સુરત: ગુજરાતી સંગીતમાં જેમનું યોગદાન મુઠ્ઠી ઉંચેરું છે, એવા પ્રફુલ દવેના (Praful Dave Bhajan) કંઠે ગવાયેલુ 'હરી તુ'નું જગદીશ ઇટાલિયા અફલાતૂન રીમેક (Famous Gujarati Bhajan Hari Tu Remake) પોપ સ્કોપ મ્યુઝિકના (Pop scope music) સથવારે લઇને આવી રહ્યા છે. આ ગીત લોકડાઉનના સમયગાળામાં શ્રમજીવી પરિવારને વતન પહોંચવા જે મુશ્કેલીઓ વેઠવી પડી હતી તે આની પ્રેરણા છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
પ્રફુલ દવેના સુરે છે ગવાયેલું 'હરી તુ' ભજન
વાસ્તવમાં ગુજરાતી સંગીતમાં જેમનું યોગદાન મુઠ્ઠી ઉંચેરું છે, એવા પ્રફુલ દવેના કંઠે ગવાયેલુ 'હરી તુ' ગુજરાત જ નહીં બલ્કે વિશ્વભરમાં પથરાયેલા ગુજરાતી લોકોના કંઠે વારંવાર સાંભળાતું હોય છે. આ ગુજરાતી ફેમસ ભજન 'હરી તુ'નું જગદીશ ઇટાલીયા દ્વારા થઇ રહેલી રિમેક ફરીવાર અબાલવૃદ્ધ ગુજ્જુઓને ઘેલું કરશે એવું તેના પ્રોમો પરથી વર્તાય રહ્યું છે.
સંગીતથી મઢવા સાથે ફિલ્માંકિત કરવાનો અદભૂત પ્રયાસ
લોકડાઉનના સમયમાં જે લોકો ફસાય ગયા હતા તેઓ વાહન વ્યવહારની સુવિધાની ચિંતા કર્યા વગર પરિવાર સાથે પગપાળા વતન જવા માટે નીકળી પડ્યાં હતા. આ શ્રમજીવીઓને વતન પહોંચવા કઠીન મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. તેની આ વેદનાને જગદીશ ઇટાલિયા 'હરી તુ' સંગીતની સાથે મઢવા અને ફિલ્માંકિત કરવાનો અદભૂત તેમજ અનોખો પ્રયાસ કર્યો છે.
વિડીયોના કોન્સેપ્ટને વિઝયુલાઇઝ કર્યો
જગદીશ ઇટાલિયાની સાથે રહેતા અજીતા ઇટાલિયાએ આ વિડીયોના કોન્સેપ્ટને વિઝયુલાઇઝ કર્યો છે. ફરી એકવાર હાર્દિક ટેલરે ગુજરાતી સંગીતમાં કંઇક નવીન પ્રદાન કરવાના ઉત્સાહ સાથે 'હરી તુ'માં કર્ણપ્રિય સંગીતનું સર્જન કર્યું છે. અગાઉ જગદીશ ઇટાલિયાના કંઠે ગવાયેલું તારી આંખનો અફિણી વિડીયો સોંગ જેણે 80 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે તેમજ વાલમ આવોને 20 લાખથી વધુ વ્યૂઝ સાથે ગુજરાતીઓની પસંદને પામ્યા છે.
આ પણ વાંચો:
ગાંધી@150ઃ રામોજી ગ્રુપના ચેરમેન રામોજી રાવ દ્વારા 'વૈષ્ણવ જન તો...' ગીત રિલીઝ કરાયું
લોક ડાયરાના જાણીતા કલાકાર હકાભા ગઢવીએ કોરોનાનું ગીત લલકાર્યું