સુરત ગુજરાત વિધાનસભાની ચૂંટણી ( Gujarat Assembly Election 2022) હવે નજીક આવી રહી છે. આજે સવારે ભાજપે 182 ઉમેદવારમાંથી 160 ઉમેદવારને જાહેર કર્યા છે. સુરતમાં 12 વિધાનસભા બેઠક પૈકીની 11 બેઠક પર ઉમેદવાર જાહેર કરી દેવામાં આવ્યા છે. એક માત્ર સુરતની ચોર્યાસી વિધાનસભાના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા નથી. સુરતના 11 ઉમેદવારમાંથી ચાર મંત્રી સહિત નવ ઉમેદવારને રીપીટ કરવામા આવ્યા છે. જ્યારે ઉધના અને કામરેજ પર ભાજપે નવા ચહેરા મુક્યા છે.
રીપીટ કરાયા ભાજપે જે યાદી જાહેર કરી તેમાં ભુપેન્દ્ર પટેલ સરકારમાં પ્રધાન હર્ષ સંધવી, પુર્ણેશ મોદી, વિનોદ મોરડિયા, મુકેશ પટેલને રીપીટ (Repeat Theory in Surat) કરવામા આવ્યા છે. આ ઉપરાંત કરંજ માં પ્રવિણ ઘોઘારી, ઉત્તરમાં કાંતિ બલર, લિંબાયતમાં સંગીતા પાટીલ, પૂર્વમાં અરવિંદ રાણા, વરાછામાં કુમાર કાનાણીને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે કામરેજ બેઠક પરથી વીડી ઝાલાવડિયાને બદલે પુર્વ ધારાસભ્ય પ્રફુલ પાનસેરિયા અને ઉધના બેઠક પરથી વિવેક પટેલને બદલે મનુ પટેલને ટિકિટ ફાળવાવમાં આવી છે. ઉલ્લેખનીય છે કે સુરતની બે બેઠકો સિવાય તમામને રીપીટ કરાયા છે. ભાજપના ઉમેદવારોની સતાવાર જાહેરાત થતા કાર્યકરોએ ઉજવણી પણ કરી હતી.
ભાજપે જાહેર કરી યાદી આજે સવારે ભાજપે 182 માંથી ઉમેદવારમાંથી 160 ઉમેદવારનની જાહેરાત કરી દીધી છે. જેમાં જૂના ઉમેદવારોને મોટે ભાગે રિપિટ (No repeat theory) કરવામાં આવ્યા નથી. પરંતું સુરતમાં ભુપેન્દ્ર પટેલ સરકારમાં મંત્રી એવા હર્ષ સંધવી પુર્ણેશ મોદી, વિનોદ મોરડિયા, મુકેશ પટેલને રીપીટ કરવામાં આવ્યા છે.ચાર મંત્રી સહિત નવ ઉમેદવારને રીપીટ કરવામા આવ્યા છે. બીજી બાજુ વિધાનસભાની ચૂંટણીને લઇને દરેક પક્ષ તૈયારી બતાવી રહ્યું છે. પછી કોંગ્રેસ હોય કે ભાજપ હોય કે આમ આદમી પાર્ટી હોય પૂરજોશમાં તૈયારીઓ કરી દીધી છે.