સુરત: બિહાર રાજ્યમાં આવેલા કટિહાર જિલ્લામાં (Katihar Gang War) મોહના ઠાકુર અને પીંકુ યાદવ ગેંગ વચ્ચે વર્ચસ્વની લડાઈ અવર નવર ચાલતી હતી. બન્ને ગેંગ જમીન, પાણી અને મિલકતો ઉપર પોતાનો કબજો જમાવવા અવાર નવાર એકબીજા ઉપર હુમલો કરતા આવ્યા હતા. આ ગેંગવોરમાં 5 શખ્સોની ફાયરીંગ કરી હત્યા કરવામાં આવી હતી. (arrest four sharp shooter surat)
ગેંગવોરમાં 5 શખ્સોની હત્યા: આ બંને ગેંગ વિરુદ્ધ ઘણા ગંભીર પ્રકારના ગુનાઓ નોંધાયેલા છે. આ બંને ગેંગ વચ્ચે થોડા સમયથી ગંગા નદીના કાંઠે કાપની જમીનો ઉપર કબજો કરવામાં અણબનાવ ચાલુ હતો. જે બાબતની અદાવત રાખી બંને ગેંગ વચ્ચે 8 ડીસેમ્બર 2022 ના રોજ મોહન ઠાકુર ગેંગના 23 સાગરીતો અને પીંકુ યાદવ ગેંગના સાગરીતો વચ્ચે ભવાનીપુર ગામમાં ગેંગવોર થઇ હતી. આ ગેંગવારમાં બન્ને ગેંગ વચ્ચે હથિયાર અને દારૂગોળા સાથે એકબીજા ઉપર સામ સામે આશરે ત્રણેક કલાક સુધી ફાયરીંગ ચાલી હતી. આ ગેંગવોરમાં મોહના ઠાકુર ગેંગ દ્વારા પીંકુ યાદવ ગેંગના લીડર પીંકુ યાદવ સહીત અન્ય 4 શખ્સોની હત્યા કરી તેઓની લાશને ગંગા નદીના પાણીમાં નાખી દેવામાં આવી હતી. અને ત્યારબાદ તમામ સાગરીતો ફરાર થઇ ગયા હતા. (Gujarat and Bihar Police joint operation)
સંયુક્ત ઓપરેશન: ગેંગવોરમાં સામેલ આરોપીઓમાંથી 4 શખ્સોની સુરત શહેરમાંથી ધરપકડ કરવામાં આવી છે. આ અંગેની જાણકારી મળતા જ બિહાર એસટીએફની ટીમ સુરત શહેરમાં આવી હતી અને બિહારમાં ગેંગવોરમાં 5 શખ્સોની હત્યા કરનાર આરોપીઓ સુરત શહેરમાં ફરતા હોય તેને પકડવા જરૂરી મદદ માંગી હતી. દરમ્યાન સુરત ક્રાઈમ બ્રાંચની ટીમ અને બિહાર એસટીએફની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું અને ગોડાદરા દેવધ ચેકપોસ્ટ પાસેથી 4 આરોપીઓને ઝડપી પાડ્યા હતા.
આ પણ વાંચો: કચ્છના બહુચર્ચિત 10 કરોડના હનીટ્રેપ કેસના મુખ્ય આરોપીની ધરપકડ
પોતાની ઓળખ છુપાવી વસવાટ: ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર લલિત વાઘડીયાએ જણાવ્યું હતું કે, મોહના ઠાકુર ગેંગ વિરુદ્ધ હત્યા, ખંડણી, હત્યાની કોશિશ, લૂંટ, ધાડ, વિગેરે જેવા સંખ્યાબધ ગુનાઓ બિહાર રાજ્યના કટીયાર જિલ્લામાં નોંધાયેલા છે. મુખ્ય 4 શાર્પશુટરો સુરત જિલ્લામાં પોતાની ઓળખ છુપાવી વસવાટ કરતા હોવાની માહિતી બિહાર એસટીએફને મળી હતી અને બિહાર એસટીએફની ટીમ સુરત આવી હતી.તેમજ ઝડપાયેલા ચારેય આરોપીઓને બિહાર ખાતે લઇ જવાના હોય તેઓને નામદાર કોર્ટમાં રજુ કરી આરોપીઓના 09 જાન્યુઆરી 2023 સુધીના ટ્રાન્જીસ્ટ રિમાન્ડ મેળવી આરોપીઓનો કબજો બિહાર એસટીએફને સોપવામાં આવ્યો છે.
આ પણ વાંચો: Kanjhawala Case: 5 નહીં પણ 7 આરોપી, અમિત કાર ચલાવતો હતો, અંકુશની તપાસ ચાલું
ચાર આરોપીઓની ધરપકડ: કોની ધરપકડ કરાઈ સુરત ક્રાઈમ બ્રાંચની ટીમ અને બિહાર એસટીએફની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરી ચાર આરોપીઓની ધરપકડ કરી હતી. જેમાં સુમરકુવર ફાગુકુવર ભૂમિહાર ( ઉ.26), ધીરજસિગ ઉર્ફે મુકેશસિંગ અરવિંદસિંગ (ઉ-19), અમન સત્યેન્દ્ર તિવારી (ઉ-19), અભિષેક ઉર્ફે ટાઈગર શ્રીરામ રાય (ઉ-21)નો સમાવેશ થાય છે.