સુરત: મહાનગરપાલિકાના વોર્ડ નંબર 9ના ભાજપના કોર્પોરેટર કૃણાલ સેલરે પોતાના મતવિસ્તારમાં આવનાર જહાંગીરાબાદ અને જહાંગીરપુરા વિસ્તારના નામ બદલવા માટે સુરત જિલ્લા કલેકટરને ભલામણ કરી છે. તેઓએ જણાવ્યું છે કે આ બંને વિસ્તાર જાહેર જનતાની આસ્થા સાથે જોડાયેલ છે. જેથી જાહેર જનતાની લાગણી સાથે તેઓની માંગણી છે કે આ લેન્ડમાર્કના નામને ફેરબદલ કરવામાં આવે અને જહાંગીરાબાદનું નામ કુરુધામ તેમજ જહાંગીરપુરા વિસ્તારનું નામ બદલીને કુરુક્ષેત્ર કરવામાં આવે.
રાજા સાથે વિવાહ: ઇતિહાસ અતિ પ્રાચીનકૃણાલ સેલરએ પોતાના પત્રમાં જણાવ્યું હતું કે, આ બંને વિસ્તાર નો ઇતિહાસ અતિ પ્રાચીન છે જેનો ઉલ્લેખ પુરાણોમાં મળે છે. મહર્ષિ વેદ વ્યાસ રચિત સ્કંદ પુરાણમાં અવંતિકા ખંડના તાપીખંડ કે જે તાપી પુરાણથી પ્રચલિત છે તેમાં આ બંને સ્થળની મહત્તા જણાવવામાં આવી છે. તાપી પુરાણ ના 67 માં અધ્યાયમાં જાણવા મળે છે કે તાપી માતાના સુવરૂપ રાજા સાથે વિવાહ થયા હતા. રાજા સુવરૂણેશ્વર મહાદેવ સ્વરૂપ વરિયાવ ખાતે સ્થાપિત પણ છે.
કુરુક્ષેત્ર સમશાન ભૂમિ: તાપી પુરાણમાં ઉલ્લેખકૃણાલ સેલરે જણાવ્યું હતું કે, તેમના મોટા પુત્ર પૂરું થયા અને તાપી પુત્ર રાજા ગુરુને મળેલા વરદાનમાં તેમની પાસે તમામ સાધન સંપદા હતી પરંતુ કીર્તિ ન મળતા તેમને નારદજીનું શરણ લીધું હતું અને તપ કર્યું હતું. જે ભૂમિ ઉપર તાપીના પુત્ર રાજા કુરુએ તપ કર્યું હતું તે વારી તપ્યાં ક્ષેત્રની પક્ષી મે આવેલા છે. જેથી તેને કુરુક્ષેત્ર કહેવામાં આવે છે. ગુરુને વરદાન આપવા માટે મહાદેવ પ્રગટ થયા હતા.
અનુરોધ કરવામાં આવ્યો: પૂરું રાજેશ્વર મહાદેવ મંદિરના પ્રાંતનમાં પાંડવો દ્વારા પણ તેમના વનવાસ દરમિયાન રાતવાસો કરવામાં આવ્યું હોવાનું પણ જાણવા મળે છે. આ કુરુરાજેશ્વર મહાદેવ મંદિર પાસે તેઓના નામ પરથી કુરુક્ષેત્ર સમશાન ભૂમિ પણ છે. હિન્દુઓની આસ્થાને ધ્યાનમાં રાખીને અને જે પુરાણોમાં ઉલ્લેખ છે તેના આધારે આ બંને વિસ્તારોના નામ બદલવામાં આવે તે માટે કલેકટરને પત્ર લખી અનુરોધ કરવામાં આવ્યો છે.