બારડોલી: સુરત જિલ્લામાં જે જે વિસ્તારમાંથી બુલેટ ટ્રેન પસાર થઈ છે તે વિસ્તારના ખેડૂતો કરોડપતિ બની ગયા છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં જે ખેડૂતોની જમીન સંપાદિત થઇ છે તે ખેડૂતોને જંત્રી કરતાં ચાર ગણા ભાવ ચુકવવામાં આવ્યા છે. જેને લઈને આ વિસ્તારમાં ખેડૂતોના જીવન ધોરણમાં ઘણો મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. ખેડૂતોનો આર્થિક વિકાસ થયો છે. સાથો સાથ વિસ્તારનો પણ વિકાસ થયો છે.
સરકારી તંત્રની ઉત્કૃષ્ટ કાર્યવાહી: બુલેટ ટ્રેન પ્રોજેકટમાં સુરત જિલ્લામાં સૌથી વધુ જમીન સંપાદન થયું છે એવા અંત્રોલી ગામના મહિલા ખેડૂત કિર્તિબેન દેવેન્દ્રસિંહ બારડ સાથે ETV ભારતે વાત કરી હતી. જેમાં તેમણે જણાવ્યુ હતું કે, 'જ્યારે આ પ્રોજેકટ અંગે ચર્ચા શરૂ થઈ હતી ત્યારે આનંદની સાથે ચિંતા પણ થઇ હતી. ખેતીની ફળદ્રુપ જમીનનું પૂરેપુરું વળતર મળશે કે કેમ તેની ચિંતા સતાવતી હતી. થોડા સમય માટે લડતની તૈયારી શરૂ કરી હતી. સમય જતાં તત્કાલિન જિલ્લા કલેક્ટર ડૉ. ધવલ પટેલે ગામના તેમજ આજુબાજુ ગામમાં જમીન ગુમાવનાર ખેડૂતો પૈકી કેટલાક ખેડૂતો સાથે વ્યક્તિગત મુલાકાત આપી પ્રોજેકટની વળતર સહિતની જમીન સંપાદન પ્રક્રિયા અંગેની સંપૂર્ણ માહિતી આપી હતી. જેનાથી ખેડૂતોની ચિંતા હળવી થઈ હતી.'
નવું ઘર બન્યું: ધીમે ધીમે જમીન સંપાદનની પ્રક્રિયા પૂર્ણ થઈ તેમજ પૂરતું અને સમયસર વળતર મળતા મારા જેવા જમીન ગુમાવનાર ખેડૂતો પરથી ચિંતાના વાદળો હતી ગયા હતા. તેમણે વધુમાં જણાવ્યુ કે, 'આ પ્રોજેકટમાં જમીન ગુમાવ્યા બાદ તેમાંથી મળેલા સંતોષકારક વળતરથી આજે અમે સારી જિંદગી જીવી રહ્યા છીએ. અમે આ પૈસાથી નવું ઘર બનાવવાની સાથે સાથે બાળકોને ઉચ્ચ અભ્યાસ કરાવવા માટે સક્ષમ બન્યા છે અને તેની વ્યવસ્થા પણ કરી છે.'
ઘરમાં તમામ સુવિધાઓ ઉપલબ્ધ: કિર્તિબેન વધુમાં જણાવે છે કે, ,હજુ અમને આશા છે કે અમારા બાળકો ઉચ્ચ અભ્યાસ પૂર્ણ કર્યો છે. તેમને યોગ્ય નોકરી કે બિઝનેશની તકો મળે તે માટે સરકાર વ્યવસ્થા કરશે. બુલેટ ટ્રેનના વળતર મળ્યા બાદ આધુનિક સુવિધાઓથી સજ્જ મકાનનું નિર્માણ કર્યું છે. ઘરમાં તમામ સુવિધાઓ ઉપલબ્ધ હોય હાલ ખેડૂત પરિવાર આનંદથી જિંદગી જીવી રહ્યા છે.'
આ પણ વાંચો Bullet train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીન આપનારા ખેડૂતો બની ગયા કરોડપતિ
બાળકોને આપી શક્યા શિક્ષણ: કીર્તિબેન જણાવે છે કે, 'બુલેટ ટ્રેન પ્રોજેટમાં અમારી જમીન સંપાદિત થઇ અને તેમાંથી મળેલા વડતરથી અમે અમારા બાળકોને સારું શિક્ષણ આપી શક્યા છે. અમારા બાળકો કોલેજમાં અભ્યાસ કરે છે. બાળકોની ફી ભરવામાં અમને તકલીફ પડતી હતી પરંતુ હવે તે સમસ્યા રહી નથી. આ પ્રોજેક્ટથી ફક્ત અમારું જ નહિ પરંતુ અમારા બાળકો અને તેઓની પેઢીમાં પણ સુખાકારી આવી છે.'
આ પણ વાંચો Bullet train: બુલેટ ટ્રેનની કામગીરીનું નિરીક્ષણ કરવા પહોંચ્યા સાંસદ કિરીટ સોલંકી