- રાજીવનગરમાં દર ચોમાસામાં વરસાદી પાણી ઘરમાં ભરાઇ જાય છે
- લિનિયર બસ સ્ટેન્ડ પર પહોંચી કર્યું પ્રદર્શન
- સમસ્યા જલદી ઉકેલવા ડેપો મેનેજરને કરી રજૂઆત
બારડોલીઃ બારડોલીના રાજીવ નગરમાં લિનિયર બસ સ્ટેન્ડમાંથી (Rain Water Logged) વરસાદનું પાણી આવતું હોઇ સ્થાનિકો પરેશાન છે. ગુરુવારે લોકોએ બસ સ્ટેન્ડ પર પહોંચી ધરણા કરી તંત્રનું ધ્યાન દોરવા પ્રયાસ કર્યો હતો. વારંવાર નગરપાલિકામાં રજૂઆત કરવા છતાં કોઈ કામગીરી કરવામાં નહીં આવતાં લોકોએ પ્રદર્શન કરવાની ફરજ પડી હતી.
આ પણ વાંચોઃ બારડોલીમાં વરાડ PHC પર રસીકરણને લઈને હોબાળો
બસ સ્ટેન્ડમાંથી આવતું (Rain Water Logged) વરસાદી પાણી લોકોના ઘરના ભરાય છે
રાજીવનગરની ગલી નંબર 1માં દર વર્ષે ચોમાસાની ઋતુમાં લિનિયર બસ સ્ટેન્ડમાંથી (Rain Water Logged) વરસાદી પાણી વહી આવે છે. છેલ્લા પંદર વર્ષથી સ્થાનિક રહીશોને દર ચોમાસામાં મુશ્કેલી વેઠવી પડે છે. વરસાદી પાણીને કારણે ગલીમાં આવેલા નીચાણવાળા વિસ્તારોના મકાનમાં પાણી ભરાઇ જવાને કારણે લોકોની હાલાકી વધી જતી હોય છે. સ્થાનિકોનું કહેવું છે રાજીવનગર ગલી નંબર 1માં પાણી ભરાવા (Rain Water Logged) અંગે અનેક વખત નગરપાલિકામાં પણ રજૂઆત કરી છે પરંતુ કોઈ કામગીરી થઈ નથી.
બીમારી ફેલાવવાની દહેશત
ગલીમાં બસ સ્ટેન્ડનું ગંદુ પાણી આવવાથી વિસ્તારમાં બીમારી ફેલાવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. રાજીવનગરના રહીશો ગુરુવારે બારડોલી લિનિયર બસ સ્ટેન્ડ ખાતે પહોંચ્યાં હતાં અને ધરણા કરી ડેપો મેનેજર સમક્ષ (Rain Water Logged) વરસાદી પાણીના યોગ્ય નિકાલની માગ કરી હતી.
આ પણ વાંચોઃ દક્ષિણ ગુજરાતના ગામડાઓને 1,035 OXYGEN CONCENTRATORS કરાયા વિતરણ