ETV Bharat / state

સુરતમાં પ્રથમવાર ભાજપ પ્રદેશની કારોબારી બેઠક શરૂ, વિધાનસભા ચૂંટણી માટે વ્યુહરચના તૈયાર થશે - Surat Aam Aadmi Party

સુરતમાં પ્રથમવાર ભાજપ પ્રદેશની કારોબારી બેઠક (Surat BJP Pradesh Executive Meeting)મળી રહી છે. વિધાનસભા ચૂંટણી પહેલા વ્યુરચના તૈયાર કરવા માટે સુરતમાં આયોજીત ભાજપ પ્રદેશ કારોબારી બેઠકમાં અગત્યની ચર્ચાઓ હાથ ધરવામાં આવી રહી છે. પેજ પ્રમુખ અને (Assembly Elections 2022 )સરકારી યોજનાઓને લઈને તમામ ચર્ચાઓ હાથ ધરવામાં આવી હતી.

સુરતમાં પ્રથમવાર ભાજપ પ્રદેશની કારોબારી બેઠક શરૂ, વિધાનસભા ચૂંટણી માટે વ્યુહરચના તૈયાર થશે

author img

By

Published : Jul 8, 2022, 1:42 PM IST

Updated : Jul 8, 2022, 2:12 PM IST

સુરતઃ શહેરમાં પ્રથમવાર ભાજપ પ્રદેશની કારોબારી બેઠક (BJP state executive meeting )મળી રહી છે. વિધાનસભાની ચૂંટણી પહેલા સુરતમાં આયોજિત આ કારોબારી બેઠકમાં ચૂંટણીલક્ષી તમામ ચર્ચા વિચારણા કરવામાં (Assembly Elections 2022 ) આવશે. પ્રથમ બેઠક ભાજપ બક્ષીપંચ અને અનુસૂચિત જનજાતિ મોરચાની મળી હતી. જેમાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સહિત સંગઠન મહામંત્રી રત્નાકરજી ઉપસ્થિત રહ્યા હતા.

ભાજપ પ્રદેશની કારોબારી બેઠક

કાર્યકર્તાઓમાં ઉત્સાહ ભરવાનો પ્રયાસ - વિધાનસભા ચૂંટણી પહેલા વ્યુરચના તૈયાર કરવા માટે સુરતમાં આયોજીત ભાજપ પ્રદેશ કારોબારી બેઠકમાં અગત્યની ચર્ચાઓ હાથ ધરવામાં આવી રહી છે. પેજ પ્રમુખ અને સરકારી યોજનાઓને લઈને તમામ ચર્ચાઓ હાથ ધરવામાં આવી હતી. એટલું જ નહીં સદસ્યતા અભિયાનમાં કઈ રીતે લોકો સુધી પહોંચવું અને લોકોને સદસ્ય બનાવવું આ અંગે પણ ચર્ચા હાથ ધરવામાં આવી હતી. આજે કારોબારી બેઠકની પ્રથમ બેઠક અનુસૂચિત જાતિ અને બક્ષીપંચ મોરચાની મળી હતી. ઉધના કાર્યાલય ખાતે મળેલી આ બેઠકમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ એકત્ર થયા હતા. પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને મહામંત્રી રત્નાકરજીએ વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી કાર્યકર્તાઓમાં ઉત્સાહ ભરવાનો પ્રયાસ કર્યો હતો.

આ પણ વાંચોઃ Surat BJP Executive Meeting : સુરતમાં ભાજપની કારોબારી બેઠકને લઈને તડામાર તૈયારીઓ

સુરત ખૂબ જ મહત્વ - હાલ સુરત શહેર રાજકીય પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ખૂબ જ મહત્વનું શહેર ગણવામાં આવી રહયું છે. કારણ કે પ્રથમવાર આમ આદમી પાર્ટીના મહાનગરપાલિકાની( Surat Aam Aadmi Party )ચૂંટણીમાં 28 જેટલા નગરસેવકો ચૂંટાઈને આવ્યા હતા. આ વખતે વિધાનસભા ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ નહીં પરંતુ આમ આદમી પાર્ટી પણ આક્રમક ચૂંટણી પ્રચાર કરી રહી છે. આમ આદમી પાર્ટીના સુરતના કાર્યકર્તાઓ મહાનગરપાલિકાની ચૂંટણીમાં મળેલ પરિણામ બાદ ખૂબ જ ઉત્સાહિત છે. સુરતથી મળેલ વિજય બાદ આખા ગુજરાતમાં વિજયની કલ્પના કરી રહેલ આમ આદમી પાર્ટી માટે સુરત ખૂબ જ મહત્વ ધરાવે છે અને પ્રથમ વાર ભાજપ પણ સુરત ખાતે કારોબારી બેઠક યોજી રહી છે.

714 જેટલા સભ્યોનું ૨જીસ્ટ્રેશન - ભાજપ પ્રદેશની કારોબારી બેઠકમાં આમંત્રિત મહેમાનો પૈકી 700થી વધુ સભ્યોનું રજીસ્ટ્રેશન થઇ ગયું છે. આગામી 9માં જુલાઇના રોજ સરસાણા કન્વેન્શન સેન્ટરમાં યોજાનારી પ્રદેશ કારોબારી બેઠકને વિશિષ્ટ બનાવવા માટેની તૈયારીઓ છેલ્લા ઘણા દિવસથી શહેર ભાજપ દ્વારા કરવામાં આવી રહી છે.પક્ષના સંગઠનને લઇ ચર્ચા કરવા માટે ભાજપ દ્વારા પ્રદેશ કારોબારીની બેઠક બોલાવવામાં આવતી હોય છે.

આ પણ વાંચોઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં OBC સમાજ માટે ભાજપ કોર્ટમાં જવા તૈયાર

શહેર પ્રથમ વખત યજમાન - આ વખતે સરસાણા ખાતેના કન્વેન્શન સેન્ટરમાં પ્રદેશ કારોબારી બેઠક યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે. સુરત શહેર પ્રથમ વખત યજમાન બની રહ્યું છે. કારોબારી બેઠકમાં મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, 26 સાંસદો, 110 ધારાસભ્યો, શહેર અને જિલ્લાના પ્રમુખ અને મેયર સહીતના પદાધિકારીઓ ઉપસ્થિત રહશે. એક હજારથી વધુ લોકોને બેઠકમાં આમત્રિત કરવામાં આવ્યા છે. તે પૈકી 714 જેટલા સભ્યોનું ૨જીસ્ટ્રેશન થઇ ગયું છે. 9મી જુલાઇના રોજ મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના અધ્યક્ષ સ્થાને બેઠક મળશે દરમિયાન સાંસદ, ધારાસભ્યો, શહેર જિલ્લા પ્રમુખ સહીતના આગેવાનોને માર્ગદર્શન પુરૂ પાડવામાં આવશે

Last Updated : Jul 8, 2022, 2:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.