલસાણા તાલુકાના તાતીથૈયા ગામની મિલમાં કામ કરતા કામદારનું બોયલરનું ગરમ પાણી પડતા સારવાર દરમ્યાન મૃત્યુ થયું હતું. કામદારની પત્ની તેના બાળકો સાથે મૃતદેહ લઈને મિલના દરવાજે આવીને મદદ માટે આજીજી કરતા લોકટોળું એકત્રિત થઈ ગયું હતું. પોલીસે ટોળું વિખેર્યા બાદ મહિલા અને મિલમાલિક સાથે સમાધાન કરાવી મામલો થાળે પાડ્યો હતો.

surat
મિલમાં કામ કરતી વખતે દાઝેલા કામદારનું મૃત્યું
author img

By

Published : May 7, 2021, 2:14 PM IST

  • ફેક્ટરીમાં કામ કરતા કામદારનું દાઝવાના કારણે મૃત્યુ
  • મહિલા પતિનો મૃતદેહ લઈને મદદ માટે પહોંચી મીલ પર
  • પોલીસ ઘટના સ્થળે આવી મામલો થાળે પાડ્યો

બારડોલી : પલસાણા તાલુકાના તાંતીથૈયાની એક મિલમાં આકસ્મિક રીતે દાઝેલા કામદારનું સારવાર દરમિયાન મૃત્યું થયું હતું. મૃતકની પત્ની બે પુત્રો સાથે મૃતદેહ લઈને મિલ પર પહોંચી હતી અને મદદની માંગણી કરી હતી. મહિલાને કલ્પાંત કરતા જોઈ મિલની બહાર 200થી વધુનું ટોળું ભેગું થયું હતું. કડોદરા પોલીસને ઘટનાની જાણ થતા ટોળું વિખેરી મધ્યસ્થી કરી મામલો થાળે પાડ્યો હતો.

મૂળ બિહારનો પરિવાર રોજીરોટી માટે અહીં આવ્યો હતો

મૂળ બિહારમાં રોહતસ જિલ્લાના અને હાલ કડોદરા નગરમાં આવેલ પ્રિયંકા ગ્રીન સિટીમાં સમ્રાટ નગરની ગલીમાં રહેતા કમલેશ રવિન્દ્ર ચૌધરી (32) પત્ની પિંકીદેવી તેમજ બે સંતાનો સાથે રહેતો હતો અને તાંતીથૈયા ખાતે આવેલ સોનાલી ડાંઇંગ મિલમાં બોઇલર વિભાગમાં નોકરી કરી ગુજરાન ચલાવતો હતો. ગત 25મી એપ્રિલમાં રોજ કમલેશ ચૌધરી રાત્રી પાળીમાં મિલમાં હાજર હતો ત્યારે 11 વાગ્યાના અરસામાં મિલમાં અકસ્માતે બોઇલર વિભાગનું ગરમ પાણી કમલેશ પર પડી જતા તે શરીરે ગંભીર રીતે દાઝયો હતો.

મિલમાં કામ કરતી વખતે દાઝેલા કામદારનું મૃત્યું

આ પણ વાંચો : ડોસા ગામે આગની ઘટનામાં એક જ પરિવારમાં ત્રીજા સભ્યનું મોત

નવી સિવિલમાં સારવાર દરમિયાન થયું મૃત્યુ

મિલના સુપરવાઇઝર દ્વારા ગંભીર રીતે દાઝેલા કામલેશને કડોદરા નગરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેની તબિયત લથડતા 3જી મેના રોજ કમલેશને વધુ સારવાર માટે સુરતની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં પણ જગ્યાના અભાવે કમલેશ ચૌધરીને 5માં માળે કોવિડ આઈશોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો હતો. દરમ્યાન 5મી મે બુધવારે સાંજના સમયે કમલેશ ચૌધરીનું મોત નીપજ્યું હતું. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો.

પત્ની બે સંતાનો સાથે પહોંચી મિલ પર

કમલેશભાઈની પત્ની પિંકીદેવી પુત્ર રાજન (8) અને પુત્રી ખુશ્બૂ (10) સાથે કમલેશભાઈનો મૃતદેહ લઈ મિલમાં પહોંચી હતી. મિલના દરવાજે પત્નીને પતિની મૃતદેહ મૂકી કલ્પાંત સાથે બને પુત્રો માટે મિલ સંચાલકો પાસે મદદની આજીજી કરી હતી. જે જોઈ ત્યાંથી પસાર થતા કામદારોનું 200થી વધુ લોકોનું ટોળું ભેગું થયું હતું. ઘટનાની જાણ થતા કડોદરા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મિલ તેમજ મૃતકની પત્ની વચ્ચે મધ્યસ્થી કરી મામલો થાળે પડ્યો હતો. મિલ સંચાલકોએ મૃતકના પુત્ર પત્ની અને પુત્રીના નામે મદદરૂપ રકમ આપવાની તૈયારી દર્શાવતા મૃતકના પરિવારજનોએ કમલેશભાઈની અંતિમ વિધિ આટોપી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.