બારડોલીની નણંદ-ભાભીની જોડીએ મહિલા સશક્તિને ઉજાગર કરવાના હેતુથી 100 કિલોમીટર ઉંંધી દોડમાં ભાગ લીધો હતો. સ્વાતિ ઠાકર અને ટ્વીંકલ ઠાકરે રિવર્સ એક્સપિદેશન નામની ઉંધી દોડમાં વિક્રમ સર્જાવાનો લક્ષ્ય છે. થોડા સમય અગાઉ સ્વાતિના ભાઈએ સ્કેટીંગમાં રેકોર્ડ નોંધાવ્યો હતો. જેનાથી પ્રેરાઈને આ બંને ભાભી-નંણદની જોડીએ આ સ્પર્ધાનો ભાગ લેવાનો નિર્ણય કર્યો હતો.
નણંદ-ભાભીનીએ 24 કલાકમાં બારડોલીથી દાંડી વચ્ચે યોજાયેલી સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં ગાંધી તેમણે જયંતીના દિવસે દાંડીથી ફરીને બારડોલી ઉંધી દોડ લગાવી ગીનીસ બુક ઓફ રેકોર્ડ માટે દાવેદારી નોંધાવી હતી.
ઉલ્લેખનીય છે કે, દોડમાં ભાગ લેનાર સ્વાતિ ઠાકર કરાટે કલાસ ચલાવે છે અને ટ્વીન્કલ ધૂમકેતુ નામની ડાન્સ એકેડેમી ચલાવે છે. આમ, વ્યવસાયની અને ઘર સાચવવાની સાથે સ્પર્ધામાં ભાગ લઈને તેમણે મહિલાઓને સ્વનિર્ભર રહેલાનો સંદેશ આપ્યો હતો.