- જિતેન્દ્રસિંહ વાંસિયાએ યુવતીની છેડતી કરી હોવાના આરોપ
- જિતેન્દ્રસિંહ વાંસિયાને તેના પદ પરથી દૂર કરવામાં આવ્યા
- જિલ્લા ભાજપ પ્રમુખ સંદીપ દેસાઈએ મીડિયાને આ અંગે માહિતી આપી
સુરત: સુરત ડિસ્ટ્રીકટ કો-ઓપરેટિવ બેન્કના ડિરેકટર અને બારડોલી તાલુકા ભાજપના પ્રમુખ ઉપરાંત અનેક સહકારી સંસ્થા સાથે જોડાયેલા જિતેન્દ્રસિંહ વાંસિયાએ આજથી થોડા દિવસ અગાઉ સુરત જિલ્લા મધ્યસ્થ કાર્યાલયમાં એક આદિવાસી યુવતીની છેડતી કરી હોવાની ફરિયાદ જિલ્લા સંગઠન સહિત પ્રદેશ ભાજપને કરવામાં આવી હતી. પરંતુ આ અંગે કોઈ યોગ્ય પગલાં લેવામાં આવ્યા નોંહતા હતા.
જિલ્લા ભાજપ પ્રમુખ સંદીપ દેસાઈએ કર્યા સસ્પેન્ડ
આ દરમિયાન સમગ્ર ઘટના અંગે મીડિયામાં અહેવાલ પ્રગટ થયા બાદ કાશ્મીરથી પરત ફરેલા સુરત જિલ્લા ભાજપ પ્રમુખ સંદીપ દેસાઈ હરકતમાં આવ્યા હતા અને પક્ષની છબી ખરડાઈ રહી હોય જેની સામે આક્ષેપ થાય હતા. તે જીતેન્દ્રસિંહ વાંસિયાને બારડોલી તાલુકા ભાજપ પ્રમુખ પદેથી અને પ્રાથમિક સભ્ય પદેથી તત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. સંદીપ દેસાઈ કાશ્મીરથી આવે તે પહેલા આ મામલાને રફેદફે કરવા માટે કેટલાક નેતાઓએ રીતસરના ધમપછાડા કર્યા હતા.
કાર્યકરો અને હોદ્દેદારોમાં પણ ફફડાટ
પરંતુ સંદીપ દેસાઈએ તેમના પ્રયાસોને નિષ્ફળ બનાવી પક્ષની છબીને ધ્યાનમાં રાખી કડક કાર્યવાહી કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે સંદીપ દેસાઈએ આ અગાઉ બારડોલીના નગરસેવકનો બીભત્સ વિડીયો વાઇરલ થવાના પ્રકરણમાં તેમજ બાબેનમાં બારડોલી તાલુકા પંચાયતની સભ્યનો દારૂ વેચતો વિડીયો વાઇરલ થવાના પ્રકરણમાં પણ બંનેને સસ્પેન્ડ કરી કડક કાર્યવાહીનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. જિતેન્દ્રસિંહ સામે લેવામાં આવેલા કડક પગલાંને લઈ અન્ય કાર્યકરો અને હોદ્દેદારોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.
સહકારી ક્ષેત્ર સાથે પણ સંકળાયેલા છે નેતા
જિતેન્દ્ર વાંસિયા સુરત ડિસ્ટ્રીકટ બેન્ક, મહુવા સુગર ફેકટરી ઉપરાંત અનેક સહકારી સંસ્થા સાથે સંકળાયેલા છે. ત્યારે આ સંસ્થાઓ પણ તેમની સામે કોઈ કાર્યવાહી કરે છે કે કેમ તે જોવું રહ્યું. ખાસ કરીને સુરત ડિસ્ટ્રીકટ બેન્ક જિલ્લા સહિત સમગ્ર રાજયમાં એક પ્રતિષ્ઠિત સ્થાન ધરાવે છે. ત્યારે સુરત ડિસ્ટ્રીકટ બેન્કના પ્રમુખ નરેશ પટેલ કાર્યવાહી કરે છે કે પછી તેમને બચાવવાના મૂડમાં રહેશે તેના પર લોકોની મીટ મંડાયેલી છે.
ભારતીય જનતા પાર્ટી એ શિષ્ટને વળેલી
આ અંગે સંદીપ દેસાઈએ જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી એ શિષ્ટને વળેલી છે. તેમાં કોઈ બાંધછોડ ચાલી શકે નહીં. આથી જ જિતેન્દ્રસિંહ વાંસિયાએ યુવતીની છેડતી કરી હોવાના આરોપને લઈને તેમને તાત્કાલિક અસરથી પ્રમુખ પદ પરથી અને પ્રાથમિક સભ્ય પદેથી દૂર કરવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ મોદી સમાજ પર વિવાદીત ટિપ્પણી મામલો : સુરત કોર્ટે રાહુલ ગાંધીને આગામી તા.29મીએ હાજર રહેવાનો હુકમ કર્યો
આ પણ વાંચોઃ ખુશીનો માહોલ માતમમાં ફેરવાયો: લગ્ન પતાવીને પરત ફરી રહેલી વાનનો અકસ્માત, વરરાજાના પિતા સહિત બેના મોત