સુરતના લીંબાયત વિસ્તારમાં રમેશ ચિંતાલુડી નામનો બોગસ ડૉક્ટર છેલ્લા બે વર્ષથી ગામના લોકોની સારવાર કરતો હતો.તેની પાસે દાક્તરીની કોઇ ડીગ્રી નહોતી પણ આર્થિક લાભ મેળવવા માટે તે નકલી ડૉક્ટર બની લોકોને દવા આપતો હતો.આ વાતની જાણ સ્થાનિકોને થતાં નકલી ડૉક્ટરને પોલીસને હવાલે કર્યો હતો.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે, પૈસા કમાવવા માટે આરોપી રમેશ નકલી ડૉક્ટર બની લીંબાયતના પ્રતાપનગરમાં દવાખાનું ચલાવતો હતો. આમ, તંત્રની બેદકારીના કારણે આવા અનેક નકલી ડૉક્ટરો પોતાનો આર્થિક લાભ સંતોષવા માટે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરી રહ્યા છે. જેથી લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.
જિલ્લા આરોગ્ય અધિકારી શહેરમાં કોઇ સજાગતા દાખવી રહ્યા નથી ત્યારે ,ફરજી ડૉક્ટરને પકડવાનું કામ સ્થાનિકોને કરવું પકડ્યું છે. આમ, તંત્રની બેદરકારીના કારણે લોકોનો જીવ જોખમમાં મૂકાઇ શકે છે. માટે રોષે ભરાયેલાં સ્થાનિકોએ તંત્રને તમામ વિસ્તારોમાં તપાસ કરવાની રજૂઆત કરી છે. સાથે નકલી ડૉક્ટરો પકડીને તેમને કડક સજા કરવાની માંગ કરી છે.