- 85 વર્ષીય ભીખીબહેને વધુમાં વધુ મતદાન કરવાનો આપ્યો સંદેશ
- મધર ઇન્ડિયામાં નરગીસની ડમી તરીકે ભૂમિકા ભજવી હતી
- નરગીસ આગમાં દાઝી જતા તેમની જગ્યાએ ભીખીબેને રોલ કર્યો
સુરત : બારડોલીના મહુવા તાલુકાના 'મધર ઈન્ડિયા' તરીકે ઓળખાતા ભીખીબહેન કહે છે કે, મધર ઈન્ડિયાના શુટીંગ સમયે મારી ઉંમર 15થી 17 વર્ષની હતી. અમારા ગામની નજીકમાં શુટીંગ થયું હતું.


ગામની 40 યુવતીઓમાંથી ભીખીબેનની પસંદગી
ઉમરા અને આસપાસના ગામની ચાલીસેક છોકરીઓમાંથી મારી પસંદગી કરવામાં આવી હતી. ફિલ્મમાં લગ્નના પ્રસંગમાં નરગીસની માતાની ભૂમિકા પણ ભીખીબહેને બખૂબીથી નિભાવી હતી. ભીખીબહેન ધોરણ 6 સુધી ભણ્યા છે. આજે પણ કોઈના સહારા વિના ઘરનું બધુ કામ જાતે કરે છે.